તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રિક્ષામાં ફરતા જેઠાલાલ છે ખુબ જ આમીર,તેમના પાસે છે કરોડોની સંપતિ..

Boliwood

આજે ટીવી જગતના ઘણા એવા શો અને સિરીયલો છે જે વધારે લોકપ્રિયતા મેળવી રહી છે.આટલું જ નહિ પરંતુ દર્શકો પણ વધારે પ્રેમ આપતા જોવા મળી રહ્યા છે.કેટલીક પારિવારિક ટીવી સિરિયલો પણ છે તો કેટલાક કોમેડી શો પણ જોવા મળી રહ્યા છે.જે લોકો દિવસે દિવસે ફિલ્મો કરતા પણ વધારે પસંદ કરવા લાગ્યા છે.

આવી સ્થિતિમાં જો જાણીતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરવામાં આવે તો તે લોકપ્રિય શો માનવામાં આવી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ આ શો આશરે 13 વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહ્યો છે.અને આજે પણ સક્રિય જોવા મળી રહ્યો છે.જયારે આ શોમાં રહેલા દરેક કલાકારો પણ ઘણા અનોખા રહ્યા છે,જે હમેશા પોતાના અભિનયથી જાણીતા બન્યા છે.

આવી સ્થિતિમાં જો ગડા ઇલેક્ટ્રોનિકના માલિક એવા જેઠાલાલની વાત કરવામાં આવે તો આ શોના મુખ્ય કલાકાર તરીકે તે જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે જેઠાલાલ એક એવા અભિનેતા છે જે હમેશા પોતાના અભિનયથી લોકોને હસાવતા આવ્યા છે.જયારે આ શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર અભિનેતાનું નામ દિલીપ જોશી છે.જે દરેક વ્યક્તિ જાણે છે.

એવું કહેવામાં આવે છે કે દિલીપે માત્ર ટીવી સિરિયસમાં જ નહિ પરંતુ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે,પરંતુ તેમની નવી ઓળખ આ શોના આધારે થઇ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં લોકો જેઠાલાલના પાત્રને એટલો પ્રેમ આપી રહ્યા છે કે જો એક દિવસ આ શોમાં જોવા ન મળે તો લોકો સોશિયલ મીડિયા પર તેમના વિશે સવાલ જવાબ પૂછવાનું ચાલુ કરે છે.

તમને જણાવી દઈએ કે આજે ભલે તે ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે,પરંતુ એક એવો પણ સમય હતો,જયારે તેમની પાસે કોઈ કામ ન હતું.પરંતુ આજે પોતાની મહેનત અને અભિનયના બળે એક એપિસોડમાં માટે લાખોની ફી લઇ રહ્યા છે.હાલમાં આ અભિનેતા આશરે 53 વર્ષના થઇ ગયા છે.જયારે તે છેલ્લા 13 વર્ષથી પણ વધારે સમયથી આ શોમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે.

આજે તમને તેમના વૈભવી જીવન વિશે અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા લોકો જાણતા નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો દિલીપ જોશીનો જન્મ ગુજરાતમાં થયો હતો.તેમણે વર્ષ 1997 માં સીરિયલ ‘ક્યા બાત હૈ’ થી ટીવીના પડદે કારકિર્દીની શરૂઆત કરી હતી.આ પછી ‘મૈં પ્યાર કિયા’ થી ફિલ્મમાં પણ તે જોવા મળ્યા હતા.

આ પછી દિલીપએ બોલિવૂડનીઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.પરંતુ તેમને વધારે સફળતા મળી ન હતી.આખરે તે 2008 માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં કામ કરવાની તક મળી.આ પછી તે આખા દેશમાં જાણીતા થઇ ગયા.આટલું જ નહિ પરંતુ દિલીપ જોશીએ આજ સુધીમાં આશરે 16 થી વધારે એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.

દિલીપ જોશી અભિનય ઉપરાંત મિમિક્રી માટે પણ ખૂબ પ્રખ્યાત છે.અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે દિલીપ જોશી પોતાના પાત્રને ભજવવા માટે એક એપિસોડ માટે આશરે 1.50 લાખ રૂપિયા લે છે.દિલીપ મહિનામાં લગભગ 25 દિવસ સુધી શૂટીગ કરે છે.જયારે તેમની આવક જોવામાં આવે તો 36 લાખ રૂપિયાથી વધારે મહીને થાય છે.

એવું કહેવામાં આવકે છે કે આ શોમાં સૌથી વધુ કમાણી કરનાર એકમાત્ર કલાકાર દિલીપ જોષી છે.જયારે તે હાલમાં પોતાના પરિવાર સાથે મુંબઇના અંધેરીમાં એક ખૂબ ઉચ્ચ વિસ્તારમાં વૈભવી મકાનમાં રહે છે.જયારે તેમની પાસે આજે 50 કરોડથી પણ વધુની સંપતી હોવાનું કહેવાય છે.ખાસ કરીને તમે પણ આ શોમાં જેઠાલાલને રીક્ષામાં ફરતા જોયા હશે.

પરંતુ વાસ્તવિક જીવનમાં દિલીપ જોશી પાસે ઘણી કાર પણ રહેલી છે.એવું કહેવામાં આવે છે કે તેમની પાસે ઓડી ક્યૂ 7 જેવી મોંઘી અને લક્ઝરી કાર પણ છે,જેની કિંમત આશરે 80 લાખ રૂપિયા છે.આ ઉપરાંત ટોયોટા ઇનોવા પણ છે.જયારે તેમના અંગત જીવનમાં નજર કરવામાં આવે તો તેમનું પત્નીનું નામ જયમાલા છે.

દિલીપ આજે બે બાળકોના પિતા પણ છે.જેમાં એક પુત્ર છે જેનું નામ ઋત્વિક છે અને પુત્રીનું નામ નિયતિ છે.એક ઇન્ટરવ્યુ પોતે એવું પણ જણાવ્યું હતું કે પોતે પહેલા થિયેટરમાં કામ કરતા હતા,આ પછી તે ધીરે ધીરે અભિનયમાં આગળ વધવા માંગતા હતા.જયારે આજે એક જ શોમાં સતત કામ કરતા આવ્યા છે,અને દેશભરમાં પોતાની એક નવી ઓળખ બનાવી લીધી છે.ખાસ કરીને આજે તે દિલીપ નહિ,પરંતુ જેઠાલાલના નામથી વધારે જાણીતા રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *