ચોમાસાની ઋતુમાં ખારેક ખાવાથી થાય છે આ મોટા ફાયદા,શરીરની આ બીમારીઓને કરે છે દુર…

Health

સારું સ્વાથ્ય રાખવા માટે જરૂરી આહાર લેવો વધારે ઉપયોગી માનવામાં આવે છે,પરંતુ આહારની સાથે સાથે કેટલાક ફળોનું પણ સેવન કરવું વધારે લાભકારક માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે કેટલાક એવા ફળો હોય છે,જેમાં કેટલાક એવા પોષક તત્વો રહેલા હોય છે,જે નાની બીમારીઓને હમેશા માટે દૂર કરવા માટે મદદ કરે છે.

આવી જ રીતે જો ખજુર વિશે વાત કરવામાં આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.સામાન્ય ઈર્તે જોવામાં આવે તો આયુર્વેદમાં પણ ખજૂર મીઠી,પૌષ્ટિક અને અનેક ગુણોથી ભરપૂર માનવામાં આવી છે.સમાન્ય રીતે તેને ખારેક પણ કહેવામાં આવે છે.તે કેટલાક ઠંડક ગુણધર્મો પણ રહેલા છે.

તમને જણાવી દઈએ કે આ ખારેકમાં ખાસ કરીને વિટામિન,પ્રોટીન,રેસા,કાર્બોહાઈડ્રેટ અને શર્કરાની માત્રા વધારે જોવા મળે છે,જેના લીધે તેને આહારમાં લેવાથી લાભ મળી શકે છે.ખાસ કરીને ઘણા લોકો આનો વધારે પડતો ઉપયોગ અમુક પ્રકારની વાનગીમાં પણ કરે છે,જેને સુકી ખારેક કહેવામાં આવે છે.જયારે ઘણા લોકો ઉપવાસના સમયે વધારે સેવન કરતા હોય છે,જેથી જરૂરી ઉર્જા તેમાંથી મળી રહે.

ઘણા લોકો ખારેકની ચટણી પણ બનાવીને સેવન કરતા હોય છે.તમને જણાવી દઈએ કે અમુક સમયે ખારેકનો ઉપયોગ કેક અને પુડિંગમાં પણ થાય છે.આવી સ્થિતિમાં આજે તમને આના સેવન કરવાથી મળતા કેટલાક લાભ જણાવી રહ્યા છીએ,જે સામાન્ય ખોરાક કરતા વધારે લાભ મળી રહે છે.માટે તમારે આનું સેવન કરવું જોઈએ….

લોહીની ખોટ ઘટાડે –

સામાન્ય રીતે જોવામાં આવે તો લોહીમાં આયર્નનું પ્રમાણ જયારે ઓછુ થવા લાગે છે ત્યારે થાક, ગભરાટ,હૃદયના ધબકારા વધવા જેવી અનેક સમસ્યાઓમાં વધારો જોવા મળે છે.પરંતુ આવી સ્થિતિમાં જો ચારથી પાંચ ખજુર લઈને સ્વેના કરવામાં આવે તો સારી ઉર્જા મળી રહે છે.આટલું જ નહિ પરંતુ આ સતત ખાતા રહેવામાં આવે તો મગજમાં લોહીનો ઓછો પુરવઠો હોય તો તેને પૂર્ણ કરે છે.આ સાથે લોહીમાં પણ વધારો કરે છે.

સંધિવા –

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકોને શરીરમાં ઘણા ભાગ અમુક સમયે વધારે દુખવા લગતા હોય છે.જેમ કે પગમાં દુખાવો અને કમરનો દુખાવો,પરંતુ આવી સ્થિતિમાં એક કપ ગરમ દૂધમાં એક ચમચી ગાયના ઘી અને એક ચમચી ખારેક પાવડર ઉમેરીને સેવન કરવામાં આવે તો સંધિવા જેવી સમસ્યાથી ઘણા ઓછા સમયમાં ફાયદો થાય છે.

મહિલાના પગ-કમરનો દુખાવો –

અમુક સમયે મહિલાઓને વધારે પડતા પગ અને કમરનો દુખાવો થતો હોય છે.અને આ ખાસ કરીને મોટાભાગની મહિલાઓ સાથે થાય છે.આવી સ્થિતિમાં તે સારી રીતે કામ કરી શકતી નથી,પરંતુ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં જો મેથી અડધો ચમચી બે ગ્લાસ પાણીમાં 5 ખજુર સાથે ઉકાળીને તેનું નવશેકું પાણી પીવામાં આવે તો આ સમસ્યા ઘણા ઓછા સમયમાં દૂર થાય છે.

કબજિયાતની સમસ્યા –

સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં ઘણા લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે,જયારે એવું પણ કહી શકાય છે કે આ બાબત એક સામાન્ય બની ગઈ છે.પરંતુ જો તમને પણ આવું થઇ રહ્યું છે તો તમારે રાત્રે 5 થી 6 ખારેક પાણીમાં પલાળીને રાખવી અને સવારે આ પાણીનું સેવન કરવું.એવું કહેવામાં આવે છે કે આ કરવાથી જલ્દી પેટ સાફ થાય અને પેટની સમસ્યા દૂર થાય છે.

એસિડની સમસ્યા –

દરેક વ્યક્તિ જાણે છે કે જયારે પણ પેટની સમસ્યા ઉભી થાય છે ત્યારે તેની સાથે અનેક બીજી પણ સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ પાચનમાં સુધારો ન થાય ત્યારે અલ્સર,એસિડિટી જેવા રોગો ઉભા થવા લાગે છે,પરંતુ આવી સ્થિતિમાં ખજૂરનું યોગ્ય સેવન કરવામાં આવે તો આ દરેક બાબતમાં રહતા મળી શકે છે.

બાળકોની નબળાઇ દૂર કરે –

તમને જણાવી દઈએ કે જયારે બાળક વધારે નબળુ જોવા મળી રહ્યું છે.અથવા તેનું સ્વાસ્થ્ય વધારે સારું જોવા મળતું નથી,તો તમારે તેના સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 10 ગ્રામ ચોખાના પાણીમાં એક ખારેક પીસી લેવી અને તેમાં થોડું પાણી ભેળવીને દિવસમાં ત્રણ વખત તેનું સેવન કરાવવું.જયારે વૃદ્ધાવસ્થા સમયે પણ આવી સ્થિતિ થઇ રહી છે તો ખારેક ઘીમાં પલાળીને સેવન કરવી.આ દરેક બાબત નિયમિત કરવામાં આવે તો ઘણી સારી અસર જોવા મળે છે.અને સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહે છે.

સારી ઉર્જા પ્રાપ્ત કરવા –

સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે શરીરમાં યોગ્ય ઉર્જા રહેતી નથી,પરંતુ આવી સ્થિતિમાં ખારેક અને ગરમ દૂધનું નિયમિત સેવન કરવામાં આવે તો શક્તિમાં વધારો થાય છે,આટલું જ નહિ પરંતુ શરીરમાં નવું લોહી પણ બને છે,જેના લીધે શરીરમાં સારી ઉર્જા જળવાઈ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *