તમારી આ ભૂલોને લીધે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે, અને ઘરે આવે છે ગરીબાઈ…

Uncategorized

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ધનની દેવી છે.જયારે જે લોકો પર તેમના આશીર્વાદ રહે છે તેમના જીવનમાં કોઈ દિવસ પૈસાની તંગી ઉભી થતી નથી.પરંતુ સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે માતા લક્ષ્મી ખૂબ ચંચળ સ્વભાવની હોવાથી તે વધારે સમય દરેક વ્યક્તિ પાસે રહેતી નથી.આટલું જ નહિ પરંતુ આ દેવી ઘરમાં પણ વધારે સમય રહેતી નથી.

એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપાથી કોઈ પણ વ્યક્તિ ધનિક બની શકે છે.આટલું જ નહિ પરંતુ જીવનમાં આવતા ઘણા અવરોધો પણ દૂર થાય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કેજ્યારે માતા લક્ષ્મી કોઈ પણ વધારે ગુસ્સે થાય છે ત્યારે તેમનું જીવન ગરીબીમાં પસાર કરવું પડે છે.જયારે ઘરમાં પણ માતા લક્ષ્મી વધારે સમય રહેતી માંથી.

તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી ઘરમાં કેમ વધારે સમય રહેતી નથી,તેનું કારણ પણ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યું છે.એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ જાણી જોઇને કે અજાણતાં અનેક ભૂલો કરતો રહે છે,જેના લીધે ઘણીવાર માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે.આવી સ્થિતિમાં આ ભૂલો આપણા જીવનમાં ખરાબ અસર કરે છે,જેના લીધે જીવન બરબાદ થવા લાગે છે.પરંતુ જીવનમાં આવી બાબતો જો ધ્યાનમાં રાખવામાં આવે તો માતા કોઈ દિવસ ગુસ્સે થતી નથી.અને જીવન પણ સારું રહે છે.તો જાણો આ બાબતો વિષે…

ગંદા વાસણો ન રાખવા –

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો પોતાના ઘરમાં ગંદા વાસણો ફેલાવવાની ટેવ હોય છે.આટલું જ નહિ પરંતુ ગંદા વાસણો ઘરમાં રાખી મુકવાની પણ ટેવ હોય છે.જયારે મોટાભાગની મહિલાઓ ગંદા વાસણો રાત્રિના સમયે રાખીને સવારે ધોવાની આદત રાખતી હોય છે.પરંતુ શાસ્ત્રો અનુસાર આ દરેક બાબત ઘણી ખરાબ માનવામાં આવે છે.ઘરમાં ગંદા વાસણો ફેલાવવાને કારણે માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે.અને માતા ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી.માટે દરેક વ્યક્તિ આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

આ સ્થળોએ કચરો ન રાખવો –

શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો ઉત્તર દિશામાં દેવતા કુબેર અને માતા લક્ષ્મીની માનવામાં આવે છે. જયારે આ બંને સંપત્તિ અને વૈભવના પ્રતીક પણ માનવામાં આવે છે.આવી સ્થિતિમાં જો કોઈ પણ કચરો અથવા નકામી વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી ઘણી ખરાબ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે ઘરની ઉત્તર દિશા હંમેશાં સાફ રાખવી જોઈએ,કારણ કે આવું કરવાથી ઘરમાં સંપત્તિનો વધારો થાય છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ જોવામાં આવે તો ઘરનો આ ભાગ સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે માટે આ સ્થળોએ કચરો અથવા નકામી વસ્તુ ન રાખવી જોઈએ.અથવા આ દિશા હંમેશા ખાલી રાખવી જોઈએ.

આ વસ્તુઓને સ્ટોવ પર ન રાખવી –

એવું કહેવામાં આવે છે કે ચૂલા પર ક્યારેય ખાલી વાસણો અથવા ગંદા વાસણો ન મુકવા જોઈએ..તમને જણાવી દઈએ કે સ્ટોવ હંમેશાં સાફ રાખવો જોઈએ કારણ કે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.આટલું જ નહિ પરંતુ ઘરના દરેક વ્યક્તિને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.પરંતુ આજે પણ ઘણા લોકો હમેશા ચૂલા પર ખાલી વાસણો રાખતા હોય છે.આના લીધે ઘરમાં ગરીબી આવે છે.અને ઘરમાં વધારે નકારાત્મક ઉર્જા પણ ઉભી થવા લાગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રસોડું એ ઘરનું પવિત્ર સ્થાન રહેલું છે આટલું જ નહિ પરંતુ અહીં દેવી-દેવતાઓ વાસ કરે છે.

આ સમયે ઝાડું ન મારવું જોઈએ –

એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારેય સાવરણીનો ઉપયોગ ન કરવો જોઇએ.કારણ કે તે આર્થિક નુકશાન તરફ સુચન કરે છે.તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી ઝાડુમાં વાસ કરે છે.આવી સ્થિતિમાં જો સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ કરવામાં આવે તો તે ઘણું ખરાબ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે રાતે પણ ઘરનો કચરો બહાર ન કાઢવો પરંતુ તેને રાખી મુકીને સવારે બહાર કાઢવો.

જીવનમાં આ ભૂલ ક્યારેય ન કરવી –

શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે ચંદનને ક્યારેય પણ એક હાથથી ઘસવું ન જોઈએ,કારણ કે આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને પૈસાની તંગી ઉભી થવા લાગે છે.આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે ચંદન ગસ્યા પછી તરત ભગવાનને ન લગાવવું જોઈએ,પરંતુ તે પહેલા વાસણમાં રાખવું જોઈએ અને તે પછી જ ભગવાનને લગાવવું જોઈએ.

આ વસ્તુ સિવાય માતા લક્ષ્મીની પૂજા ન કરો –

તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની પૂજા એકલા હોય તેવી રીતે ન કરવી જોઈએ,પરંતુ તેમની સાથે ભગવાન વિષ્ણુ પણ હાજર હોવા જોઈએ.કારણ કે તેઓને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે એકલા દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આશીર્વાદ મળતા નથી.આવી સ્થિતિમાં જો તમને પણ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા છે તો તમારે ભગવાન વિષ્ણુની સાથે પૂજા કરવી જોઈએ.જે તમને તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે.

આ સમયે ઊંઘવું નહિ –

એવું કહેવામાં આવે છે કે ઊંઘવા સાથેનો સમય પણ શાસ્ત્રો અને પુરાણોમાં જણાવેલ છે.જેમાં એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યોદય પહેલાં ઉઠવું અને રાત્રે જલ્દી ઊંઘવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.પરંતુ ઘણા એવા પણ લોકો છે જે હમેશા સૂર્યોદય પછી પણ સૂતા રહે છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.ખાસ કરીને સૂર્યાસ્તના સમયએ પણ ઉઘવું ખરાબ માનવામાં આવ્યું છે.

ઘરમાં ક્યારેય અનાદર ન કરો –

એવું કહેવામાં આવે છે કે ઘરની મહિલાઓ હમેશા બહારની કોઈ પણ મહિલાઓને માન આપવું જોઈએ.ક્યારેય અનાદર ન કરવો જોઇએ,કારણ કે જો આવું કરવામાં આવે તો માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.માતા લક્ષ્મી ક્યારેય એવા ઘરોમાં રહેતી નથી જ્યાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે.આ ઉપરાંત ઘરના વડીલો અને ગરીબ લોકોનું પણ અપમાન ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *