તમારા શરીરના આટલા રોગોનું રામબાણ ઈલાજ છે જાંબુ, આ રીતે કરશો સેવન તો એસીડીટીથી લઈને આ 10 બીમારીઓ………

Health

દરેક વ્યક્તિ અનેક પ્રકારના ફાળો ખાવાનું પસંદ કરે છે.જયારે બજારમાં પણ દરેક ઋતુ અનુશાર ફાળો જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો જાંબુ વિષે વાત કરવામાં આવે તો તે પણ એક પ્રકારનું ફળ છે,જેનો આકાર ઘણો નાનો હોય છે.પરંતુ આનો સ્વાદ ઘણો સારો હોય છે,જેઠો ઘણા લોકો આને ખાવાનું પસંદ કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે જાંબુમાં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે,જે ઘણા બધા રોગો સામે સારું એવું રક્ષણ પણ આપે છે.ખાસ કરીને તેમાં પ્રાકૃતિક રૂપથી એન્ટી ઓક્સીડેંટ હોય છે જે આપણા શરીરના સોજાને દૂર કરવાનું કામ કરતુ હોય છે.આ ઉપરાંત ઘણા રોગોના સંક્રમણની પણ બચાવ કરે છે.જાંબુમાં વિટામિન સી અને આયરનથી ભરપૂર હોય છે.

ડાયાબીટીઝના દર્દી માટે પણ જાંબુના ઠળીયા ઘણા લાભકારક માનવામાં આવે છે.આ ઉપરાંત જાંબુ લોહીનુ સ્તર સારું રાખવામાં મદદ કરે છે.એવું કહેવામાં આવે છે કે જાંબુમાં પોટેશિયમ પણ હોય છે જે ખાસ કરીને હાર્ટએટેક,હાઇ બ્લડપ્રેશર જેવી સમસ્યા સામે રક્ષણ આપે છે.આજે તમને જાંબુના અનેક ફાયદાઓ જણાવવા જી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હોય છે…

– એવું કહેવામાં આવે છે કે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે જાંબુ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.જો તમને પણ આવી કોઈ સમસ્યા છે તો તમારે આ જાંબુનું યોગ્ય રીતે સેવન જરૂર કરવું જોઈએ.જાંબુને ઠંડા ફળોની જેમ ઉપયોગમાં લઇ શકાય છે.તમે જાંબુનો ફ્રૂટ ચાટ અથવા સલાડ બનાવી પણ પોતાના આહારમાં સામેલ કરી શકો છો.

– તમને જણાવી દઈએ કે જાંબુમાં મોટાભાગનું પાણી રહેલું છે,માટે આનું સેવન કરવાથી આપણા શરીરમાં પાણીની ઉણપ થતી નથી.જો તમને પણ શરીરમાં પાણીની ઉણપ જોવા મળી રહી છે તો તમારે જાંબુનો જ્યુસ બનાવીને તેનું સેવન કરવું જોઈએ.તમને જણાવી દઈએ કે જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ મળી આવે છે.

– એવું કહેવામાં આવે છે કે જાંબુમા વિટામીન સીનું પ્રમાણ વધારે હોય છે જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સીની કમી ઉભી થતી નથી.આ સાથે સાંધાના દુખાવાની સમસ્યાથી પીડિત લોકોએ પણ આનું વધારે સેવન કરવું જોઈએ.જે ઘણા લાભ આપે છે.આ ઉપરાંત જાંબુની છાલને ખૂબ જ ઉકાળો અને બચેલા લેપને સોજાની જગ્યાએ લગાવવામાં આવે તો તેનાથી લાભ મળતો જોવા મળે છે.

– ઘણા લોકોને એસિડીટીની વધારે સમસ્યા રહેતી હોય છે.જો તમને પણ કોઈ આવી સમસ્યા છે તો તમારે કાળા માઠીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો એનું જાંબુ સાથે સેવન કરવું.આનું સેવન કરવાથી પેટની ઘણી સમસ્યામાં રહતા મળતી જોવા મળે છે.કારણ કે જાંબુમાં વિવિધ પ્રકારના વિટામીન અને કેલ્શિયમ હોય જે ઘણા લાભ આપે છે.આટલું જ નહિ પરંતુ રોગપ્રતિકારક શકિતમાં પણ વધારે કરે છે.

– તમને જણાવી દઈએ કે જાંબુના જેટલા લાભ છે તેવા જ લાભ ઠળીયાના પણ છે.આ દાંતને વધારે મજબુત બનાવવાનું કામ કરે છે.આ માટે તમારે ઠળીયાની પેસ્ટ બનાવીને દાંત પર બ્રશ કરવું.આ કરવાથી ઘણા ઓછા સમયમાં તમારા દાંત મજબુત થતા જોવા મળશે.એવું કહેવામાં આવે છે કે કીડની પથરીની પરેશાનીમાં જાંબુના ઠળીયાને સુકવીને પાવડર બનાવીને સેવન કરવાથી પણ લાભ થાય છે.

– એવું કહેવામાં આવે છે કે જાંબુના પાન ચાવવાથી પણ મોઢાની ખરાબ દુર્ગંધ હમેશા માટે દુર થાય છે.માટે તમે પણ આનો ચોક્કસ ઉપાય કરી શકો છો.આ ઉપરાંત પાનની પેસ્ટ કરીને ઘા પર લગાવવામાં આવે તો તે જલ્દી રૂઝાઇ પણ જાય છે.જયારે નસકોરી ફુટે ત્યારે જાંબુના કુણા પાનનો રસ બે ટીપા નાકમાં નાખવાથી પણ નાકમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.

– તમને જણાવી દઈએ કે જાંબુમાં મીઠુ અને મરી નાખીને સેવન કરવામાં આવે તો હરસ મસામાં લાભ થાય છે.જયારે સૌંદર્યમાં વધારો કરવા માટે પણ જાંબુનું સેવન કરવું જોઈએ.જાંબુનું યોગ્ય સેવન કરવામાં આવે તો વાળ સારા અને મજબુત બને છે.વાળ લાંબા થવામાં મદદરૂપ થાય છે તેમજ સફેદ થતા અટકાવે છે.

– જાંબુના સેવનથી ત્વચામાં ચમક આવે છે અને મૃત ત્વચા સારી થવા લાગે છે.જેના મોઢા પર કરચલીઓ છે અને ચહેરા પર કાળા દાગ જોવા મળી રહ્યા છે તો જાંબુના પલ્પને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકીલી બને છે.

આ લોકોએ જાંબુનું સેવન ન કરવું –

તમને જણાવી દઈએ કે જે લોકોને વધારે સાંધાના દુ:ખાવા થઇ રહ્યા છે તેવા લોકોએ આનું વધારે સેવન ન કરવું જોઈએ.આ ઉપરાંત જે લોકોને વધારે કબજિયાત છે તેવા દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.ખાસ કરીને ભૂખ્યા પેટે જાંબુનું સેવન કરવાનું હમેશા ટાળવું જોઈએ.ખાસ કરીને માસિક ધર્મના દિવસો દરમિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *