તારક મહેતાની અંજલી ભાભી ૪૩ વર્ષની ઉમરે પણ પતિની શોધમાં છે,જુએ છે આવો પતિ….

Uncategorized

ઘણા એવા ટીવી શો છે જે હમેશા લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડતા આવ્યા છે.અને આજે પણ સારું મનોરંજન પૂરું પાડી રહ્યા છે.જયારે લોકો પણ કેટલાક ટીવી શોને વધારે પ્રેમ આપતા આવ્યા છે.આવી સ્થિતિમાં જો લોકપ્રિય અને ઘર ઘરમાં જાણીતો એવો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્માની વાત કરવામાં આવે તો તે એક સફળ શો રહ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ શો હમેશા દર્શકોને હાસ્ય સાથે મનોરંજન પૂરું પાડતો આવ્યો છે.જયારે આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા અનોખા રહ્યા છે જે હમેશા પોતાના અભિનયથી લોકોના દિલમાં એક સારું એવું સ્થાન બનાવી ચુક્યા છે.આવી જ રીતે જો આ શોમાં જોવા મળતી અંજલી ભાભીની વાત કરવામાં આવે તો તે પણ ઘણી જાણીતી રહી છે.

તમને જણાવી દઈએ કે અંજલી ભાભીની ભૂમિકા ભજવનારી અભિનેત્રીનું નામ નેહા મહેતા છે,જે આજે 43 વર્ષની થઇ ગઈ છે.એવું કહેવામાં આવે છે કે તેમનો જન્મ 1978 માં ગુજરાતના પાટણમાં થયો હતો.જયારે નેહાએ 20 વર્ષ પહેલા 2001 ની ટીવી સીરિયલ ‘ડોલર વહુ’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.આ પછી તે ધીરે ધીરે આ કામમાં પ્રવેશ કર્યો હતો.

એવું કહેવામાં આવે છે કે આ પછી તેણે ભાભી અને રાત હોને કો હૈ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.પરંતુ તેમની લોકપ્રિયતામાં કોઈ વધારો થયો ન હતો.તમને જણાવી દઈએ કે આ અંજલિ ભાભીની સારી એવી ઓળખ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા’થી પ્રાપ્ત થઇ હતી.જયારે આ શો આશરે 2008 માં ચાલુ થયો હતો.

પરંતુ હાલમાં નેહા આ સિરિયલનો હિસ્સો રહી નથી.જયારે તેની બદલે આ શોમાં સુનૈના ફોજદાર નવી અંજલી ભાભી બનીને આવી છે.એવું કહેવામાં આવે છે કે 43 વર્ષની ઉંમરે પણ નેહા મહેતા એકલતાનું જીવન જીવન જીવી રહી છે.તે આજે પણ કુંવારી છે.એક ઇન્ટરવ્યુ દરમિયાન નેહાએ એવું જણાવ્યું હતું કે તે કોઈ મોટી સેલિબ્રિટી છે.

પણ આ શોમાં હતી ત્યારે તે ચોક્કસ રીતે એક સેલિબ્રિટી હતી.અને આ શોથી જ તેને એક નવી ઓળખ મળી હતી.નિર્માતાઓએ નેહાને એમ પણ કહ્યું કે જો તે કામ નહીં કરે તો તેમની પાસે એક નવું રિપ્લેસમેન્ટ પણ તૈયાર છે.આવી સ્થિતિમાં નેહાએ શો છોડવાનું મન બનાવી લીધું હતું.નેહાએ ઈશારાઓમાં એમ પણ કહ્યું હતું કે સેટ પર જૂથવાદનું વાતાવરણ વધારે રહ્યું છે.

જયારે તે ઘણીવાર એવું પણ જણાવતા જોવા મળી છે કે તારક મહેતાને કારણે સેલિબ્રેટ બની નથી.પરંતુ પોતે સેલિબ્રિટિ હતી એટલે તારક મહેતામાં કામ કરતી હતી.આ શો એવો હતો કે જેણે મને કામ કમાવવાની તક આપી.મને અસિત મોદી પ્રત્યે ઘણું માન છે.તે જ સમયે શો સાથે સંકળાયેલા અન્ય લોકો પ્રત્યે પણ મારો આદર છે.

તમને જણાવી દઈએ કે નેહા તેની કોલેજકાળથી જ અભિનયની દુનિયામાં હતી.પરંતુ તેને તેની વાસ્તવિક ઓળખ ફક્ત તારક મહેતાની સીરિયલથી મળી હતી.એવું કહેવામાં આવે છે કે નેહાના ઘરે પહેલેથી જ ફિલ્મી વાતાવરણ જોવા મળ્યું છે.આજ કારણે તે અભિનયની દુનિયામાં આગળ વધી હતી.એવું કહેવામાં આવે છે કે દિલ્હીના સ્ટાર હન્ટ-મલ્ટિ ટેલેન્ટ શોના ઑડિશન માટે તેને ગુજરાતમાંથી પસંદ કરવામાં આવી હતી.

આ પછી તે પોતાની નવી કામની શરૂઆત માટે મુંબઇમાં આવી હતી.આ પછી તેને થિયેટરોમાંથી ઑફર્સ મળવા લાગી હતી.આ રીતે તેની અભિનયની શરૂઆત થઈ.આ પછી તેણે તુ હી મેરા મૌસમ,હૃદય-ત્રિપુટી,જેવા ઘણા નાટકોમાં પોતાનો અભિનય દર્શાવ્યો હતો.આ પછી તેણે હિન્દી અને ગુજરાતીની ઘણી સિરિયલોમાં કામ કર્યું.

આ સિવાય નેહાએ પ્રેમ એક પૂજા જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.નેહા મહેતાની અભિનયની સફર ટીવી સિરિયલ ડોલર બહુ થી શરૂ થઈ હતી.આ પછી તેણે સીરિયલ ભાભીની ભૂમિકા વધારે નિભાવી છે.પહેલા તો તેને વધારે સફળતા મળી ન હતી,પરંતુ 2008 માં આવેલી તારક મહેતા કા ઉલ્ટાહ ચશ્મા સિરિયલથી અંજલી ભાભી એક નવું નામ મળ્યું અને આજે પણ આજ નામથી તે વધારે જાણીતી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *