ચોકાવનારો કિસ્સો : સાંજે દુલ્હનની વિદાય કરીને બીજા દિવસ સવારે અર્થી પર લાશ ઘરે આવી,જાણો સમગ્ર મામલો……

India

દેશના દરેક રાજ્યોમાં હવે ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.ખાસ કરીને મહિલાઓ સાથે કોઈને કોઈ હત્યા,કે અન્ય રીતે સંકળાયેલ કિસ્સાઓ સામે આવતા હોય છે.આજે આવો જ એજ દુખદ કિસ્સો જલંધરના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું જાણવા મળ્યું છે કે એક દિવસ પેહલા યુવતીના લગ્ન થઈને તેની ડોલી તેના સાસરિયામાં ગઈ હતી.

પરંતુ લગ્નના થોડા જ કલાકો પછી તે જ યુવતીનો મૃતદેહ પાછો તેના ઘરે આવ્યો હતો.આવી સ્થિતિમાં પરિવારના સભ્યોનો એવો આરોપ છે કે યુવકના પરિવારે તેમની પુત્રીની હત્યા કરી છે.જયારે આ સમગ્ર ઘટના પાછી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.હાલમાં પરિવારના સભ્યોની ફરિયાદના આધારે આશરે પાંચ લોકો વિરુદ્ધ દહેજ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારની રહેવાસી યુવતી જે આશરે 20 વર્ષની છે જેના માતા-પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું જેથી તેની દાદી પાસે રહે છે.જયારે ગત્ત દિવસે તેના લગ્ન ત્યાના એક યુવક સાથે થયા હતા.આ લગ્ન સાંજે થયા હતા.જેમાં વરરાજા અને પરિવાર લગ્ન માટે સરઘસ સાથે આવ્યો હતો.

જયારે બીજા દિવસે યુવકના ઘરેથી ફોન આવ્યો અને એવું કહ્યું કે યુવતી ઘણી જ સીધી છે જેથી તે હવે તેમના ઘરે રાખવા માંગતા નથી.અને અંતે યુવતીને લઈ જવા પણ કહ્યું હતું.આ પછી બંને પક્ષે પંચાયત બોલાવી હતી.જયારે એવું કહેવામાં આવે છે કે તે દિવસે 2 વાગ્યે યુવતીની તબિયત વધારે બગડી હતી.

બેભાન અવસ્થામાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.તેનો મૃતદેહ પાછો તેના ઘરે લાવવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના પછી યુવતીના પરિવારમાં દુખની લાગણી ઉભી થઇ હતી,અને યુવતીનો પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પોલીસ લાશને સિવિલ હોસ્પિટલથી ઘરે લઇ આવી હતી.જયારે પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો હોવાથી પોલીસે આશરે પતિ અને પરિવારના બીજા સભ્યો એમ પાંચ લોકોની વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.જયારે એવું પણ સામે આવ્યું રહ્યું છે કે લગ્નના થોડા કલાકો બાદ યુવતી પર ત્રાસ ગુજારવાનું ચાલુ કર્યું હતું.હાલમાં કેસની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *