જ્યારે છોકરીએ રજનીકાંતને ભિખારી સમજીને આપી હતી ભીખ, તે પછી જે બન્યું તે તેના હોશ ઉડાડશે

Uncategorized

હિન્દી ફિલ્મોમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાના અંગત જીવન અને વૈભવી જીવનશૈલી માટે વધારે જાણીતા રહ્યા છે અને અનેક લોકપ્રિયતા મેળવતા આવ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે બોલીવૂડ સ્ટાર્સ ઉપરાંત સાઉથના પણ કેટલાક એવા સ્ટાર્સ છે જે પોતાના અભિનયના દમ પર આજે સુપરસ્ટાર તરીકે પોતાની ઓળખ ધરાવે છે.

આવી સ્થિતિમાં જો સાઉથના જાણીતા અભિનેતા રજનીકાંતની વાત કરવામાં આવે તો તે સાઉથના સુપરસ્ટાર જ નહિ પરંતુ સાઉથના ભગવાન તરીકે પણ આજે પૂજાઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે અભિનેતા રજનીકાંત હાલમાં આશરે 67 વર્ષની ઉમર ધરાવે છે.જયારે આજે પણ તેમના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો ચર્ચામાં આવતી જોવા મળતી હોય છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આ એક એવા અભિનેતા છે જે સાઉથ જ નહિ પરંતુ આખા વિશ્વમાં એક અલગ ઓળખ ધરાવે છે.પરંતુ આજે તમને તેમના સાથે બનેલી એક ઘટના અંગે જણાવી રહ્યા છીએ,જે તમે પણ નઈ જાણતા હોય.અને આ સમગ્ર બાબત જાણીને તમને પણ થોડો આશ્ચર્ય જરૂર થશે.કારણ કે એક મહિલાએ તેમને ભિક્ષુક સમજી એકવાર ભિક્ષા તરીકે 10 રૂપિયા આપ્યા હતા.

ભલે તે સમયે એક મહિલાએ તેમને ભિખારી સમજ્યા હશે,પરંતુ આજે આ જ પ્રખ્યાત રજનીકાંતને આખી દુનિયામાં ભગવાનની જેમ પૂજા કરે છે.અને માન આપે છે.એવું કહેવામાં આવે છે કે આશરે 10 વર્ષ પહેલાં રજનીકાંતને ભિક્ષુક ગણીને એક મહિલાએ 10 રૂપિયા ભિક્ષા તરીકે આપ્યા હતા.આ ઘટના તે સમયની છે જ્યારે રજનીકાંતની ફિલ્મ શિવાજી વર્ષ 2007 માં રિલીઝ થઈ હતી.

તેમની આ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી હતી.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મની સફળતા પછી તેઓ ભગવો ધારણ કરીને ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં ગયા હતા.આ સમયે રજનીકાંત તેમના આ સરળ કપડાંમાં મંદિરની સીડી પર બેઠા હતા.આ સમયે કે મહિલાની નજર તેમના પર પડી ત્યારે તે મહિલા કોઈ ભિખારી સમજી દાનમાં 10 રૂપિયાની આપતી ગઈ હતી.

પરંતુ આ મહિલાએ જે પ્રેમ ભાવથી પૈસા આપ્યા હતા.તે પોતે ચુપચાપ રાખી લીધા હતા.પરંતુ પોતાની સચ્ચાઈ તે મહિલાને જણાવી ન હતી.જયારે રજનીકાંતે મહિલાએ આપેલી 10 રૂપિયાની નોટ પોતાના પર્સમાં રાખી અને તેમના પર્સમાંથી બીજી 10 રૂપિયાની નોટ કાઢી ભગવાનના ચરણોમાં મૂકી હતી.

જયારે આવી સ્થિતિમાં તે મહિલા પણ તે સમયે જોઈ રહી હતી.અને અચનાક તેમને લાગ્યું કે આ અભિનેતા રજનીકાંત છે આવી સ્થિતિમાં તે તરત જ રજનીકાંત પાસે ગઈ અને તેની પાસે માફી માંગવા લાગી હતી.પરંતુ તે સમયે રજનીકાંતે મહિલાને એવું જણાવ્યું કે તમે આપેલા દસ રૂપિયા મારા માટે આશીર્વાદ છે.આ સમગ્ર ઘટના પછી તે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવ્યા હતા.અને આજે પણ ચર્ચામાં આવતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *