ટેક્સી ડ્રાઈવર મહિલાને બોલ્યો વધારે ગરમી લાગતી હોય તો ખોળામાં બેસી જા ,પછી મહિલાએ કર્યું એવું કે……..

Uncategorized

આજના સમયમાં મહિલાઓ સાથે ઘણીવાર ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે.આટલું જ નહિ પરંતુ અમુક સમયે મહિલાઓને ન બોલવાનું ઘણા લોકો બોલતા હોય છે,જેથી મહિલાઓને હમેશા માથું શરમથી નીચે કરીને ચાલવું પડતું હોય છે.જયારે કેટલાક એવા પણ લોકો છે જે હમેશા વાતચીત દરમિયાન કેટલીક ખરાબ ટિપ્પણી કરતા રહે છે.

આ સ્થિતિમાં એવું કહી શકાય છે કે મહિલાઓ આજે વધારે સુરક્ષિત નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો લોકોના આવા ખરાબ વર્તનથી મહિલાઓ બહાર એકલી જવા માટે ડરતી હોય છે.આટલું જ નહિ પરંતુ પરિવાર પણ હમેશા તેમને બહાર ન જવા માટે જણાવતો હોય છે.ખાસ કરીને જયારે મુસાફરીની વાત આવે ત્યારે મહિલાઓ માટે સલામત છે કે નહિ તે કહેવું ઘણું મુશ્કેલ હોય છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં આવી જ એક ઘટના દિલ્હીમાંથી સામે આવી હતી.જેમાં એક મહિલા ત્યાની એક ટેક્સીમાં મુસાફરી કરી રહી હતી,આ સમયે ડ્રાઇવરે આ મહિલાને એવું જણાવ્યું કે જો તમને ખૂબ ગરમ લાગતું હોય તો તમે મારા ખોળામાં આવીને બેસી શકો છો.પરંતુ આ પછી જે થયું તે ઘણું જોવા જેવું હતું.

એવું કહેવામાં આવે છે કે એક મહિલા પોતાના પતિ સાથે ઉબેર ટેક્સીમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન મહિલાએ ડ્રાઇવરને એસી ચાલુ કરવા જણાવ્યું હતું.પરંતુ ડ્રાઇવરે તે ચાલુ નહિ થાય એવું જણાવ્યું હતું.જેથી બંને વચ્ચે થોડી તકરાર થઇ ગઈ હતી.આ દરમિયાન ડ્રાઇવરે અચાનક મહિલાને એવું જણાવ્યું કે વધારે ગરમી લાગી રહી છે તો મારા ખોળામાં આવીને બેસી જાઓ.

આ પછી તો આ મામલો ઘણો વિશાળ બની ગયો હતો.જેમાં મહિલાએ ટેક્સીમાંથી નીચે ઉતરવાનું જણાવ્યું હતું.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આવા વર્તનથી મહિલાએ ઉબેર કંપની ચાલક અંગે ફરિયાદ કરી હતી.તેઓએ તેના પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો.મહિલાની ફરિયાદ જોયા બાદ ઉબેરે તેને ડ્રાઇવર સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી.

તમને જણાવી દઈએ કે મહિલાએ આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.જેમાં મહિલા સત્ર્હે થયેલ આ વર્તન અંગેની જાણ કરી હતી.જયારે આ મામલે ઘણા લોકોએ ડ્રાઇવરની ઘણી ખરાબ બાબતો જણાવી હતી.જયારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.

લોકો એવું જણાવી રહ્યા હતા કે કંપનીએ આ ડ્રાઇવર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.તમને જણાવી દઈએ કે આવો મામલો પહેલીવાર સામે આવ્યો નથી,પરંતુ એકવાર તો ટેક્સી ડ્રાઈવરે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો પણ સામે આવી ચુક્યો હતો.જેમાં પણ ઉબેર અને ઓલા ટેક્સી ડ્રાઇવરોનો સમાવેશ થયો હોવાનું સામે આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો તમારે સલામત માટે કંપનીઓ પાસે અને અન્ય પરિસ્થિતિનો સામનો કરવા માટે ગ્રાહક સંભાળ નંબરો અને ઇમરજન્સી નંબર પર જાણ કરવી જોઈએ.જેથી તમારી મુશ્કેલીમાં કોઈ વધારો નહિ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *