જો તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો આ 4માંથી કોઈ એક કામ કરો,દુર થઇ જશે તમારા જીવનની બધી મુસીબતો……..

Uncategorized

હિન્દુ ધર્મમાં દરેક દેવી-દેવતાઓની પૂજા માટે ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે.જે આધારે દરેક વ્યક્તિ તેમની પૂજા પાઠ કરતો રહે છે.વ્યક્તિ હમેશા દેવી દેવતાઓની સામે જીવનમાં સુખની પ્રાપ્તિ થાય તેવી પ્રાથના કરે છે.આવી જ રીતે જો માતા લક્ષ્મીની વાત કરવામાં આવે તો તેમને ધનની દેવી કહેવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે.આ દિવસ ખાસ કરીને માતા લક્ષ્મીને સમર્પિત થયેલો છે.જયારે ઘણા લોકો આ ખાસ દિવસે કેટલાક ઉપાયો પણ કરતા હોય છે.આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પૈસાની તંગી કોઈ દિવસ ઉભી થતી નથી.

એવું કહેવામાં આવે છે કે ખાસ કરીને જેમને ઘરે આર્થિક તકલીફ હોય તેમણે કેટલાક ઉપાય કરવા જોઈએ.આ ઉપાય કર્વવાથી ઘણા પૈસાના લાભ મળે છે.પૈસાની દ્રષ્ટિએ તમારું નસીબ ચમકવાનું શરૂ થશે.આજે તમને આવા કેટલાક ખાસ ઉપાયો જણાવવા જી રહ્યા છીએ,જે તમને ઘણા લાભ આપશે સાથે સાથે તમારું ભાગ્ય પણ વધારે મજબુત કરશે,તો જાણો આ ઉપાયો વિશે..

– એવું કહેવામાં આવે છે કે લાલ અને સફેદ બંને રંગ માતા લક્ષ્મીને વધારે પ્રિય છે.તેથી તમારે ખાસ કરીને શુક્રવારે કોઈ એક રંગના વસ્ત્રો પહેરીને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.આ ઉપરાંત શુક્રવારે રાત્રે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો જોઈએ.પરંતુ ધ્યાનમાં રહે કે આ દીવોમાં એક ચપટી કેસર ઉમેરવાનું ભૂલશો નહીં..આ પછી એક દીવો તુલસીની સામે પણ પ્રગટાવો.આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે અને જીવનમાં કોઈ દિવસ પૈસાની કમી ઉભી થતી નથી.

– તમને જણાવી દઈએ કે ગણેશની પૂજા ખાસ કરીને માતા લક્ષ્મીની સાથે સાથે કરવામાં આવે છે માટે તમારે આ ઉપાયમાં શુક્રવારે લક્ષ્મી અને ગણેશ બંનેની પૂજા કરવી જોઈએ.લક્ષ્મી દેવીની ઉપાસનાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે જ્યારે ગણેશની પૂજા કરવાથી જીવનમાંથી ખરાબ સમય હમેશા માટે દૂર થાય છે.તમને જણાવી દઈએ કે ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા દરમિયાન ચોક્કસપણે નાળિયેરનો ઉપયોગ કરવો.પૂજા પુરી થયા પછી આ નાળિયેરને ઘરની તિજોરીમાં રાખો.આ પછી તે નાળિયેર રાત્રે ફરી ગણેશ મંદિરમાં રાખો.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પૈસાની સમસ્યા હમેશા માટે દૂર થાય છે.

– શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ.આ ઉપાયમાં તમારે આ દિવસે દક્ષિણ તરફ શંખમાં પાણી ભરી વિષ્ણુ ભગવાનનો અભિષેક કરવો.અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી.આવું કરવાથી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થશે.અને જીવનમાં આવતા કેટલાક અવરોધો પણ હમેશા માટે દૂર થવા લાગશે.અને તમને તેનું ચોક્કસ ફળ પણ પ્રાપ્ત થશે.

– આ ઉપાયમાં તમારે શુક્રવારે તમારા હાથમાં પાંચ ફૂલો લેવા.આ પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે તેમને તમારી પૈસા સંબંધિત સમસ્યાની જાણ કરવી.હવે બંને હાથ જોડીને માતા લક્ષ્મીને નમન કરો.અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે પ્રાથના કરો.આ પછી આ લાલ ફૂલોને ઘરની તિજોરી અથવા કબાટમાં રાખો.એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી પૈસા ઘરમાં આવતા રહે છે.અને હમેશા તિજોરી પૈસાથી ભરેલી રહે છે.માટે તમારે પણ આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *