દિલ જીતી લે તેવી ઘટના,દાદાએ દીકરીને ભણાવવા માટે ઘર વેચી દીધું અને પછી રીક્ષામાં રહેવાનું અને ……

Uncategorized

આજના સમયમાં સારા અને ખરાબ કિસ્સાઓ વધારે પડતા સોસીયલ મીડિયા પર જોવા મળી આવતા હોય છે,જયારે એવું પણ કહી શકાય છે કે ઘણા એવા પણ લોકો જે સોસીયલ મીડિયા મારફતે રાતો રાત વધારે લોકપ્રિય બની જતા હોય છે.આવી સ્થિતિમાં હાલમાં મુંબઈમાં ઓટો રિક્ષા ચલાવનાર એક વૃદ્ધ વ્યક્તિ દેશભરમાં વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે આ વૃદ્ધ વ્યક્તિએ પોતાની પૌત્રીના શિક્ષણ માટે પોતાનું ઘર પણ વેચી નાખ્યું છે.જેથી મળેલા પૈસાથી તે સારો અભ્યાસ મેળવી શકે.જયારે હાલમાં આ બેગર થયેલા વૃદ્ધ વ્યક્તિ પોતાનું ઘર રીક્ષાને જ બનાવી દીધું છે.આટલું જ નહિ પરંતુ ખાવાપીવા અને ઊંઘવા માટે પણ આજ રીક્ષા રહી છે.

તમને જણાવી દઈએ કે આ વૃદ્ધ વ્યક્તિની ઘણી તસવીરો અને તેમની આ હ્રદય સ્પર્શી વાર્તા સોશિયલ મીડિયા ખુબ જ વાયરલ થઈ છે,આવી સ્થિતિમાં ઘણા લોકો તેમની મદદ માટે આગળ પણ આવ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ એક આંખમાં પાણી લાવી શકે તેવી તેમની આપવીતી છે.એવું કહેવામાં આવકે છે કે આ વૃદ્ધ વ્યક્તિનું નામ દેસરાજ છે,જે મુંબઇમાં રિક્ષા ચલાવે છે.

એવું કહેવામાં આવે છે કે જ્યારે તેના બે પુત્રો મૃત્યુ પામ્યા ત્યારે સમગ્ર પરિવારની સંભાળ લેવાનો ભાર તેમના પર આવી ગયો હતો.જયારે એક સોસીયલ હ્યુંમને તેમનું ઇન્ટરવ્યૂ લીધું ત્યારે તેમની દુખની વાત બધાની સામે આવી હતી.જેમાં આ વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમનો એક પુત્ર 6 વર્ષ પહેલા અચાનક ગુમ થયો હતો.જે નોકરી અતે ગયો હતો,જયારે આજ સુધી તે પાછો આવ્યો નથી.

જયારે તેના ગુમ થયાના થોડા દિવસો પછી 40 વર્ષીય પુત્રની લાશ મળી આવી હતી.જેમાં એક દિવસે અચાનક ફોન આવ્યો કે તમારા પુત્રનો મૃતદેહ પ્લેટફોર્મ પર મળી આવ્યો છે.બંને પુત્રોના અંતિમ સંસ્કાર પિતાએ કરવા પડ્યા હતા.આ પછી ઘરની બધી જવાબદારી પોતાના પર આવી ગઈ ગઈ હતી.પોતાના બે સંતાનો ગુમાવી ચુકેલા આ વૃદ્ધ વ્યક્તિએ પોતાની હિમત ઓછી થવા ન દીધી હતી.

આ દેશરાજે પોતાના પરિવારની જવાબદારી નિભાવવી.આટલું જ નહિ પરંતુ પૌત્રી માટે શાળામાં મોકલવાની તમામ ગોઠવણ પણ કરી હતી.તમને જણાવી દઈએ કે બંને દીકરાઓના અવસાન પછી તેની પુત્રવધૂ અને 4 પૌત્રોની જવાબદારી દેસરાજ ઉપર આવી ગઈ હતી.આ પછી પછી વધુ કમાવવા માટે તેઓ રાત દિવસ કામ કરવા લાગ્યા હતા.એવું કહેવાય છે કે તે સવારે 6 વાગ્યે ઘરેથી નીકળે છે ત્યારે મોડી રાત સુધી ઓટો ચલાવતા રહે છે .

તે મહિનામાં આટલી વધારે મહેનત કરે છે ત્યારે આખરે દર મહિને 10 હજાર રૂપિયા કમાય છે.જેમાંથી આખા ઘરનું ભરણપોષણ કરવાનું રહે છે.દેસરાજ એવું જણાવે છે કે જયારે મારી પૌત્રી 12 માં વર્ગમાં 80% ગુણ લાવી ત્યારે બધા લોકોને આખા દિવસ આવા ગ્રાહકોને મફત સવારી આપી હતી.જયારે દેશરાજની પૌત્રીએ કહ્યું કે તેણે દિલ્હીની કોલેજમાંથી બી.એડ કરવાની છે.પરંતુ પારિવારિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘર વેચી દીધું.

એવું કહેવામાં આવે છે કે મકાન વેચ્યા પછી તેની પત્ની,પુત્રવધૂ અને અન્ય પૌત્ર-પૌત્રો ગામમાં રહેતા એક સંબંધી સાથે રહેવા માટે સ્થળાંતર થયા હતા.જયારે દેશરાજ મુંબઇમાં રીક્ષા ચલાવતા હતા.દેસરાજ કહે છે એક વર્ષ થઈ ગયું છે આવા જીવન સાથે જીવતા.પોતે આજ રીક્ષામાં રાતે ઊંઘે છે અને સવાર પડતા પાછા કામે નીકળી જાય છે.

આ દેસરાજ ભાવુક થઈને જણાવી રહ્યા છે કે પોતાની તેણી શિક્ષિકા બનશે અને પછી હું તેને ગળે લગાવીશ.સોશિયલ મીડિયા પર જ્યારે દેસરાજના સંઘર્ષની વાર્તા આવી ત્યારે લોકો તેને વાંચીને ઘણા ભાવુક થઇ ગયા હતા.તેમની વાર્તા સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ ગઈ હતી અને ઘણા લોકોએ તેમને મદદ કરવા આગળ આવવાનું પણ કહ્યું હતું.

ઘણા લોકોએ તેને મદદ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.જેમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર દેશરાજ માટે લખ્યું હતું કે ‘તેમની આ વાર્તા સાંભળીને જણાવ્યું કે આટલી ઉમર હોવા છતાં આટલી મહેનત કરતા જોવા મળી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ ખરાબ આર્થિક સ્થિતિ પછી પણ લોકોને મફત સવારી આપવાની ઓફર કરતા રહે છે.

તમને જણાવી દઈએ કે એક ફેસબુકએ ગ્રુપે તેમના માટે ભંડોળ એકઠું કરવાનું પણ શરૂ કર્યું.જે અંતર્ગત તેણે 276 લોકો પાસેથી આશરે 5 લાખ રૂપિયા એકઠા કર્યા છે.આટલું જ નહીં પરંતુ દિવસે દિવસે ઘણા લોકો તેમની મદદ કરવાનું પણ જણાવી રહ્યા છે.આજે પણ આ વૃદ્ધ વ્યક્તિ જીવન સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *