જે માંએ જીવનના બધા દુખો સહન કરીને બે જવાન દીકરાઓને મોટા કર્યા તે દીકરાઓએ માતા સાથે કર્યું એવું કે………

Uncategorized

દરેક વ્યક્તિ પોતાનું જીવન જીવવા અને પરિવારનું ભારણ પોષણ કરવા માટે શક્ય તેમ રાત દિવસ મહેનત કરતો રહે છે.એવું કહેવામાં આવે છે કે ઘણા એવા પણ લોકો છે જે ઓછી મહેનતે વધારે સારી કમાણી કરતા હોય છે,પરંતુ ઘણા એવા પણ લોકો હોય છે જે વધારે મહેનત તો કરે છે,પણ વધારે કમાણી કરી શકતા નથી,એટલે કે એક સમયનું જમવાનું પણ ઘણું મુશ્કેલથી મેળવી શકે છે.

આજે આવો જ એક કિસ્સો રાજ્યના એક શહેરમાંથી સામે આવ્યો છે.જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે એક મહિલા રોડ ઉપર બેસીને ફળ વેચે છે.જેમની ઉમર પણ ઘણી વધારે છે.આ ફળ વેચીને પોતે આવક મેળવે છે.અને પોતાની જીવન જીવે છે.જયારે તેમના પરિવારમાં તેમના બે દીકરાઓ પણ છે જે બંને દીકરાઓ લગ્ન જીવન પણ જીવી રહ્યા છે.

પરંતુ હાલમાં આ બંને દિકરાઓ પોતાની માતાને સાથે રાખતા નથી.જેથી આ વૃદ્ધ મહિલા એકલી રહે છે,પરંતુ તેમના સગા પુત્રો તેમની કોઈ પણ સંભાળ રાખતા નથી.આ મહિલા એવું જણાવી રહી છે કે જયારે તેમના હાલમાં પતિ નથી,જયારે પોતે જવાન હતી ત્યારે બંને દીકરાઓને સારી રીતે ભણાવ્યા અને મોટા કર્યા હતા.

તેમને જીવનમાં કોઈ પણ દુખ આવવા દીધું નથી,જે હાલમાં લગ્ન જીવનમાં પણ સુખીથી રહે છે.પરંતુ તે માતાને આ ઉમરે એકલી મૂકી દીધી છે.જેથી આ મહિલા આખો દિવસ રોડ પર બેસીને ફળનું વેચાણ કરીને આખરે 100 રૂપિયાથી વધારે કમાણી કરી શકતી નથી.જયારે ઘણા દિવસો એવા પણ આવે છે કે ફળનું વેચાણ પણ થતું નથી,જેથી તેમને એક સમયનું જમવા માટે પણ ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે.

જયારે પોતાની પાસે પૂરતા પૈસા હોતા નથી ત્યારે તે નવા ફાળો પણ લાવી શકતા નથી,અને વેચાણ પણ કરીશકતા નથી,અંતે અમુક સમયે ભૂખ્યા રહીને રાત પસાર કરવી પડતી હોય છે.ઘણીવાર તો પોતાની પાસે રહેલા આ ફળ જ ખાઈને દિવસ પસાર કરવો પડે છે.તમને જણાવી દઈએ કે આ મહિલા છેલ્લા ત્રણ વર્ષથી આવી રીતે રોડ ઉપર ફળ વેચીને પોતાનું જીવન પસાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *