તારક મહેતાના નટુકાકાની દુનિયામાંથી વિદાય લેતા પહેલા કરવા માંગે છે આ છેલ્લી ઈચ્છા પૂરી ……

Boliwood

ટીવી ઉધોગમાં આજે જો કોઈ શો વધારે લોકપ્રિયતા મેળવી રહ્યો હોય તો તેમાં એક નામ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું ચોક્કસ રીતે સામે આવતું જોવા મળે છે.તમને જણાવી દઈએ કે આ શો આશરે 13 વર્ષ કરતા પણ વધારે સમયથી લોકોને સારું એવું હાસ્ય સાથે મનોરંજન પૂરું પાડતો આવ્યો છે.જયારે આજે આ શો ઘરે ઘરે લોકપ્રિય પણ થઇ ગયો છે.

તમને જણાવી દઈએ કે આ શોમાં પણ રહેલા દરેક કલાકારો પોતાના સારા અભિનય માટે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.આવી જ રીતે નટ્ટુ કાકાની ભૂમિકામાં જોવા મળતા કલાકારની વાત કરવામાં આવે તો તે પણ ઘણા સમયથી આ શોનો હિસ્યો રહ્યા છે.

આ શોમાં જોવા મળતા નટ્ટુ કાકાની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું નામ ઘનશ્યામ નાયક છે.જે હાલમાં આશરે 77 વર્ષની ઉમર ધરાવે છે,પરંતુ આ ઉમરે પણ લોકોને સારું મનોરંજન આપ્યું છે.પરંતુ તમને જણાવી દઈએ કે હાલમાં તે કેન્સર સામે લડી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે મનોરંજન કરનાર આ અભિનેતાના ગળા પર કેટલાક ફોલ્લીઓ જોવા મળી હતી.

પરંતુ જયારે ડોક્ટરને બતાવ્યું કે હાલમાં કેન્સરથી પીડાઈ રહ્યા છે.આવી સ્થિતિમાં કરોડો ચાહકો આજે તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.ઘનશ્યામ નાયકના પરિવારે કીમોથેરાપી સેશન્સ શરૂ કર્યા છે અને ફેન્સ પણ ઈચ્છે છે કે દરેકના મનપસંદ નટ્ટુ કાકા જલ્દી સ્વસ્થ થાય અને એકવાર બધાની વચ્ચે પાછા આવે.

પરંતુ આ દરેક બાબત વચ્ચે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે નટ્ટુ કાકાએ પોતાની છેલ્લી ઇચ્છા લોકો સાથે શેર કરી છે.તમને જણાવી દઈએ કે નટ્ટુ કાકા એવું જણાવ્યું છે કે પોતે જો આ દુનિયામાં ન રહે તો તે અંત સુધી મેકઅપ સાથે પોતે દુનિયાથી વિદાય લેવા માંગે છે.તમને જણાવી દઈએ કે તેમના આ અહેવાલો ઇન્સ્ટાગ્રાની એક પોસ્ટ પર જોવા મળ્યા હતા.

આ પોસ્ટમાં જણાવેલ મુજબ પ્રિય નટ્ટુ કાકાએ કહ્યું છે કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી કામ ચાલુ રાખવા માંગે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તે ઘણા સમયથી આ શો સાથે જોડાયેલા છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે ગયા વર્ષે ઘનશ્યામ નાયકના ગળામાં ઓપરેશન પણ થયું હતું.જેમાં 8 ગાંઠ નીકાળવામાં આવી હતી.

હાલમાં તો તેઓ સતત સારવાર લઇ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમની તબિયત પણ હાલમાં ઘણી સારી જોવા મળી રહી છે.જયારે હાલમાં આ મુશ્કેલ સમય પણ ગુજરાતના દમણમાં આ શો માટે શૂટિંગ કરી રહ્યા હતા.ઘનશ્યામ નાયક આગામી સમયમાં પણ આ શો સાથે જોડાયેલા રહેવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *