ચોકાવનારો કિસ્સો : ગર્ભવતી યુવતીના મોત બાદ પેટમાંથી ગાયબ થઇ ગઈ હતી બાળકી,પેટ ઉપર કોઈ પણ નિશાન ન હતું…..

Uncategorized

આ દુનિયા ઘણી વિશાળ છે,જયારે આ દુનિયામાંથી કેટલાક એવા પણ અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે તેને જાણીને લોકો ઘણા ચકિત થઇ જતા હિય છે,આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે,જે જાણવામાં એક સામાન્ય લાગતા હોય છે,પરંતુ તેની સાથે કેટલાક એવા રહસ્યો રહેલા હોય છે જેને લઈને તે ઘટના ઘણી ચર્ચામાં જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ રહસ્યમય એક કિસ્સો બ્રાઝિલમાંથી સામે આવ્યો છે.આ કિસ્સો જયારે સામે આવ્યો ત્યારે ઘણા લોકો હૈરાન થઇ ગયા હતા.કારણ કે આ કિસ્સો પોતાનામાં ઘણો અલગ રહ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે બ્રાઝિલના એક વિસ્તારમાંથી આશરે 23 વર્ષિય ગર્ભવતી યુવતીની લાશ મળી આવી હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ લાશ મળી આવી ત્યાં સુધી આ બાબત એક સામાન્ય માનવામાં આવતી હતી.પરંતુ જયારે પોલીસ અનર અન્ય ટીમ મારફતે આખા કિસ્સાની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મહિલાના મોત પછી મહિલાના પેટમાં રહેલ બાળક પેટમાં જોવા મળ્યું ન હતું.એવું પણ કહેવામાં આવે છે કે આ બાળક અચાનક ગાયબ થઇ ગયું તે મોટું રહસ્ય બની ગયું છે.

એવું પણ કહેવામાં આવે છે કે જયારે મહિલાની લાશ મળી ત્યારે તેના શરીર પર કે અન્ય ભાગોમાં પણ કોઈ નિશાન જોવા મળ્યું ન હતું.આવી સ્થિતિમાં લોકોની એક જ સવાલ રહ્યો છે,કે આખરે બાળક ગયું ક્યાં.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ મહિલા આશરે આઠ મહિનાની ગર્ભવતી હતી.

પરંતુ થોડા સમય પહેલા તેમના ઘરની નજીકમાં આવેલ રેલ્વે લાઈન પાસે તેની લાશ મળી આવી હતી.જયારે તપાસ બાદ બ્રાઝિલની સ્થાનિક પોલીસે એવો દાવો કર્યો છે કે કોઈ પણ ઓપરેશન દ્વારા તેની બાળકીને તેના પેટમાંથી બહાર કાઢવામાં આવી નથી.પરંતુ આ બાળક પેટમાં ન હતું.જયારે આ ઘટના એવું જણાવી રહી છે કે લાશ મળી આવી પરંતુ તેનું બાળક અચાનક ગાયબ થયું તે મોટું રહસ્ય રહ્યું છે.

જયારે બીજી બાજુ પોલીસે એવો પણ દાવો કરી રહી છે કે આ મહિલાના મોત પહેલા તે બાળકનો જન્મ થઇ ગયો હોય અને આ બાળકની પણ હત્યા કરવામાં આવી હોઈ શકે છે.જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે બાળકને કોઈ પણ ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવ્યું ન હતું,પરંતુ તેનો જન્મ કુદરતી રીતે થઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ મહિલા આશરે બે બાળકો સાથે તેના પિતાથી અલગ રહેતી હતી.જયારે અન્ય પરિણીત પુરુષ સાથેના સંબંધને કારણે તે ત્રીજી વખત ગર્ભવતી બની હતી.જયારે તે અચનાક ગુમ થયાના આશરે 10 દિવસ પછી તેની લાશ મળી આવી હતી. જયારે કેટલાક એવા પણ અનુમાન થઇ રહ્યા છે કે માતા અને બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હશે.

પરંતુ તમને જણાવી દઈએ કે આનો કોઈ સાચો પૂરાવો આજે પણ સામે આવ્યો નથી.પરંતુ તેમની સાથે ઘણા અનુમાન થઇ રહ્યા છે,પણ સચ્ચાઈ શું હતી અને કેવી હતી તે જાણવું પોલીસ માટે પણ એક રહસ્ય બની ગયું છે.હાલમાં તો લાશ મળી આવી છે,પરંતુ તે બાળક ક્યાં છે અથવા જીવંત છે કે નહિ તેની કોઈ જાણકારી મળી નથી.હાલમાં તો એવું જ કહેવામાં આવે છે કે બાળકના જન્મ પછી તે યુવતીની હત્યા થઇ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *