જયારે પહેલીવાર ટીનાને મળ્યા હતા મુકેશ અંબાણી તો તેમની સાથે કર્યું હતું એવું કે……..

Boliwood

અંબાણી પરિવાર એક એવો પરિવાર છે જે દેશમાં જ નહિ પરંતુ સમગ્ર દુનિયામાં જાણીતો રહ્યો છે.તે હમેશા પોતાના વૈભવીજીવન માટે પણ વધારે ચર્ચામાં જોવા મળતો હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અંબાણી પરિવાર દેશ વિદેશના ઘણા મોટા મોટા વ્યવસાયિક લોકો સાથે તો સબંધ રાખે છે જ છે,પરંતુ હિન્દી સિનેમાના મોટાભાગના સ્ટાર્સ સાથે પણ ઘણો સારો સબંધ રહ્યો છે.

આવી સ્થિતિમાં જો રિલાયન્સ ઉદ્યોગના માલિક એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની વાત કરવામાં આવે તો તે પણ ઘણા સફળ ઉદ્ધોગપતિ રહ્યા છે.તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીએ તો એક સમયથી જાણીતી અને વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે.

અભિનેત્રી ટીના વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે,પરંતુ તમને જણાવી દઈએ અભિનેત્રી ટીનાએ તેના સંયમના ઘણા સુપરસ્ટાર સાથે પણ કામ ક્કાર્યું છે.જેમાં બોલીવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને સંજય દત્ત જેવા અભિનેતાઓ સાથે પણ ફિલ્મી પડદે કામ કરી ચુકી છે.થોડી સફળતા પછી આ અભિનેત્રીએ પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે લગ્ન કરી લીધા હતા.

અનિલ અંબાણી અને અભિનેત્રી ટીનાએ આશરે 1991 માં લગ્ન જીવનમાં જોડાયા હતા.80 ના દાયકામાં ટીનાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેના અભિનયની સાથે તે તેની સુંદરતા માટે પણ જાણીતી રહી હતી.એવું કહેવામાં આવે છે કે ટીના સાથે લગ્ન કરવું એ અનિલ અંબાણી માટે સરળ કામ ન હતું.

લગ્ન કરતા પહેલા અનિલ અંબાણીને ઘણા ચક્કર લગાવવા પડ્યા છે.તમને જણાવી દઈએ કે અનિલ અને ટીના અંબાણીએ એક ચેટ શોમાં પોતાના સંબંધો વિશે વાત કરી હતી.જેમાં ટીનાએ એવું જણાવ્યું હતું કે જ્યારે તે લોસ એન્જલસથી પરત ફરતી હતી ત્યારે અનિલે તેના પરિવાર સાથે તેની ઓળખાણ કરાવી રહ્યા હતા.

આ સમય દરમિયાન જ મુકેશ અંબાણી અને તેની માતા કોકિલાબેને ટીનાને પૂછ્યું કે તે અનિલ સાથે લગ્ન કરશે.તમને જણાવી દઇએ કે આ દરમિયાન અનિલ ટીનાને તેના પરિવાર સાથે છોડીને ક્યાંક ગયો હતો.આ સમયમાં મુકેશ અંબાણી અને તેની માતાએ ટીના સાથે લગ્ન કરવાની વાત કરી હતી.જયારે અનિલે એવું જણાવી રહ્યા છે કે પોતે પ્રસ્તાવ મુકે તે પહેલા મારી માતા અને મારા મોટા ભાઈએ ટીનાને પૂછ્યું હતું કે તમને અનિલ સાથે લગ્ન કરવા છે.

આ પછી મુકેશની વાત સાંભળ્યા પછી લાગ્યું કે ભાઈ મારા લગ્નના પ્લાન કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે અનિલ અંબાણીએ ટીના સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તે પહેલાં તેણે લગ્નની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી.આખરે બને એકબીજા સાથે જોડાઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *