તાઉ તે પછી યાસ નામનું વાવાઝોડોનો ખતરો,જાણો કયા વિસ્તારોમાં થશે તેની અસર……..

Gujarat

છેલ્લા બે થી ત્રણ દિવસથી તાઉ તે નામનું વાવાઝોડું ઉભું થયું હતું,જે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અનેક તબાહી કરીને પસાર થઇ ગયું છે.આટલું જ નહિ પરંતુ તેના કારણે ભારે પવન સાથે અતિભારે વરસાદ પણ પડ્યો હતો,જેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જયારે કેટલાક વૃક્ષો વધારે પવનથી જમીનદોસ્ત થઇ ગયા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ભયાનક તાઉ તે નામનું વાવાઝોડું મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં થઈને પસાર થયું હતું.જેના લીધે ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા હતા.મળતા અહેવાલ મુજબ ગુજરાતમાં 19 લોકોના વાવાઝોડાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.જયારે મહારાષ્ટ્રમાં આશરે 6થી વધારે લોકોના મોતની સૂચના મળી રહી છે.

આવી જ રીતે વાવાઝોડું જ્યાંથી પસાર થયું ત્યાં અનેક તબાહી કરીને ગયું છે.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગેફરી એકવાર બીજા વાવાઝોડાની આગાહી કરી છે.આશરે આ વાવાઝોડું 5 દિવસ બાદ ફરી અનેક વિસ્તારોમાં ટકરાશે.હવામાન વિભાગ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે 23 થી 24 મે દરમિયાન વાવાઝોડું ‘યાસ’ બંગાળની ખાડીમાં ટકરાશે.

તમને જણાવી દઈએ કે આ વખતે આ વાવાઝોડાનું નામ ઓમાને છે.ભારતના હવામાન ખાતામાં ચક્રવાત વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગામી અઠવાડિયે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનવાની શક્યતા રહેલી છે.હાલમાં હવામાન વિભાગ આની પર નજર રાખી રહી છે.હાલમાં તો લૉ પ્રેશર સિસ્ટમ તીવ્ર થવાના સંકેત પણ આપ્યા છે.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે દરિયાની સપાટીનું તાપમાન એસએસટી બંગાળની ખાડી ઉપર 31 ડિગ્રી છે.આ સરેરાશથી લગભગ 1-2 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે.તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભારે વિનાશ કર્યો છે.આ સાથે ઊના,દીવ,રાજુલા,જાફરાબાદ સહિત દરિયાઈ વિસ્તારોમાં સેંકડો ગામોમાં રાતભર 150 થી 200 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

વાવાઝોડા સાથે વરસાદ પણ હતો,જેમાં ઘણા વિસ્તારોમાં 9 ઈંચ સુધીના તોફાની વરસાદ પણ પડ્યો હતો,જેમાં કેટલાક કાચા મકાનો પડી ગયા હતા,જયારે ખેતરો,વૃક્ષો,વીજ થાંભલા બધું જ તહસમહસ થઇ ગયું છે.જયારે ઊનામા સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા.સાથે સાથે મોબાઈલ ટાવર ધસી પડયાના કેટલાક વીડિયો પણ જોવા મળ્યા છે.એક વાવાઝોડું તો હાલમાં ગુજરાતમાંથી બહાર નીકળ્યું છે.પરંતુ હવે બીજી વાવાઝોડું ઉભું થઇ રહ્યું છે જે હવે આગળ કઈ દિશામાં વધશે તે હજુ ચોક્કસ જાણવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *