ઝુપડીમાં રહેતા ભિખારીની થઇ ગઈ મોત તો પોલીસ તપાસમાં નીકળ્યા એટલા પૈસા કે જાણીને ઉડી જશે હોશ

India

શુક્રવારે મુંબઇના ગોવંડી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનની ટક્કરમાં એક ભિખારીનું મોત નીપજ્યું હતું. જ્યારે રેલ્વે પોલીસ (જીઆરપી) સંબંધીઓની શોધમાં ભિખારીના ઘરે પહોંચી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા.

હકીકતમાં રેલ્વે પોલીસને ઝૂંપડીમાંથી થેલીઓ અને પૈસા ભરેલી બેગ મળી આવી હતી. જેમાં સિક્કાઓ અને લગભગ બે લાખ રૂપિયાની રોકડ રકમ હતી. એટલું જ નહિ પોલીસને તેમની ગણતરી કરવામાં આઠ કલાક લાગ્યાં હતા.

આ સાથે ભિખારીના ઘરેથી એક બેંક પાસબુક પણ મળી છે. જેમાં કુલ 8 લાખ 77 હજાર રૂપિયાની રસીદ મળી છે. ભિખારીની ઓળખ બિરદીચંદ આઝાદ તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આઝાદ મુંબઇની લોકલ ટ્રેનમાં ભિખ માંગ્યા કરતો હતો.

શુક્રવારે રેલ્વે લાઇન પસાર કરતી વખતે ટ્રેનની ટક્કરમાં તેનું મોત નીપજ્યું હતું. રેલ્વે પોલીસને ભિખારી આઝાદની ઝૂંપડીમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ અને સિનિયર સિટીઝન કાર્ડ મળી આવ્યા છે. જેના પર રાજસ્થાનનું સરનામું લખેલું છે.

ભિખારીના પડોશીઓએ જણાવ્યું હતું કે અગાઉ તેનો પરિવાર પણ બિરદીચંદ આઝાદ સાથે રહેતો હતો. પરંતુ બાદમાં તેનો આખો પરિવાર ત્યાંથી ચાલ્યો ગયો અને તે એકલો રહેતો હતો.

તેણે પોતાનો ગુજારો કરવા માટે ભીખ માંગવી પડતી હતી.હાલ પોલીસે ભીખારીના ઘરેથી મળેલા પૈસા કબજે કર્યા છે અને આધારકાર્ડ પર આપેલા સરનામે તેના પરિવારના સભ્યોને શોધવા જીઆરપી રવાના થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *