પ્રેમી સાથે ભાગેલી પરિણીતાને ખભા પર બેસાડી જાહેરમાં અત્યાચાર ગુજાર્યો, નગ્ન કરી ગામમાં ફેરવ્યા…

Uncategorized

રાજ્યમાંથી સતત પ્રેમ સાથે સંકળાયેલ કિસ્સાઓ સામે આવી રહ્યા છે,આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા જોવા મળતા હોય છે,જે ઘણા અલગ સાબિત થતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ માટે ઘણા લોકો પોતાની દરેક હદો પાર કરી લેતા હોય છે,પરંતુ તે એવું પણ જાણે છે કે પ્રેમનો અંત ઘણો ખરાબ પણ જોવા મળતો હોય છે.

આજે આવો જ એક પ્રેમનો કિસ્સો દાહોદ જિલ્લાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું જાણવા મળ્યું છે કે એક 23 વર્ષીય પરિણીત મહિલા એક પ્રેમી સાથે સાથે ભાગી નીકળી હતી.પરંતુ આખરે તે ભાગેલા પ્રેમીઓની શોધ કરવામાં આવી હતી,અને તે પછી તેમની સાથે જે કરવામાં આવ્યું હતું તે ઘણું જ ચોંકાવનાર હતું.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે યુવતિના પતિ તેમજ તેના સાસરિયાઓના અન્ય સભ્યોએ આ યુવતી અને તેના પ્રેમીની શોધ કરી હતી.જયારે તેમની શોધ કરવામાં આવી ત્યારે મહિલાને મારમારી પછી લાવવામાં આવી હતી,આટલું જ નહિ પરંતુ પ્રેમીને યુવતીના ખભા પર બેસાડી આખા ગામમાં નગ્નાવસ્થામાં ફેરવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે હાલમાં આ સમગ્ર ઘટના અંગેનો એક વીડિયો વાઇરલ પણ થઇ રહ્યો છે.જયારે હાલમાં આ બનાવ અંગે યુવતીના પતિ અને આશરે અન્ય 20 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલા ઘણા સમયથી અન્ય યુવક સાથે પ્રેમ સબંધો ધરાવતી હતી.

પરંતુ પોતે ગત થોડા દિવસો પહેલા ભાગી નીકળ્યા હતા,આવી સ્થિતિમાં યુવતીના પતિએ અને અન્ય ગામના 20 જેટલા લોકોએ તેમની પકડીને પાછા લાવ્યા હતા.જયારે આ યુવતીને પછી લાવવામાં આવી ત્યારે ઘણી માર મારવામાં આવી હતી.આટલું જ નહિ પરંતુ તેના ઘણાખરા કપડા પણ ફાટી ગયા હતા.

આટલું જ નહિ પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે આ યુવતીના ખભા પર તે પ્રેમીને બેસાડી તેનો ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો ત્યારે આજુબાજુના વિસ્તારો સુધી તેની ચર્ચાઓ થવા લાગી હતી.હાલમાં તો એવું માનવામાં આવે છે કે પોલીસે આ વિડીયોને આધારે ઘણા લોકોની સામે કેસ દાખલ કર્યો છે.

પોલીસે યુવતી પાસેથી ઘણી ખરી માહિતી પણ મેળવી હોવાનું જણાવ્યું છે.આ યુવતી એવું જણાવી રહી છે કે પોતે અન્ય વ્યક્તિ સાથે પ્રેમમાં હતી,પરંતુ તેમને ઘરે પાછા લાવીને વધારે માર મારવામાં આવ્યો હતો,આટલું જ નહિ પરંતુ ફાટેલા કપડા સાથે આખા ગામમાં તેમને ફેરવવામાં આવ્યા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ઘટનાએ ઘણી હદો પાર કરી હોય તેવું જોવા મળ્યું છે.હાલમાં પોલીસ વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *