જો ખરાબ સમય નથી છોડી રહ્યો સાથ તો કરો આ ઉપાય,દુર થઇ જશે જીવનની બધી મુસીબતો…….

Astrology

દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચડાવ આવતા રહે છે.આવી સ્થિતિમાં ઘણીવાર સુખ હોય છે તો ઘણીવાર અનેક દુઃખનો સામનો કરવો પડતો હોય છે.અને આ દરેક વ્યક્તિના જીવન સાથે સુખ દુઃખનું ચક્ર જોડાયેલું છે.જયારે જીવનમાં સુખ આવે છે ત્યારે ચારેબાજુથી સારી બાબતો સાથે અનેક સુખની પ્રાપ્તિ થતી રહે છે.આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ ઘણી મજબુત જોવા મળે છે.

પરંતુ કેટલીકવાર જીવનમાં મુશ્કેલીઓ શરૂ થાય છે.તો દરેક કામમાં વધારે મહેનત કરવા છતાં તેમાં સફળતા પ્રાપ્ત થતી નથી.હમેશા જીવનમાં કોઈને કોઈ અવરોધો આવતા રહે છે.એવું માનવામાં આવે છે જે વ્યક્તિ પહેલા સુખ પ્રાપ્ત કરે છે તો પછીથી દુઃખનો સામનો જરૂર કરવો પડતો હોય છે.જે આવું દરેક વ્યક્તિ સાથે જોડાયેલું જોવા મળે છે.

સમગ્ર માનવ જીવન અનેક સમસ્યાઓથી ગેરાયેલી રહે છે.દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ ન આવે અને ખરાબ સમય ન આવે,પરંતુ આ શક્ય નથી.માણસે પોતાનો સારો સમય જાળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે,પરંતુ એક સમય એવો આવે છે કે ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે.

માટે જીવનમાં સારા અને ખરાબ બંને પ્રકારનો સમય આવતો રહે છે.પરંતુ ઘણીવાર એવું લાગી રહ્યું છે કે ખરાબ સમય પીછો છોડવાનું નામ લેતો નથી.તો આવા સમયે કેટલાક ઉપાયો ચોક્કસ રીતે કરવા જોઈએ.જો શાસ્ત્રોમાં જણાવેલ કેટલાક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં ઘણા તેના સારા લાભ મળી શકે છે.આજે તમને આવા કેટલાક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ,જે તમને ખરાબ સમયથી બહાર કાઢવામાં મદદ કરશે….

સૂર્યની ઉપાસના કરો –

ધાર્મિક શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે સૂર્ય ભગવાન પ્રત્યક્ષ દેવ છે.આવી સ્થિતિમાં જો સૂર્ય ભગવાનની ઉપાસના કરવામાં આવે તો મનુષ્યના જીવનમાં આવતો ખરાબ સમય હમેશા માટે દૂર થવા લાગે છે.જો તમે પણ તમારા જીવનની અનેક મુશ્કેલીઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે સૂર્યની ઉપાસના ચોક્કસ રીતે કરવી જોઈએ.આ માટે તમારે નિયમિતપણે સૂર્યદેવને અર્ઘ્ય ચડાવવું જોઈએ.ખાસ કરીને રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે માટે આ દિવસ તેમની પૂજા માટે યોગ્ય માનવામાં આવ્યો છે.

હનુમાનજીની પૂજા કરવી –

આજના સમયમાં મોટાભાગે લોકોના જીવનમાં વધારે જો કોઈ સમસ્યા હોય તો તે પૈસાની હોય છે.આવી સ્થિતિમાં વ્યક્તિ પૈસા સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે અનેક ઉપાયો કરતો રહે છે.પરંતુ બધા લોકોને તેનો ચોક્કસ લાભ મળી શકતો નથી.જો તમે પણ તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત કરવા માંગો છો તો તમારે રાત્રે ભગવાન હનુમાનની પૂજા કરવી.પરંતુ ધ્યાનમાં રહે કે ભગવાન હનુમાનની પૂજા દરમિયાન સ્વચ્છતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે તમે હનુમાનજીની ઉપાસના કરો છો તે સમય દરમ્યાન મન અને શરીરથી શુદ્ધ રહેવું જરૂરી છે.આ ઉપરાંત મંગળવાર અને શનિવારે હનુમાન પૂજા-ચાલીસા માટે યોગ્ય માનવામાં આવે છે.

બરગતના પાન ખરાબ સમય દૂર કરશે –

એવું કહેવામાં આવે છે કે બરગતના પાન વ્યક્તિના જીવનમાં ચાલતા ખરાબ સમયને દૂર કરવા માટે મદદ કરી શકે છે.આ માટે તમારે પુષ્ય નક્ષત્રના દિવસે તમારે બરગતના પાન લેવા જોઈએ અને તેના પર હળદરથી સ્વસ્તિકનું પ્રતીક બનાવવું જોઈએ.તે પછી તે પાન ઘરના પૂજા સ્થળ પર મૂકો.આ ઉપાય કરવાથી તમારો ખરાબ સમય દૂર થવા લાગશે.આ ઉપરાંત તમને ટૂંક સમયમાં ઘણા લાભ પણ મળવા લાગશે.

શુક્રવારે વ્રત રાખો –

તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી ધનની દેવી માનવામાં આવે છે.અને માતા લક્ષ્મીને શુક્રવારનો દિવસ સમર્પિત થયેલો છે.આ દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પ્રાર્થના અને ઉપવાસ કરવામાં આવે તો ઘણા લાભ થઇ શકે છે.આવી સ્થિતિમાં જો તમે તમારી આર્થિક મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માંગો છો તો શુક્રવારે વ્રત રાખો અને શ્રી કનક ધારા સ્રોત વાંચો.આ ઉપાય કરવાથી જીવનનો ખરાબ સમય હમેંશા માટે દૂર થશે.અને આર્થિક મુશ્કેલીઓ પણ સમાપ્ત થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *