તાન્યા નહિ પરંતુ આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ હતો બોબીબેઓલ,આ કારણે તૂટી ગયો હતો સબંધ…

Boliwood

બોલીવુડ સાથે જોડાયેલી બાબતો રોજ સમાચારોમાં સામે આવતી જોવા મળતી હોય છે.જયારે આ બાબતોમાં ફિલ્મો ઉપરાંત અફેરની ચર્ચાઓ વધારે સામે આવતી જોવા મળતી હોય છે,જયારે એવું પણ કહી શકાય છે કે આ દરેક બાબત હવે આ ફિલ્મી દુનિયા માટે એક સામાન્ય બની ગઈ છે.રોજ સામે આવતા સમાચારમાં અભિનેત્રી અને અભિનેતાના નવા સબંધો બનવા અથવા સબંધોનો અંત આવવો જેવી અનેક બાબતો જોવા મળતી હોય છે.

તમને જણાવી દઈએ કે એક સફળ અભિનેતા હોય કે અભિનેત્રી પરંતુ દરેકના પ્રેમ અફેરની ચર્ચાઓ ચોક્કસ રીતે જોડાયેલી છે.સામાન્ય રીતે તેમનો પ્રેમ સાથે કામ કરવાથી ઉભો થાય છે,જેમાં કેટલાક સ્ટાર્સ પ્રેમને લગ્ન જીવનમાં પણ ફેરવે છે,પરંતુ કેટલાક સ્ટાર્સ માટે આ પ્રેમ સફળ બની શકતો નથી.આવા જ એક અભિનેતા બોબી દેઓલ પણ છે,જે પ્રેમની બાબતમાં ચર્ચાઓમાં રહી ચુક્યા છે.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા આશરે 90 ના દાયકાનો સુપરસ્ટાર્સ માનવામાં આવતો હતો,તે સમયે તેમની ઘણી એવી ફિલ્મો હતી જે લોકો ખુબ પસંદ પણ કરી હતી.પરંતુ બોબી દેઓલ વધારે ઓળખ બનાવી શક્યા ન હતા.પરંતુ તેમના અભિનયને લોકો આજે પણ વધારે પસંદ કરી રહ્યા છે.જયારે તે સમયે પોતાની ફિલ્મોની સાથે અફેરને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા.

આજે તમને તેમની લવ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જે ઘણા ઓછા લોકો જાણે છે.એવું કહેવામાં આવે છે કે બોબી દેઓલ એક અભિનેત્રીને વધારે પ્રેમ કરતા હતા,જેનું નામ નીલમ છે.નીલમ તે દિવસોમાં ટોચની અભિનેત્રી માનવામાં આવતી હતી.તે ઘણી ફિલ્મોમાં બોબી સાથે પણ જોવા મળી છે.નીલમ અને બોબીના પ્રેમ સંબંધ અંગે ઘણી ચર્ચાઓ પણ થઇ હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો તે સમયે લોકો પણ તેમની લવ સ્ટોરીને પસંદ કરવા લાગ્યા હતા.પરંતુ આટલો વધારે પ્રેમ હોવા છતાં તે લગ્ન જીવનમાં જોડાઈ શક્યા ન હતા.એવું કહેવામાં આવે છે કે તે દિવસોમાં બંને એક બીજાના પ્રેમમાં પાગલ હતા.બંને વચ્ચેના સબંધો પણ ઘણા સારા રહ્યા હતા.જયારે બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ પણ કરી હતી.

જયારે પ્રેમમાં આગળ વધતા લગ્નની વાત કરવામાં આવી ત્યારે તે વાત પરિવારની સામે આવી ત્યારે બોબીના પિતા ધર્મેન્દ્ર તેની પુત્રવધૂ આ અભિનેત્રી બને તે ઇચ્છતા ન હતા.જયારે પિતાને આ લગ્ન માટે મંજુરી ન આપી ત્યારે તેમનો પ્રેમ આગળ વધી શકાયો ન હતો.તમને જણાવી દઈએ કે નીલમ સાથે સંબંધ તોડ્યા પછી બોબી દેઓલે આખરે તાન્યા સાથે લગ્ન કર્યા હતા.

લગ્ન પછી પણ બોલી નીલમના પ્રેમને ભૂલી શક્યો ન હતો.પરંતુ તે સમયે આ અભિનેતાએ પોતાના કામમાં વધારે ધ્યાન આપ્યું અને સમયની સાથે બધું ભૂલી ગયા હતા,પરંતુ તેમના પ્રેમની ચર્ચાઓ આજે પણ લોકો ભૂલ્યા નથી,ઘણીવાર તેમના પ્રેમની વાતો ચર્ચામાં આવતી જોવા મળે છે.જયારે બોબીના લગ્નમાં ઘણા ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *