ચોકાવનારી ઘટના: સુસાઇડ નોટમાં યુવકે લખ્યું કંઇક એવું કે જેને જાણીને તમે પણ રડી જશો……..

Gujarat

દરેક વ્યક્તિના જીવનમાં અનેક સુખ દુખ તો આવતું હોય છે.પરંતુ જયારે અમુક એવા પણ લોકો છે જે વધારે દુખ સહન કરતા નથી.અને અંતે ન કરવાનું કામ કરી બેસે છે.જયારે કેટલાક લોકો પોતાની ઈજ્જત સાચવવા માટે મોતને પણ ભેટી જતા હોય છે.આજે આવો જ એક આત્મહત્યાનો કિસ્સાઓ સુરતના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા યુવકનું દિવસે દિવસે દેવું વધી રહ્યું છે,તેનું કારણ હતું કોરોનાને કારણે ધધામાં મોટા પ્રમાણમાં નુકસાન થવા લાગ્યું હતું,જેમાં આવક આવતી ન હતી,અને દેવામાં વધારો થઇ રહ્યો હતો.આવી સ્થિતિમાં બધી બાજુ ફસાઈ ગયેલા આ યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે આ યુવકે આત્મહત્યા કરતી વખતે એક સુસાઇડ નોટ લખી હતી,જેમાં મોટાભાગે પૈસાની ઉઘરાણી કરનાર અને વધારે માનશીક ત્રાસ ગુઆપનાર અનેક લોકોના નામ પણ જણાવ્યા હતા.આમાં એવું લખ્યું હતું કે મારે મરવું નથી પણ મને કોઈ જીવવા પણ નથી દેતું.આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી.

તમને જણાવી દઈએ કે આ યુવાને ચાર પાનાની ચિઠ્ઠી લખી હતી.જે પોલીસે તેના આશરે આગળની કાર્યવાહી હાથ ધારી છે.આ ઘટનામાં એવું સામે આવ્યું છે કે મોતનું કારણ વધી રહેલું દેવું અને પૈસાની માંગ કરનાર લોકો ત્રાસ આપતા હતા.લોકો એવું કહે છે કે મરી જાવ તો અમે એમ માનીશું કે અમે કમાયા જ નથી.આટલું જ નહિ પરંતુ વાઇફના 09 ચેક પણ માંગનાર લોકોએ લીધા છે જેમાં સહી ખોટી કરી છે.

આ યુવકે વધુમાં એવું પણ લખ્યું છે કે લોકોના હાથથી મરવા નથી માગતો એટલે હુ જાતે જ મરી જાવ છું.મારે જીવવું છે પણ મને ખબર છે કે મને કોઈ જીવવા દેવાનું નથી.3 મહિનાથી હેરાન થાવ છું પણ કોઈએ ખભે હાથ મૂકીને એવું નથી કીધું કે ચિંતા ન કર અમે છીએ.જયારે પત્નીને સંબોધીને એવું લખ્યું કે Sorry હું તને કઈ નથી આપી શક્યો.

આ બધાથી કંટાળી ગયો છું અને જાતે જ આજે હું મરી જાવ છું. Sorry મરવું એ ઉપાય નથી પરંતુ ઈજ્જત વગર જીવવું પણ નકામું છે,જયારે આ યુવકે પોતાના પરિવારની અને પત્નીની માફી માંગી હતી એવું આ સુસાઇડ નોટમાં જોવા મળ્યું છે.વધુમાં એવું પણ જણાવ્યું કે પોલીસ મારા પરિવારને મદદ કરે તેવી વિનંતી છે.હાલમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *