તિરૂપતિ મંદિરમાં દીપિકા પાસેથી ભીખ લેનાર ભિખારીની મૃત્યુ થતાં તેના પાસેથી નીકળ્યા એટલા રૂપિયા કે જાણીને તમને પણ નવાઈ લાગશે……

Uncategorized

આજના સમયમાં અનેક કિસ્સાઓ રોજ સોસીયલ મીડિયા પર જોવા મળતા હોય છે.જયારે કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જે ઘણા અલગ હોય છે,જેને જાણીને ઘણા લોકો ચોંકી જતા હોય છે.તમને જણાવી દઈએ કે આજે પણ આવો જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જે હાલ ચર્ચામાં જોવા મળી રહી છે.

આ સમગ્ર કિસ્સો તિરૂપતિ બાલાજી મંદિરમાં ભિખ માંગતા ભિક્ષુકનો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે 64 વર્ષીય આ ભિખારીનું મોત ગત વર્ષે કોરોનાને કારણે થયું હતું.આવી સ્થિતિમાં જયારે તેમના ઘરની તપાસ કરવામાં આવી ત્યારે તેમના ઘરમાં જે જોવા મળ્યું હતું તે ઘણું જ આશ્ચર્ય કરી શકે તેવું હતું.

તમને જણાવી દઈએ કે ઘરની તલાશી કરવામાં આવી ત્યારે ઘરમાંથી બે થેલા ભરેલા ઘણા પૈસા મળી આવ્યા હતા.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તિરૂપતિ બાલાજી મંદિરમાં રહેતા તે ભિખારી ખૂબ જ પ્રખ્યાત વ્યક્તિ હતો.લોકો પણ એવું જણાવી રહ્યા હતા કે તેમની વર્તણૂક એવી હતી કે અહીં આવતા લોકો તેમની સાથે ખુશ રહેતાં હતા.

આ ભિખારી સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ પાસે ભીખ માંગતા હતા.બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ આ ભિખારી સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે દીપિકા અહીં મુલાકાત લેવા માટે આવી હતી ત્યારે આ ભિખારી તેમની પાછળ ગયો હતો.અને દક્ષિણા લઈને જ પાછા આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે મંદિરની આજુબાજુ રહેતા કેટલાક લોકો એવું જણાવી રહ્યા છે કે આ ભિખારી 1980 થી અહીં રહેતો હતો.જ્યારે આ વિસ્તારને વધુ વિકસિત કરવાની યોજના બનાવવામાં આવી ત્યારે 2008 માં તેમને એક મકાન આપવામાં આવ્યું હતું.પરંતુ તેમના મૃત્યુ પછી તેમના ઘરને ઘણા લોકો પોતાના કબજામાં લેવા માંગતા હતા.

આ પછી વહીવટ તંત્ર સક્રિય થયું અને આખરે ઘરની તપાસ કરવામાં આવી.એવું કહેવામાં આવે છે કે તેમના મૃત્યુ પછી પરિવારમાં કોઈ ન હતું.માટે તેમના ઘરની તલાશી કરવામાં આવી હતી.અહીં વહીવટી તંત્રને પૈસાથી ભરેલા થેલા મળી આવ્યા હતા.મળતી માહિતી મુજબ પોલીસને અહીંથી આશરે 6,15,050 રૂપિયા મળી આવ્યા હતા .આ સાથે 25 કિલો કિસ્સા પણ મળી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે દેશમાં ઘણા ઓછા મંદિરો છે જે તેમની ઉંચાઇ માટે જાણીતા છે,આવા મંદિરોમાં એક છે તિરૂપતિ બાલાજીનું મંદિર છે.તિરૂપતિ બાલાજી મંદિરમાં જયારે આ ભિખારીની ઓળખ જુદી હતી.હાલમાં એવું કહેવાય છે કે આ સમગ્ર મળેલી સંપતી હાલમાં જિલ્લા વહીવટી તંત્ર પાસે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ ભિખારી ભક્તોનો પીછો છોડતા ન હતા જ્યાં સુધી તેમને કોઈ ભિખ ન મળે.

જયારે તેમના મૃત્યુ પછી ઘણા પડોશીઓને ઘરને કબજે કરવાનો પ્રયાસ કરતા હતા.આવી સ્થિતિમાં પોલીસે આખરે તેમના ઘરની તપાસ કરવી પડી હતી.અમે ઘરમાંથી આટલી મોટી રકમ મળી આવી હતી,જે ત્યાના બધા લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *