તારક મહેતાની બબીતાના આ વીડિયોના કારણે થયો ખુબ જ વિરોધ,વિડીયોમાં કહ્યું કંઇક એવું કે…….

Gujarat

જાણીતા એવા ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની વાત કરવામાં આવે તો તે ઘણા સમયથી લોકોને સારું એવું મનોરંજન પૂરું પાડતો આવ્યો છે.આટલું જ નહિ પરંતુ આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા અનોખા છે જે ખુબ જ સારો એવો અભિનય કરીને લોકોને હાસ્ય પૂરું પાડે છે.આ શો ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચુક્યો છે.

તમને જણાવી દઈએ કે આ જાણીતા શોમાં અનેક કલાકારો રહેલા છે જેમાંથી એક અભીનેત્રી મુનમુન દત્તા પણ છે જે આ શોમાં બબીતાના નામથી વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.ખાસ કરીને બબીતાના અભિનયને હજારો લોકો પસંદ કરતા આવ્યા છે.પરંતુ તાજેતરમાં સોશીયીલ મીડીયામાં એક વિડીયો વાઈરલ થયો છે.

બબીતા મારફતે આ વિડીયો વાયરલ કરવામાં આવેલો છે જેમાં આ વીડીયામાં એવું જોવા મળ્યું છે કે અનુસુચિત જાતિ વિરૂધ્ધ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેના કારણે વાલ્મીકી સમાજની લાગણી દુભાઈ હોવાનું સામે આવ્યું છે,જેના કારણે દાહોદના વાલ્મીકી સમાજ દ્વારા દાહોદમાં પોલીસ મથકે મુનમુન દત્તા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આટલું જ નહિ પરંતુ તેમના ખરાબ શબ્દોને સામે વધારે કડક વિરોધ પણ દર્શાવ્યો છે.એવું કહેવામાં આવે છે કે આ વિડીયો જોયા પછી તેમાં રહેલા કેટલાક એવા શબ્દો સામે દાહોદ શહેરના આ સમાજના પરિવારે પોલીસ મથકે તારક મહેતાના ઉલ્ટા ચશ્માની અભીનેત્રી મુનમુન દત્તા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર એવું કહેવામાં આવે છે કે મુનમુન દત્તા એટલે કે બબીતા દ્વારા સોશીયલ મીડીયામાં એક વિડીયો વાઈરલ કરવામાં આવ્યો હતો.આ વિડીયોમાં તેણે અનુસુચિત જાતિ એટલે કે વાલ્મીકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.આથી દાહોદના વાલ્મીકી સમાજે આનો વિરોદ્ધ કર્યો છે.

હાલમાં આ સમાજના ઉપરોક્ત અગ્રણી દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે,અને તેમની કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવા માટેની માંગ કરી છે.તમને જણાવી દઈએ કે આ વિડીયો પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે જયારે બબીતા હાલમાં ખુબ જ ચર્ચામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *