જો તમે પણ આ બીમારીઓથી પીડાઈ રહ્યા છો તો રોજ સવારે ખાઈ લો 4-5 ખજુર દુર થઇ જશે બધી સમસ્યાઓ……

Health

સામાન્ય રીતે બારેમાસ લોકો ડ્રાયફ્રૂટ્સ ખાવાનું પસંદ કરતા હોય છે તેમાં પણ જો શિયાળાની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો પોતાના ઘરમાં ડ્રાયફ્રુટ રાખતા હોય છે અને શિયાળાની ઋતુમાં તેનું સેવન કરી પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખતા હોય છે.આવી સ્થિતિમાં જો ખજુરની વાત કરવામાં આવે તો તે સ્વાદમાં મીઠી અને ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતી છે.

સામાન્ય રીતે ખજૂર ફળ અને સુકા મેવા તરીકે ઉપયોગમાં આવે છે.તમને જણાવી દઈએ કે હાલમાં બજારમાં જોવામાં આવે તો ખજૂરની ઘણી જાતિ મળી આવે છે.તેના કારણે તેના ભાવમાં પણ ફેરફાર જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે ખજૂર ખાવાથી શરીરને ઊર્જા અને શક્તિ મળે છે.જયારે તે ઘણા અન્ય લાભ પણ આપે છે.આવી સ્થિતિમાં આજે તમને ખજૂરના કેટલાક લાભ જણાવી રહ્યા છીએ….

– એવું કહેવામાં આવે છે કે જે લોકોને પેટની ઘણી સમસ્યા જોવા મળે છે,ખાસ કરીને કબજિયાતની સમસ્યામાં વધારો જોવા મળે છે તેમના માટે ખજૂરનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.તમારે રોજે સવારે ઉઠીને ખાલી પેટ ચારથી પાંચ ખજૂર ખાવી જોઈએ.એવું કહેવામાં આવે છે કે આના સેવનથી પેટની સમસ્યા દૂર થાય છે.

– ખજૂરમાં પોટેશિયમ હોય છે.તેને ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.જેનાથી સ્ટ્રોક,કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.જે લોકોને સાંધાનો દુખાવો રહે છે તેને દૂધની સાથે ખજૂરનું સેવન કરી શકે છે.જે ઘણો લાભ આપશે.

– તમને જણાવી દઈએ કે શરીરમાં લોહીની વધારે ઉણપ જોવા મળી રહી છે તો તમારે સતત 21 દિવસ સુધી સવારે 5 ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે આનું સેવન કરવાથી લોહીમાં આયરનની ઉણપ દૂર થવા લાગે છે અને હિમોગ્લોબીન વધવામાં મદદ કરે છે.અને લોહીને ઉણપ પણ દૂર થાય છે.

– તમને જણાવી દઈએ કે બાળકોના વિકાસમાં કોઈ અવરોધ જોવા મળી રહ્યો છે તો તમારા બાળકમાં વિકાસ માટે ખજુર ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.આ માટે તમારે રોજે 10 ગ્રામ ભાતના પાણીમાં ખજૂર પીસીને ખાવા માટે આપો.એવું કહેવાય છે કે આ કરવાથી બાળક જલ્દીથી સ્વાસ્થ્ય અને હૃષ્ટ પુષ્ટ થાય છે.

– આજના સમયમાં ઘણા એવા પણ લોકો છે જે હમેશા યોગ્ય વજન વધારે તેના પર ધ્યાન આપતા હોય છે.પરંતુ વજન વધતો નથી.આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે જો તમે પણ વજન વધારવા માંગો છો તો તમારે રોજ ચારથી પાંચ ખજૂરનું સેવન કરવું જોઈએ.આ કરવાથી શરીરમાં જરૂરી પોષક તત્વો મળી આવે છે.

– તમને જણાવી દઈએ કે તમે થોડું કામ કરીને પણ થાકી જાઓ છો અથવા તમને વધારેને વધારે આળસ આવતી જોવા મળી રહી છે તો તમારે ખજૂરનું સેવન કરવું જોઈએ.કારણ કે તેમાં રહેલા વિટામિન્સ એ અને સી સહીત અન્ય પોષક તત્વ શરીરની ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે.માટે તમે આનું સેવન કરી શકો છો.

-શરીરમાં હાડકા મજબુત હોવા ખુબ જરૂરી છે,અને જો તમે પણ હાડકા મજબુત કરવા માંગો છો તો તમારે ખજૂરનું યોગ્ય સેવન કરવું જોઈએ.એવું કહેવામાં આવે છે કે ખજૂરને દૂધની સાથે ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.અને જલ્દી હાડકા પણ મજબૂત બને છે.

– ખજૂરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે.તેનાથી આંખની સમસ્યા થતી નથી.માટે તમે પણ આનું યોગ્ય સેવન કરી શકો છો,ખાસ કરીને જેમની આખો નાની ઉમરમાં જ નબળી પડી છે તેમને ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.

– ખજૂરમાં પોટેન્શિયમ અને થોડી માત્રામાં સોડિયમ પણ હોય છે.આ શરીરના તંત્રિકા તંત્રને ઠીક કરવામાં મદદ કરે છે.આ ઉપરાંત ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *