ચહેરાને એકદમ ખુબસુરત બનાવવા માટે જરૂરથી કરો એક ઉપાય,ચહેરા પરથી દુર થઇ જશે બધા ડાગ……..

Health

આજના સમયમાં દરેક યુવક અને યુવતી હમેશા બીજા કરતા વધારે સુંદર દેખાવાની કોશિસ કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે બજારમાં રહેલા કેટલાક મોંઘા ઉત્પાદનો પણ ખરીદે છે અને તેનો ઉપયોગ વધારે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે વધારે પડતા આવા બજારુ ઉત્પાદનો વાપરવાથી ત્વચાને વધારે નુકશાન થાય છે.

જયારે કેટલાક લોકો હમેશા ઘરેલું અને કુદરતી સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ક્જરવાની વધારે વિચારતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ સૌંદર્ય પ્રસાધનો કોઈપણ આડઅસર કરતી નથી.આટલું જ નહિ પરંતુ તેનાથી મળતા પરિણામો ઘણા સારા સાબિત થતા હોય છે.પરંતુ ઘણા લોકો ઘરેલું ઉપાયની અમુક ચોક્કસ રીત જાણતા હોતા નથી,જેના લીધે તેનો ઉપયોગ કરી શકતા નથી.

એવું કહેવામાં આવે છે કે ઘરેલું અને પ્રકૃતિના દરેક કણમાં સુંદરતા છવાયેલી હોય છે.આજકાલ મહિલાઓ બ્યુટી પ્રોડક્ટ્સની પસંદગીને લઈને ઘણી સાવધાન થઇ ગઈ છે.કારણ કે લોકો પણ હવે ઘણા જાગૃત થઇ ગયા છે.જેમ કે તેમાં કેટલાક રસાયણો આવતા હોય છે જે થોડા સમય સુધી સૌંદર્ય વધારે છે પરંતુ પછી તેની અસર ઘણી ખરાબ જોવા મળતી હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો જે વસ્તુ તાત્કાલિક અસર દર્શાવે છે,તે હમેશા હાનિકારક સાબિત થઇ શકે છે.આવી સ્થિતિમાં કુદરતી ચીજો પર વધારે આધાર રાખવો જોઈએ.કારણ કે તેની કોઈ આડઅસર જોવા મળતી નથી.હા તેની અસર ઘણી ધીમી હોય છે,પરંતુ ચોક્કસ હોય છે.કુદરતી વસ્તુઓમાંથી જે સુંદરતા આવે છે તે શુદ્ધ અને સૌથી અસરકારક માનવામાં આવે છે.આજે તમને ત્વચામાં નવી ચમક લાવવા માટેના ઉપાયો જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે ઘરેલું ઉપાયો આજથી નહિ પરંતુ પ્રાચીન સમયથી ચાલી આવ્યા છે.જેમ કે કોઈ નાનો હોય તો તે ઘરેલું ઉપાય દ્વારા સરળતાથી મટાડવામાં આવે છે અને તેની સાથે સારવાર પણ. ખૂબ સસ્તી છે.તો જનો આવા જ સરળ અને ઘણા ઓછા ખર્ચવાળા ઘરેલું ઉપાયો વિશે.જે તમારી સુંદરતામાં ઘણો વધારો કરવાનું કામ કરશે…

આ રીતે બનાવો ફેસપેક –

તમને જણાવી દઈએ કે આ ફેસ પેક તૈયાર કરવા માટે તમારે 2 ચમચી ઘઉંનો લોટ,ચમચી હળદર, ચમચી મધ અને 2 ટીસ્પૂન ગુલાબની જરૂર પડી શકે છે.જે સામાન્ય રીતે દરેકને પોતાના ઘરમાંથી જ આ વસ્તુઓ મળી રહેશે.આ પેક તૈયાર કરવા માટે તમારે બાઉલમાં નિર્ધારિત માત્રામાં લોટ, હળદર મધ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવા માટે આ બધા ઘટકોને ભેળવી દેવા પડશે.

આ પછી પેસ્ટમાં થોડું મધ ઉમેરો કારણ કે મધ તમારા ચહેરની ત્વચાને ગ્લો અને તે જ સમયે ભેજ આપે છે.આ પછી ચહેરા પર આ ફેસ પેક લગાવતા પહેલા તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો,તે પછી આ ફેસ પેક તમારા ચહેરા પર ગોળ ગતિમાં લગાવો અને આ ફેસ પેક લગાવ્યા પછી તેને ચહેરા પર સંપૂર્ણ 15 થી 20 મિનિટ માટે રહેવા દો.

જયારે આ પેસ્ટ સુકાઈ જાય ત્યારબાદ તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.પરંતુ ધ્યાનમાં રહે કે આ ફેસ પેકને અઠવાડિયામાં બેવાર લગાવવો પડશે.જો તમે આવું કરશો તો તમને ઘણા ઓછા સમયમાં તેનું સારું પરિણામ જોવા મળશે.એટલું જ નહિ પરંતુ તમારી ત્વચામાં એક નવી ચમક જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *