જમવાને લઈને ઝઘડો થતાં પતિએ પત્નીને ઢોર માર માર્યો, પત્ની બેભાન થતા પતિએ કર્યું એવું કૃત્ય કે…

Gujarat

પતિ પત્નીના સબંધોને ઘણા પ્રવિત્ર માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ પતિપત્ની હમેશા એકબીજા સાથે રહેવાના વચનો આપતા હોય છે.પરંતુ ઘણીવાર તમે પણ જોયું હશે કે બંને વચ્ચે અમુક સમયે કોઈને કોઈ બાબતે નાના નાના ઝગડાઓ થાત રહે છે,પરંતુ આ ઝગડાઓ પછી ફરી એકસાથે પણ થઇ જતા હોય છે.જયારે આવી બાબતો દરેક દંપતી સાથે જોડાયેલી હોય છે.

પરંતુ અમુક સમયે સમાચારોમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે,જેમાં પતિ પત્ની પર કોઈને કોઈ પ્રકારે ત્રાસ આપતો હોય છે.આટલું જ નહિ પરંતુ ન કરવાનું કામ પણ કરતો હોય છે.આજે આવો જ પતિ પત્ની વચ્ચેની એક ઘટના રાજકોટના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક મહિલાને પતિએ મારકૂટ તો કરી હતી,પરંતુ સાથે સાથે દૂષ્કર્મ આચર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા આ દંપતીમાં પતિએ પત્નીને મારવા લાગ્યો આ પછી તેની સાથે ન કરવાનું કામ કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે આ પછી ગળાટૂંપો આપી બેભાન પણ કરી નાખી હતી.આવું કામ તો કોઈ અન્ય વ્યક્તિ પણ કરતા વિચારે છે,જયારે આવું કામ પતિએ કર્યું હોવાથી તે વિસ્તારમાં ચર્ચાઓ થવા લાગી છે.

હાલમાં તો મહિલાએ પોલીસ મથકમાં સમગ્ર બાબત સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ એવું કહેવામાં આવે છે કે મહિલાને રાત્રીના જમવા બાબતે ઝઘડો પતિએ કર્યો હતો.આ પછી પતિ વધારે ગુસ્સામાં પત્નીને મારવા પણ લાગ્યો હતો.જયારે આનાથી સંતોષ ન થયો તો પોતે પત્ની પર બળજબરીથી દૂષ્કર્મ પણ આચર્યુ હતુ.

જયારે આવું કામ કરવાની સાથે સાથે પતિએ ગળાટૂંપો પણ આપ્યો હતો,જેથી મહિલા બેભાન થઈ ગઈ હતી.આ દરેક કર્યો કરીને તે ત્યાંથી ભાગી નીકળ્યો હતો.જયારે મહિલા થોડા સમય પછી જતાં ભાનમાં આવી ત્યારે પત્નીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ પરિવાર બિહારનો છે,પરંતુ ઘણા વર્ષોથી અહીના વિસ્તારમાં રહે છે.

જયારે આ પરિવાર સામાન્ય મજુરી કામ પણ કરે છે,જેમાં મહિલા બે બાળકોની માતા પણ છે.જયારે તેમના બાળકો હાલમાં અહી ન હોવાથી ગત રાત્રિના પતિએ ઘેર આવી જમવા બાબતે ઝઘડો કરી આ કૃત્ય આચર્યાનું હોવાનું પોલીસ જણાવી રહી છે.હાલમાં તો મહિલાની મેડિકલ ટેસ્ટ કરવા માટે મોકલી આપી છે,જયારે પતિની શોધ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *