જો તમારા ઘરમાં આવે છે ઉંદર,માખી અને ગરોળી તો આજે જ કરો ઘરે આ ઉપાય……..

Uncategorized

પ્રાચીન સમયથી લોકો ઘણાખરા ઘરેલું ઉપાય કરતા આવ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આપણા સ્વાસ્થ્યથી લઈને બીજા અન્ય કામ માટે પણ ઘરેલું ઉપાય થતા રહે છે.જેમ કે સારું સ્વાસ્થ્ય રાખવા માટે કેટલાક ઘરેલું ઉપાયો કરવામાં આવે છે.આવી જ રીતે જયારે ઘરમાં કેટલાક જીવજતુનો વધારો થાય છે ત્યારે પણ ઘરેલું ઉપાય કરીને તેમના ઘટાડો કરવામાં આવતો હોય છે.

આવી સ્થિતિમાં જો તમારે ઘરે મચ્છર,ગરોળી અને વંદા જેવી અનેક જીવતો વધારે પડતી જોવા મળી રહે છે તો તમારે પણ કેટલાક ઘરેલું ઉપાયો ચોક્કસ રીતે કરવા,જેથી આવી જીવાત હમેશા માટે ઘરથી દૂર રહે.આજે તમને આવા જ કેટલાક અસરકારક ઉપાયો જણાવી રહ્યા છીએ.જે ઘરમાં માખી,ગરોળીને હમેશા માટે ઘરની બહાર રાખવામાં મદદ કરશે…

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘરનાં ખૂણામાં અને ખાસ કરીને રસોડા ઉપરાંત સ્ટોર રૂમમાં વંદા વધારે જોવા મળતા હોય છે.જેના લીધે આપણને વારંવાર અનેક પરેશાની ઉભી થતી હોય છે.આ ઉપોરાંત ઘણીવાર અચનાક ઘરમાં વધારે માખીઓ પણ જોવા મળતી હોય છે.તમને જણાવી દઈએ કે ઘરમાં જો વધારે માખી જોવા મળી રહી છે તો તે ચોક્કસ રીતે દૂર કરવી જરૂરી છે,નહિ તે ઘર્મમાં બીમારી ફેલાવે છે.

આ ઉપરાંત મોટી સમસ્યા ઉંદર પણ જોવા મળતા હોય છે,જે ઘરની ઘણી વસ્તુઓને નુકશાન પણ કરતા હોય છે.જો આવી કોઈ પણ બાબત ઘરમાં થઇ રહી છે તો તેની જલ્દી દૂર કરવાની કોશિસ કરવી જોઈએ.જેમાં જો વંદાને ઘરેથી ભગાડવા માંગો છો તો તમારે લસણ અને ડુંગળી,તે સાથે મરીને વાટીને તેની પેસ્ટ તૈયાર કરવી.

તમે જે પેસ્ટ બનાવી છે તેમાં થોડુંક પાણી ઉમેરીને એક પ્રવાહી જેવું બનાવો.હવે આ પ્રવાહી વધારે વંદા જ્યાં જોવા મળે છે ત્યાં છાંટી દો.તમને જણાવી દઈએ કે જો આ ઉપાય સતત ચાર પાંચ દિવસ કરતા રહેશો તો ઘરમાંથી વંદા હમેશા માટે દૂર થતા જોવા મળશે.આવી જ રીતે જો ઘરમાં વધારે ઉંદર જોવા મળી રહ્યા છે તો પીપરમિંટનાં ટુકડાને ઘરના દરેક ખૂણામાં મુકવા.

આ કરવાથી ઉંદર ઘરમાં આવતા બંધ થઇ જાય છે.પરંતુ આ ઉપાય સતત અમુક દિવસ સુધી કરતા રહો જેથી ચોક્કસ રીતે ઘરમાંથી ઉંદર ભાગી જાય.આવી જ રીતે જયારે ઘરમાં માખીઓ વધારે જોવા મળી રહી છે તો સૌ પ્રથમ ઘરના દરવાજા બંધ કરી દો.આ પછી કોઈ સ્ટ્રોંગ ગંધવાળા તેલમા રૂ પરોવીને દરવાજા પાસે મુકી દો.આ સ્ટ્રોંગ ગંધથી માખી ઘરમાંથી ભાગવા લાગશે.

જયારે ઘરમાં વધારે ગરોળી જોવા મળી રહી છે તો તેને પણ ચોક્કસ રીતે દૂર કરી શકાય છે.આ માટે તમારે મોરનાં પીંછાને દિવાલ પર લગાવી દો.આ મોરપીંછને જોઇને ગરોળી હમેશા ઘરની બહાર રહેતી જોવા મળશે.આ ઉપાયો સતત કરવાથી આ દરેક સમસ્યાથી છુટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *