છત્રી રૈનકોટ કાઢીદો બહાર હવામાન વિભાગે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી………..

Gujarat

હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી હતી કે ૩ જુનમાં કેરળમાં ચોમાસું ચાલુ થઇ જશે.જયારે આ વિસ્તારોમાં આ સમયે વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો.જયારે એવું પણ કહેવામાં આવે છે કે દેશમાં સૌ પ્રથમ કેરળમાં ચોમાસું બેસે છે.તે પછી તે સતત દેશમાં આગળ વધતું જોવા મળે છે.જયારે હાલમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ચારથી પાંચ દિવસથી કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારો દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર વાદળો જોવા મળ્યા હતા.જે બાદ કેરળમાં વરસાદ પડતો જોવા મળ્યો હતો.જેથી દેશના અન્ય ભાગોમાં પણ હવે ટૂંક સમયમાં વરસાદીનો મહોલ જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં પ્રિમોન્સુન એક્વિવિટી થયું છે જેના લીધે વાતાવણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ આના કારણે ઘણા રાજ્યમાં વરસાદ પણ પડતો જોવા મળ્યો છે.જયારે બીજી બાજુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ પડી શકે છે.જયારે તેની સામે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં વરસાદીનો માહોલ ઉભો થતો જોવા મળશે.જેમાં કે ગાંધીનગર,અમદાવાદ,સુરત,પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

પરંતુ વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે.ગઈ કાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદનું આગમન થયેલું જોવા મળ્યું હતું.જેમાં ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા.શહેરમાં એક કલાક પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી.વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે.પરંતુ હવે ખેડૂતો ચોમાસાની સિઝન શરૂ થાય તેવી આશા રાખીને બેઠા છે જેથી પોતે સારું પાકનું આયોજન કરી શકે છે.જયારે એવું કહેવામાં આવે છે કે કેરળમાં ચોમાસું ચાલુ થાય પછી આશરે 15 દિવસ પછી રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *