ટાટા-અંબાણીથી પણ ઊંચા છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રીઓના શોખ,પોતાના હવાઈ જહાજમાં કરે છે આવા કામ…….

Boliwood

બોલીવૂડ ઉદ્યોગમાં અનેક ગ્લેમર અભિનેત્રીઓ રહેલી છે.જે હમેશા પોતાના અભિનય અને સુંદરતા માટે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ તે પોતાના વૈભવી જીવન માટે વધારે ચર્ચામાં જોવા મળતી હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે બોલીવૂડમાં સફળતા અને વૈભવી જીવન જીવવા માટે ઘણી સખત મહેનત કરવી પડતી હોય છે.બોલીવૂડમાં પણ આવી કેટલીક અભિનેત્રીઓ સામેલ છે.

આજે બોલીવૂડમાં એવી પણ અભિનેત્રીઓ છે જેમનું નામ કરોડો લોકોના દિલમાં રહેલું છે.આટલું જ નહિ પરંતુ આ અભિનેત્રીઓ કમાણીની બાબતમાં પણ ઘણી આગળ રહી છે.તેમની પાસે પૈસાની કોઈ કમી નથી.તમને જણાવી દઈએ કે કેટલીક અભિનેત્રીઓ તો પોતાના ખાનગી જેટમાં મુસાફરી કરી રહી છે.આકે તમને બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ ખાનગી જેટની માલિકી ધરાવે છે….

માધુરી દીક્ષિત –

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે પોતાના સ્મિતથી જ લાખોના દિલને પોતાના બનાવી લીધા છે.જયારે તેમના ચાહકો દુનિયાભરમાં રહેલા છે.જયારે બોલીવૂડમાં તેને ધાકલ ધક ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ અભિનેત્રીએ ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.આટલું જ નહિ પરંતુ લગ્ન જીવનમાં પણ ઘણી ખુસ છે.તમને જણાવી દઈએ કે તેની પાસે કે એક ખાનગી જેટ પણ છે,જે હમેશા તેમાં મુસાફરી કરવાનું પસંદ કરતી હોય છે.અહેવાલો મુજબ આ જેટની કીમત 38 કરોડ હોવાનું કહેવાય છે.

શિલ્પા શેટ્ટી –

શિલ્પા શેટ્ટી આજના સમયની હોટ અને ફીટ અભિનેત્રીઓમાંની એક છે.જયારે શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 માં પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા એટ.તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રા એક સફળ અને શ્રીમંત ઉદ્યોગપતિ છે.રાજ લંડન સ્થિત એક અગ્રણી ભારતીય મૂળના વેપારી છે.રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા બાદ શિલ્પા બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રી બની ગઈ છે.આજના સમયમાં સંપત્તિની બાબતે અન્ય અભિનેત્રીઓ કરતા વધારે ધનિક માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસે એક ખાનગી જેટ પણ છે.જેની કિંમત લગભગ 45 કરોડ કહેવાય છે.

પ્રિયંકા ચોપડા –

પ્રિયંકા ચોપરા બોલિવૂડની જાણીતી અને વધારે લોકપ્રિય અભિનેત્રી છે.આ અભિનેત્રીએ પોતાના અભિનયથી કરોડો લોકો પર રાજ કર્યું છે.તમને જણાવી દઈએ કે પ્રિયંકાનું નામ માત્ર બોલિવૂડમાં જ નહિ પરંતુ હવે હોલીવુડમાં પણ ઘણું જાણીતું રહ્યું છે.આ એક એવી અભિનેત્રી છે જેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ ઊંચું કર્યું છે.દરેક વ્યક્તિ જાણે છે કે પ્રિયંકાએ અમેરિકાના પ્રખ્યાત સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે.જે એક ધનિક વ્યક્તિ છે.આજે આ અભિનેત્રી પોતાના પતિ સાથે વૈભવી જીવન જીવી રહી છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસે એક કીમતી પોતાનું જેટ વિમાન પણ છે,જે આશરે 53 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.

સની લિયોન –

સની લિયોન એક એવી અભિનેત્રી છે જે દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં વધારે જાણીતી રહી છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રી બોલીવૂડમાં આવ્યા પછી પોતાની એક નવી ઓળખ બનાવી ચુકી છે.આજના સમયમાં તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.તમને જણાવી દઈએ કે સની તેના પતિ ડેનિયલ વેબર અને બાળકો સાથે ખુશહાલ જીવન જીવી રહી છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આજના સમયમાં સની પાસે 400 કરોડની સંપત્તિ છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસે દરેક સુખ સુવિધાઓ પણ છે,જેમાં એક ખાનગી જેટ પણ ધરાવે છે,જેની કિંમત 32 કરોડ રૂપિયા છે.આજના સમયની તે બોલ્ડ અભિનેત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *