જો તમને પણ વારવાર લાગે છે તરસ તો સમજી લેવું કે તમને હોય શકે છે આ બીમારી…………….

Health

દરેક વ્યક્તિ જાણે છે કે પાણીવગર જીવન શક્ય નથી.આપણા શરીરનો મોટાભાગનો હિસ્સો પાણીના સાથે કાર્ય કરે છે.જયારે પાણીનો અભાવ થાય છે ત્યારે શરીરમાં અનેક બીમારીઓ ઉભી થતી હોય છે.એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ ખોરાક વગર અમુક સમય ભૂખ્યો રહી શકે છે,પરંતુ પાણી વગર તે વધારે સમય ટકી શકતો નથી.પરંતુ તમને જણાવી દઈએ કે પાણી જેટલું ઉપયોગી છે તેવી જ રીતે તે જોખમની ઘંટડી પણ સાબિત થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે વારંવાર અને વધુ પાણી પીવાનું થઇ રહ્યું છે તો તે એક ગંભીર બીમારીના સંકેતો દર્શાવે છે.નિષ્ણાતો અનુશાર એવું કહેવામાં આવે છે કે દરરોજ લગભગ 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ.મતલબ કે આનાથી ઓછુ પણ પાણીનું સેવન થઇ શકે છે,તેનાથી કોઈ જોખમ ઉભું થતું નથી.પરંતુ વધુમાં વધુ એક વ્યક્તિ ૩ લીટર પાણી પી શકે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગરમીના સમયે અને વધારે કામ કરતી વખતે દરેક વ્યક્તિ સામાન્ય દિવસ કરતા પાણીનું વધારે સેવન કરે છે.પરંતુ સામાન્ય સ્થિતિમાં પણ વારંવાર તરસ લાગવી અથવા વારંવાર પાણીમાં આવી રહ્યું છે તો તે તે એક રોગ તરફ દોરી શકે છે.આ અનેક રોગની નિશાની પણ માનવામાં આવી રહ્યું છે.જો તમને પણ વારંવાર જરૂર કરતા વધારે પાણી પીવાનું થઇ રહ્યું છે તો આ રોગોના લક્ષણો હોઈ શકે છે.તો જાણો આ રોગના લક્ષણો વિષે…

પોલિડિપ્સિયા એટલે વધુ પડતી તરસ –

તમને જણાવી દઈએ કે વારંવાર તરસ લાગી રહી છે તો તેને તબીબી ભાષામાં પોલિડિપ્સિયા કહેવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે આ સ્થિતિમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતા વધારે પાણીનું સેવન કરે છે.જયારે તબીબી અનુશાર એવું કહેવાય છે કે આવું કરવાનું કારણ શરીરમાં સોડિયમની ઉણપ હોઈ તેવું સૂચવે છે.આ સમયે ઊબકા અથવા ઊલટી જેવા લક્ષણો પણ જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ વધુ પાણી પીવાથી તમારે સામાન્ય કરતાં ઘણીવાર પેશાબ કરવો પડતો હોય છે.

નિર્જલીકરણ પણ એક કારણ છે –

એવું કહેવામાં આવે છે કે જયારે જરૂર કરતા ઓછુ પાણી શરીરમાં રહે છે ત્યારે જે સ્થિતિ જોવા મળે છે તેને સામાન્ય રીતે ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. હાઇડ્રેશનનું કારણ ફૂડ પોઇઝનિંગ,હીટવેવ, ઝાડા,ચેપ,તાવ અથવા બર્નિંગ હોઈ શકે છે.જ્યારે તમે નિર્જલીકૃત થાવ છો ત્યારે તમારું મોં શુષ્ક અને થાકયુક્ત થઈ જાય છે.આ રોગને દૂર કરવા માટે યોગ્ય માત્રામાં પાણી લેવાનું અને જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સના વપરાશનો શામેલ કરવો.

ડાયાબિટીઝ પણ થઈ શકે છે –

તમને જણાવી દઈએ કે વારંવાર તમને તરસ લાગી રહી છે અને જરૂર કરતા વધારે પાણીનું સેવન થઇ રહ્યું છે તો તે ડાયાબિટીઝનું લક્ષણ પણ માનવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીઝ હોય છે ત્યારે તેના લોહીમાં ખાંડનું સ્તર વધે છે.આને કારણે કિડની તેની ક્ષમતા અનુસાર ફરીથી અને ફરીથી પેશાબ સાથે વધારાની ખાંડને બહાર કાઢે છે.આના કારણે તમને વારંવાર પેશાબ થાય છે.આટલું જ નહિ પરંતુ આનાથી શરીરમાં પાણીની ઉણપ ઉભી થવા લાગે છે જેથી તમને વારંવાર તરસનો સામનો કરવો પડતો હોય છે.

આ રીતે વારંવાર તરસની સમસ્યા દૂર કરો –

– જો તમને પણ અવારનવાર તરસ અને અતિશય પાણી પીવાની સમસ્યા સાથે જજુમી રહ્યા છો તો તમારે આ સરળ ઉપાયો કરવા જોઈએ.જેમ કે તમને વધારે તરસ લાગી રહી છે તો તમે થોડું પાણી પી શકો છો.જ્યારે તમને તરસ લાગે છે ત્યારે એક સાથે વધારે પાણીનું સેવન ન કરો.પરંતું થોડું થોડું પાણી પીવાનું ચાલુ રાખો.આ તમને વધારે પાણી પીવામાં પણ બચાવ કરશે.પાણી પીવાનું ખાસ કરીને કે ચોક્કસ રૂટીન પણ તૈયાર કરો.

– જો તમને વારંવાર તરસ લાગી રહી છે તો તમારે મધ અને આમળાના પાવડરનું મિશ્રણ કરીને સેવન કરવું.એવું કહેવામાં આવે છે કે આ તરસની સમસ્યાથી છૂટકારો અપાવે છે.જયારે શક્ય હોય તો પલાળીને વરિયાળી ખાવામાં આવે તો પણ ફાયદો થાય છે.જો તરસ લાગવાની સ્થિતિમાં જરૂર કરતા વધારો જોવા મળી રહ્યો છે તો પછી તમારે તબીબી સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *