ટાલ વાળા માથામાં ફરીથી વાળ ઉગાળવા માટે ઘરે કરો આ ઘરેલું ઉપાય,જાણો શું કરશો….

Health

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના કામના લીધે વધારે ભાગદોડ કરતો રહે છે.જેના લીધે તે પોતાના આહાર પર વધારે ધ્યાન આપી શકતો નથી.એવું પણ કહી શકાય છે કે આજના સમયમાં લોકો ખાવાપીવાની આદતોમાં બદલાવ કરવા લાગી ગયા છે,જેના લીધે યોગ્ય આહાર ન મળવાને લીધે શરીરમાં અનેક બીમારીઓ ઉભી થવા લાગી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો શરીરમાં જયારે જરૂરી પોષક તત્વો મળતા નથી,ત્યારે વ્યક્તિના શરીર પર અનેક બદલાવ જોવા મળે છે,જેમાં એક વધારે સમસ્યા જો કોઈ જોવા મળતી હોય તો તેમાં વાળની કહી શકાય છે.આજે મોટાભાગના લોકો પોતાના ખરતા વાળની સમસ્યાથી વધારે પરેશાન થઇ રહ્યા છે.આજે નાની ઉમરમાં પણ લોકોને માથમાં ટાલ પડવા લાગી છે.

પરંતુ તમને જણાવી દઈએ કે આ સમસ્યાથી થોડી ઘણી રાહત મળી શકે છો,જો કેટલાક ઘરેલું ઉપાયો કરવામાં આવે તો વાળની સમસ્યાથીમુક્તિ મળી શકે છે,પરંતુ આ ઉપાયો કરવા માટે જાણકારી હોવી પણ જરૂરી છે.આવી સ્થિતિમાં આજે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા સમયમાં તમારા માથા પર નવા વાળ લાવી શકે છે.

આ ઉપાયમાં તમારે મેથીનો ઉપયોગ કરવાનો રહેશે.સામાન્ય રીતે જોવામાં આવે તો મેથીનો વધારે પડતો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારે સારો કરવા માટે થાય છે.આટલું જ નહિ પરંતુ તેમાં કેટલાક ઔષધીય ગુણધર્મો પણ રહેલા છે જે સારું સ્વાથ્ય રાખવામાં મદદ કરે છે.તે રોગોની સાથે સાથે સુંદરતામાં પણ વધારો કરે છે.

એવું કહેવામાં આવે છે કે મેથી વાળ માટે વરદાનરૂપ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ તેનો યોગ ઉપયોગ કરવાથી સફેદ વાળથી લઈને ટાલ પડવા સુધીની સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે.તમને જણાવી દઈએ કે મેથીમાં એસિડ,પ્રોટીન અને અન્ય ઔષધીય ગુણ રહેલા છે,જે વાળને સારું પોષણ આપે છે,અને તેને વધારે સ્વસ્થ અને મજબૂત પણ રાખે છે.માટે મેથીનો માસ્ક તૈયાર કરીને ઉપયોગ કરવામ આવે તો વાળની સમસ્યાઓ હમેશા માટે દૂર થાય છે.

વાળને સ્વસ્થ અને મજબૂત કરવા –

તમને જણાવી દઈએ કે વાળને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે અઠવાડિયામાં બેવાર મેથીના પાણીથી વાળ ધોવા જોઈએ.એવું કહેવામાં આવે છે કે આ કરતા પહેલા તમારે મેથીને આખી રાત પાણીમાં પલાળીને રાખવી પડશે,અને સવારે તે પાણીથી વાળ ધોવા જોઈએ.આ કરવાથી વાળ વધારે મજબુત બને છે.

ખરતા વાળ રોકવા –

એવું કહેવામાં આવે છે કે 2 ચમચી પલાળેલ મેથીમાં કરીનાં પાન ઉમેરીને પીસી લેવું.આ પેસ્ટ તૈયાર થાય ત્યારે તેને માથામાં ઉપરની ચામડી પર લગાવો અને થોડીવાર રહેવા દો.જયારે તે સુકાય ત્યારે તેને પાણી અને શેમ્પૂથી ધોઈ લો.પરંતુ નિયમિત ઉપયોગ કરવામાં આવશે તો ખરતા વાળની સમસ્યા હમેશા માટે દૂર થશે.આટલું જ નહિ પરંતુ વાળ વધતા પણ જોવા મળશે.

વધતી ટાલ રોકવા –

સામાન્ય રીતે જોવામાં આવે તો વૃદ્ધાવસ્થાને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં વાળ વધારે ખરતા હોય છે અને અમુક સમયે ટાલ પણ પડતી હોય છે,પરંતુ જો યુવાનોને પણ આવું થઇ રહ્યું તો તમારે આ ઉપાય કરવો જોઈએ.જેમાં તમારે અઠવાડિયામાં 7 વાર મેથીનો પાઉડર લગાવો.જયારે થોડા દિવસોમાં તમને ઘણો બદલાવ જોવા મળશે.

ડેંડ્રફ દૂર કરવા –

1 કપ મેથીના દાણાને આખી રાત પલાળી રાખો.પછી સવારે તેને પીસીને તેમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી દહીં ઉમેરો.આ માસ્કને 30 મિનિટ સુધી વાળ પર રાખો.ત્યારબાદ હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો.આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરો.તેનાથી ડેંડ્રફની સમસ્યા હમેશા માટે દૂર થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *