દિલ્લીની યુવતીને સીરીયલમાં કામ કરવાનું કહીને વડોદરા બોલાવી અને તેની સાથે કર્યું એવું કે……

Uncategorized

રાજ્યમાં સતત મહિલાઓ સાથે કેટલાક અડપલા અને ખરાબ રીતે દુષ્કર્મ આચર્યુ હોવાના અનેક કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે,જેમાં કોઈને કોઈ લાલચ આપીને મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોય છે.તમને જણાવી દઈએ કે આવા કિસ્સાઓ રાજ્યમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં વધતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજ્યના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જે આજે ચર્ચાનો વિષય બન્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે ફિલ્મ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાનાં બહાને દિલ્હીની એક યુવતીને વડોદરાની એક હોટલમાં બોલાવી હતી.

આટલું જ નહિ પરંતુ આ આવેલી મહિલા સાથે ડાયરેક્ટરે કેટલાક નગ્ન ફોટાઓ પણ લીધા હતા.પરંતુ અણી સાથે સાથે મહિલા પર દુષ્કર્મ પણ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે પહેલા તો આ આરોપીએ યુવતીનાં નામે ફેસબૂકમાં એકાઉન્ટ બનાવ્યું હતું.જેમાં એક દિલ્હીની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી આપી હતી.

જયારે આ બંને સોસીયલ મીડિયા પર એકબીજાને ઓળખવા લાગ્યા ત્યારે હતી.ટીવી સિરિયલ અને મોડલિંગની લાલચ આપી હતી,જયારે યુવતી પણ આ લાલચમાં આવી ગઈ હતી,અને દિલ્હીથી વડોદરા તેમને મળવા માટે આવી હતી.પરંતુ અહી આવી ત્યારે તેમને કામને બદલને ધમકી અને અસહ્ય પીડા મળી હતી.

એવું કહેવામાં આવે છે કે હોટલમાં બોલાવી યુવતીનાં નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હજારો રુપિયાની માંગણી કરી હતી.જયારે આવી સ્થિતિમાં આખરે મહિલાએ પોલીસની મદદ માંગી હતી.તમને જણાવી દઈએ કે આ મહિલાએ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક યુવતીના નામથી મેસેજ આવ્યો હતો.

જયારે મોડલિંગ અંગે કામ કરવા માટે પણ જણાવ્યું હતું.જયારે આ પોતે કામની શોધમાં હોવાથી હા કહ્યું હતું.જયારે તે આરોપી ફિલ્મ પોડ્કશનના કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે પોતાની ઓળખાણ આપી હતી.આ પછી બંને એકબીજાના મોબાઇલ નંબર પર વાતો પણ કરવા લાગ્યા હતા.જેમાં એક યુવકનો સંપર્ક થયો હતો.

જયારે આ આરોપીએ ફોન કરીને એવું જણાવ્યું હતું કે જો તમને એક્ટિંગ અને મોડેલિંગમાં રસ હોય તો વડોદરા આવવું પડશે.તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા 15 હજાર રૂપિયા આપવા પડશે,આટલું જ નહિ પરંતુ આ સાથે બેંક એકાઉન્ટ નંબર પણ આપ્યો હતો.જેમાં આશરે 13 હજાર જમા પણ કરાવ્યા હતા.જયારે આ મહિલા વડોદરા આવી ત્યારે ત્યાની એક હોટલમાં બોલાવી હતી.અહી આવીને પણ આરોપીએ અન્ય 52 હજારની માંગ કરી હતી.જેમાંથી આશરે 25 હજાર આપી પણ દીધા હતા.

આખરે આટલા પૈસા લીધા પછી આરોપીએ મોડલિંગ માટે ન્યૂડ ફોટા પડાવવા માટે જણાવ્યું હતું.આવી સ્થિતિમાં યુવતીએ ના પાડી હતી.જયારે આ કામ માટે દરેક વ્યક્તિ કરાવતા હોવાનું જણાવ્યું હતું.આખરે યુવતી માની ગઇ અને નગ્ન ફોટા માટે તૈયાર થઇ.યુવતી એવું જણાવી રહી છે કે આ ફોટાઓ પછી તે યુવક તેમની સાથે છેડછાડ કરવા લાગ્યો હતો.અને દુષ્કર્ પણ ગુજાર્યું હતું.

આ દરેક કામ કરીને યુવતીને ધમકી પણ આપી હતી.જયારે એક દિવસ મહિલા અહી રહી અને આખરે બીજા દિવસે દિલ્હી જતી રહી હતી.દિલ્હી ગયા પછી પણ આ આરોપી અવારનવાર ફોન કરીને રૂપિયા 50 હજારની માંગણી કરવા લાગ્યો હતો.આટલું જ નહિ પરંતુ નગ્ન ફોટાને વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો.

આખરે મહિલાએ આ સમગ્ર બાબતથી કંટાળી દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ કરી હતી. ત્યારબાદ તે ફરિયાદ વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી.જયારે આરોપીની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી હતી,જેમાં આ યુવક ઉત્તરપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું હતું.હાલમાં તો તેમની શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *