ત્રણ દીકરીઓના પિતા છે રાજપાલ યાદવ,કેનેડાની આ ખુબસુરત યુવતી સાથે કર્યા છે લગ્ન………

Boliwood

હિન્દી સિનેમામાં ઘણા દિગ્ગજ અભિનેતા રહેલા છે જે હમેશા પોતાના અભિનયથી વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહી પરંતુ તેમની લોકપ્રિયતા પણ દિવસે દિવસે વધારે વધી જોવા મળી છે.આવી સ્થિતિમાં જો અભિનેતા રાજપાલ યાદવની વાત કરવામાં આવે તો તે ફિલ્મોમાં લોકોને કોમેડી કરતા વધારે જોવા મળ્યા છે.તે પોતાની જોરદાર કોમેડીથી લોકોને હસાવતા આવ્યા છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા ફિલ્મોમાં ઘણા નાના નાના રોલ કર્યા છે,પરંતુ આજના સમયમાં તેમની ઓળખ ઘણી મોટી છે.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજપાલ યાદવ બોલિવૂડમાં બે દાયકાથી વધુ સમયથી કામ કરતાઆવ્યા છે.અને આજે પણ ફિલ્મી દુનિયામાં સક્રિય જોવા મળી રહ્યા છે.બોલિવૂડમાં એક સમય એવો હતો જ્યારે રાજકુમારના નામે ફિલ્મો હિટ સાબિત થતી હતી.

નાનકડી ભૂમિકાથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર રાજપાલ યાદવે ઘણા સંઘર્ષો પછી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ ભજવીને ખૂબ મોટી હેડલાઇન્સ બનાવતા થઇ ગયા હતા.દરેક વ્યક્તિ જાણે છે કે રાજપાલ છેલ્લે હિટ ફિલ્મ જુડવા 2 માં જોવા મળ્યો હતો.તેને ઘણી ફ્લોપ અને હીટ બંને પ્રકારની ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવ પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી તો વધારે જાણીતી રહ્યો છે,પરંતુ સાથે સાથે ઘણીવાર પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે અભિનેતા રાજપાલ યાદવે કુલ બે લગ્ન કર્યા છે,જેમાં તેમને 3 પુત્રીઓ છે.જે તેમના ઘણા ચાહકો જાણતા પણ નથી.

આવી સ્થિતિમાં આજે તમને રાજપાલ યાદવના અંગત જીવન વિશે જણાવી રહ્યા છીએ.રાજપાલ યાદવે પહેલા કરુણા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા.જેમાં બંનેને એક પુત્રી જ્યોતિ હતી.પરંતુ એવું કહેવાય છે કે તેમની પહેલી પત્ની ઘણા ઓછા સમયમાં રાજપાલ યાદવનો સાથ છોડીને દુનિયાને અલવિદા કહી હતી.

પુત્રી જ્યોતિને જન્મ આપ્યા પછી તેમની પત્નીની અવસાન થયું હતું.આ પછી ઘણા સમય પછી ફરી એકવાર લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવની બીજી પત્નીનું નામ રાધા યાદવ છે.એવું કહેવામાં આવે છે કે તેની પહેલી પત્નીના અવસાન પછી રાજપાલ યાદવ બીજી વખત લગ્ન કરવા માટે તૈયાર ન હતા.

રાજપાલ યાદવે પોતાના એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે મારી પત્ની રાધા મારા કરતા 9 વર્ષ નાની છે.જે પોતે લવ મેરેજ કર્યા છે.જયારે પોતે ફિલ્મ ધ હીરો’ના શૂટિંગ માટે કેનેડા ગયો હતો, ત્યારે તે રાધાને પેહલીવાર મળ્યો હતો.જેમાં પહેલા તેમના વચ્ચે સામાન્ય મિત્રતા થઇ હતી.પરંતુ ધીરે ધીરે તે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

જયારે 10 દિવસના ફિલ્મના શૂટિંગ પછી પોતે ભારત પરત ફર્યો ત્યારે તે એકબીજા સાથે ફોન મારફતે સંપર્કમાં રહ્યા હતા.આ પછી ઘણા ઓછા સમયમાં રાધા પણ ભારતમાં રહેવા માટે આવી ગઈ હતી.અંતે બંનેએ 2003 માં લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.રાજપાલને પહેલી પત્નીથી એક પુત્રી જ્યોતિ હતી,જયારે રાધા સાથે લગ્ન કર્યા પછી બીજી 2 પુત્રી થઇ હતી.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પેહલા મોટી પુત્રી જ્યોતિના લગ્ન કરાવી દીધા છે.રાજપાલ તેના પરિવાર સાથેના ઘણા ફોટાઓ સોસીયલ મીડિયા પર જોવા મળતા રહે છે.તે હમેશા પોતાની પુત્રીઓ સાથે વધારે સમય પસાર કરતો હોય તેવું જોવા મળતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *