જુહી ચાવલા ફિલ્મોથી દુર રહીને કરે છે આવું કામ અને દર મહીને કમાય છે લખો રૂપિયા, ફોટા જોઇને તમેં પણ ખુશ થઇ જશો………

Boliwood

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે એક સમયે સારી એવી લોકપ્રિયતા ધરાવતા હતા.આટલું જ નહિ પરંતુ તે ફિલ્મી પડદે વધારે ધમાલ મચાવી રહ્યા હતા.આવી સ્થિતિમાં જો કેટલીક અભિનેત્રીઓની વાત કરવામાં આવે તો અમુક અભિનેત્રીઓ લગ્ન પછી હમેશા માટે ફિલ્મોથી દૂર રહેલી જોવા મળી છે.આવી એક અભિનેત્રી જુહી ચાવલા પણ છે જે છેલ્લા ઘણા સમયથી મોટા પડદાથી દૂર જોવા મળી છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી જુહી ચાવલાએ ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.પરંતુ હાલમાં તે ફિલ્મોમાં સક્રિય જોવા મળતી નથી.પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે.જેથી આજે પણ તેમની લોકપ્રિયતા પહેલા જેવી રહી છે.તમને જણાવી દઈએ કે તે ફિલ્મો કરતા હવે સફળ બિઝનેસ મહિલા સાથે ખેતી શરૂ કરી દીધી છે.

આ દરમિયાન હવે જુહી ચાવલાએ સોશિયલ મીડિયા પર પોતાની નવી ઓફિસની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે.તમને જણાવી દઈએ કે તેની નવી ઓફિસ એટલી સુંદર છે કે ચાહકોને પણ તે ખૂબ પસંદ કરી રહ્યા છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે જુહીની ઓફિસ તેમના ફાર્મહાઉસમાં છે.જ્યાં કોઈ પણ પ્રકારની વધારે સુવિધાઓ સજ્જ કરવામાં આવી નથી.

આ ઓફીસ તેમના ફાર્મહાઉસમાં બનાવી છે જ્યાં ઉપર ખુલ્લું આકાશ છે અને આજુબાજુ ઝાડની છાયા છે.જુહીએ આ નવી ઓફિસના બે ફોટા શેર કર્યા છે.એક તસવીરમાં તે કેરીના બાગમાં ખુરશી પર બેઠી છે.તેમની સામે એક ટેબલ છે,જેના પર તે લેપટોપમાં કામ કરી રહી છે અને ફોટામાં હસતી જોવા મળી રહી છે.

જયારે એવું પણ જોવા મળ્યું છે કે તેમના ટેબલ પર ઘણી બધી કેરીઓ એકત્રિત કરીને મૂકી હોય.બીજી તસવીરમાં જુહી ચાવલા ઝાડ નીચે ખુરશી પર બેઠી છે અને તે તેની ટીમ અને સ્ટાફના સભ્યો સાથે વાત કરતી જોવા મળી રહી છે.આ તસવીરો શેર કરતી વખતે જુહી ચાવલાએ કેપ્શનમાં લખ્યું હતું કે તેણે વાડા ફાર્મ ખાતે પોતાની નવી ઓફિસ ખોલી છે.

ખાસ કરીને આ ઓફિસમાં કોઈ પણ એસી નથી,પરંતુ ચારેબાજુ હરિયાળી રહેલી છે.એવું કહેવામાં આવે છે કે જુહી ફિલ્મોથી દૂર રહીને હવે ખેતી કરી રહી છે.તમને જણાવી દઈએ કે જુહી પાસે મુંબઈની બહાર માંડવા અને વાડા વિસ્તારમાં બે ફાર્મહાઉસ છે.જુહી તે ફાર્મહાઉસની જમીનોનો ઉપયોગ સજીવ ખેતી માટે કરે છે.

આ ખેતરો તેના પિતાએ લગભગ 20 વર્ષ પહેલાં ખરીદ્યા હતા,જે હવે પોતે ખેતી કરાવી રહી છે.ગત વર્ષે લોકડાઉન સમયે જૂહીએ તેના ફાર્મહાઉસમાં વધુ અને વધુ સમય પસાર કર્યો હતો.અને ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી હતી.જુહીએ તેના ખેતરમાં બટાટા,ટામેટા,મેથી,કોથામિર જેવી શાકભાજીની જૈવિક જાતો ઉગાડી છે.

આ ઉપરાંત તેમના ફાર્મ હાઉસમાં ફળોના બગીચા પણ છે.લોકડાઉન સમયે જૂહીએ પોતાના ફાર્મહાઉસના જમીન વિહોણા ખેડુતોબે ખેતી માટે ખોલ્યા હતા.જેથી તે ખેડૂતો પોતે પોતાની આજીવિકા મેળવી શકે.જુહીના ફાર્મહાઉસની વાત કરવામાં આવે તો તે ઘણું વિશાળ અને સુંદર પણ છે,જયારે ચારેબાજુ હરિયાળી પથરાયેલી છે.હાલમાં જુહીએ પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી રહી છે.

જૂહી ચાવલા આ દિવસોમાં તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર તેની ખેતીની તસવીરો શેર કરતી રહે છે.જુહી ક્યારેક મેથીના દાણાને જમીનમાં વાવે છે અને ક્યારેક ટામેટાની ખેતી કરતા જોવા મળે છે.જુહીની દેશી શૈલી પણ તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી છે.તે હવે શાંતિ સાથે જીવન પસાર કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *