તારક મહેતામાં અથાણું પાપડ બનાવતા માધવી ભાભી રીયલ લાઇફમાં કરે છે આ ધંધો,અને દર મહીને કમાય છે આટલા રૂપિયા……..

Boliwood

ફિલ્મો કરતા પણ વધારે કેટલાક ટીવી શો હોય છે જે લોકો વધારે પસંદ કરતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા એવા પણ ટીવી શો છે જે વર્ષોથી લોકોનું મનોરંજન પૂરું પડતા આવ્યા છે.આવી સ્થિતિમાં જાણીતા શો ‘તારક મહેતા કા ઓલતા ચશ્મા’ની વાત કરવામાં આવે તો તે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી ચુકેલો એકમાત્ર શો માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ શો આશરે 13 વર્ષ કરતા પણ વધારે સમયથી લોકોને હાસ્ય સાથે મનોરંજન પૂરું પડતો આવ્યો છે.અને આજે પણ સક્રિય છે.આ ટીવી શોમાં ઘણા કલાકારો જોડાયેલા છે જે પોતાના અલગ અભિનય માટે જાણીતા રહ્યા છે.આવી જ રીતે માધવી ભાભી’ની ભૂમિકા ભજવનારી સોનલિકા જોશીની વાત કરવામાં આવે તો તે પણ ઘણી લોકપ્રિય કલાકાર રહી છે.

સોનલિકા જોશી આ શોમાં છેલ્લા ઘણા વર્ષથી ગોકુલધામ સોસાયટીમાં ટ્યુશન શિક્ષક આત્મારામ તુકારામ ભીડેની પત્નીની ભૂમિકામાં નિભાવી રહી છે.તમને જણાવી દઈએ કે 44 વર્ષીય સોનાલિકા જોશી માત્ર સીરીયલમાં ન જાહી પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એક વ્યવસાયી મહિલા છે.માધવી ભાભી સિરિયલમાં અથાણાં અને પાપડ બનાવે છે,

પરંતુ વાસ્તવિક જીવનમાં તે બિઝનેસ અને ફેશન ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી છે અને તેનાથી તે કરોડોની કમાણી કરે છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે ‘તારક મહેતા કા ઓલતાહ ચશ્મા’માં અભિનય કરવા માટે તેને એક દિવસ માટે આશરે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે વાસ્તવિક જીવનમાં આ માધવી ભાભી કરોડોની માલિકી ધરાવે છે.જયારે તેમની આવકની વાત કરવામાં આવે તો આ શો ઉપરાંત ફેશન બ્રાન્ડ્સ પાસેથી પણ કમાણી કરે છે.આટલું જ નહિ પરંતુ તે મોંઘા વાહનોનો શોખ પણ રાખે છે.એમજી હેક્ટર,સ્વંકી મારુતિ અને ટોયોટા ઇટીયોસ જેવા મોંઘા વાહનો તેમની પાસે છે.

સોનલિકા જોશીએ 2004 માં સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા.જયારે આર્ય જોશી નામની એક પુત્રી પણ છે.માધવી ભાભીને અભિનય ઉપરાંત મુસાફરીનો પણ વધારે શોખ છે.તે હમેશા સોશિયલ મીડિયા પર મુસાફરીના ઘણા ફોટાઓ શેર કરતી રહે છે.એવું કહેવામાં આવે છે કે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું.અને ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરમાં ડિગ્રી પણ મેળવી છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી સોનાલિકા મરાઠી પરિવારની છે.એવું કહેવામાં આવે છે કે સોનાલિકાએ પોતાની કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી.તેણે ઘણી મરાઠી સિરિયલોમાં પણ કામ કર્યું છે.પરંતુ વધારે ઓળખ તેને તારક મહેતાના આ શોથી મળી છે.જયારે આજે પણ કરોડો લોકો તેમના અભિનયને પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *