દીપિકા પાદુકોણે રણવીર સાથે લગ્ન પહેલા આ લોકો સાથે કરી ચુકી છે ડેટ, લીસ્ટમાં ફેમસ ક્રિકેટર પણ શામેલ….

Boliwood

બોલિવૂડમાં અનેક કલાકારો રહેલા છે જે હમેશા પોતાની ફિલ્મો માટે તો જાણીતા રહે છે,પરંતુ કેટલાક એવા પણ કલાકારો રહેલા છે જે હમેશા પોતાના અંગત જીવનને લઈને વધારે જાણીતા રહ્યા છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણની વાત કરવામાં આવે તો તે ઘણા ઓછા સમયમાં સફળતા પ્રાપ્ત કરનાર અભિનેત્રી બની ગઈ છે.

સામાન્ય રીતે તો અભિનેત્રી દીપિકા પાદુકોણ હમેશા ફિલ્મો કરતા પોતાની જીવન શૈલી અને કેટલાક અન્ય કારણોથી ચર્ચામાં રહી છે.દરેક વ્યક્તિ જાણે છે કે આ અભિનેત્રીએ આશરે 2018 માં અભિનેતા રણવીર સિંહ સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગઈ હતી,પરંતુ લગ્ન જીવનમાં જોડતા પહેલા પ્રેમ અફેરને લઈને ચર્ચામાં રહી હતી.પરંતુ જે હોય તે, તેમની જોડી લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં દીપિકા પાદુકોણ ભલે રણવીર સિંહની પત્ની બની ગઈ છે,પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે લગ્ન જીવનમાં જોડાતા પહેલા ફિલ્મ અભિનેતાથી માંડીને ક્રિકેટરો સુધીના ઘણા લોકો સાથે અફેરમાં રહી ચુકી છે.આટલું જ નહિ પરંતુ તેમના કેટલાક પ્રેમ કિસ્સાઓ તો આજે પણ ચર્ચામાં આવતા હોય છે.આવી સ્થિતિમાં આજે તમને દીપિકા પાદુકોણના કેટલાક પ્રેમીઓ વિશે જણાવી રહ્યા છીએ.

નિહાર પંડ્યા –

એવું કહેવામાં આવે છે કે દીપિકા પાદુકોણનું નામ પહેલા તો નિહાર પંડ્યા સાથે જોડાયું હતું.આટલું જ નહિ પરંતુ તેમનો પ્રેમ એક્ટિંગ ક્લાસથી ચાલુ થયો હતો.આખરે બંને એકબીજાને વધારે પ્રેમ પણ કરવા લાગ્યા હતા.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે દીપિકા પાદુકોણ આશરે 3 વર્ષ સુધી નિહાર પંડ્યા સાથે લિવઇનમાં રહી હતી,પરંતુ અચનાક પ્રેમમાં તકરાર થઇ ત્યારે બંને અલગ થઇ ગયા હતા.તમને જણાવી દઈએ કે નિહાર કંગના સાથે ફિલ્મ ઝાંસી કી રાનીમાં જોવા મળ્યો હતો.

મુઝમમિલ ઇબ્રાહિમ –

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે મોડેલિંગ દરમિયાન દીપિકા પાદુકોણનું નામ જાણીતા મોડેલ મુઝમમિલ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ ગયું હતું,આટલું નહિ પરંતુ તેમના ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજા સાથે ઘણો સમય પણ પસાર કર્યો હતો,પરંતુ તેમનો પ્રેમ ઘણા ઓછા સમયમાં સમાપ્ત થઇ ગયો હતો.

યુવરાજ સિંહ –

તમને જણાવી દઈએ કે જાણીતા ખેલાડી યુવરાજ સિંહ પણ બોલિવૂડની આ સુંદર દીપિકા પાદુકોણના પ્રેમમાં પાગલ થઇ ગયા હતા.એવું પણ માનવામાં આવે છે કે દીપિકા પાદુકોણે યુવરાજ સિંહને થોડા સમય માટે ડેટ પણ કરી હતી.

આટલું જ નહિ પરંતુ બંને સાથે હતા તેવા કેટલાક ફોટાઓ પણ વાયરલ થઇ ગયા હતા.એવું કહેવામાં આવે છે કે યુવરાજસિંહ હમેશા દીપિકા પાદુકોણને પ્રેમ કરતા હતા.પરંતુ દીપિકા પાદુકોણ તેમના પ્રેમને આગળ વધાવી શકી ન હતી,અને આખરે પ્રેમને મિત્રનું નામ આપીને સબંધોનો અંત કર્યો હતો.

મહેન્દ્રસિંહ ધોની-

કેટલાક અહેવાલો મુજબ દીપિકા પાદુકોણની સુંદરતા પાછળ તો જાણીતા ખેલાડી મહેન્દ્રસિંહ ધોની પણ પાગલ થઇ ગયા હતા.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે બંનેએ એકબીજાને ડેટ પણ કરી હતી.પરંતુ જયારે મીડિયાની સામે આ બાબતો આવી ત્યારે પોતાના સંબંધની કબૂલાત આજ સુધી કરી નથી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે ધોની દીપિકા પાદુકોણ સાથે પણ લગ્ન કરવા માંગતો હતો,પરંતુ તે દિવસોમાં દીપિકા તેની કારકિર્દી પર વધારે ધ્યાન આપી રહી હતી,જેથી સબંધો આગળ વધ્યા ન હતા.

સિદ્ધાર્થ માલ્યા –

દરેક વ્યક્તિ જાણે છે કે એક સમય હતો જયારે દીપિકા પાદુકોણ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ સાથે ફરતી હતી,આટલું જ નહિ પરંતુ ઘણી પાર્ટીઓમાં પણ સાથે જોવા મળી હતી.એવું કાજ્હી શકાય છે કે એક સમયે આ બંનેએ એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો હતો.જયારે કેટલાક સુત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે સિદ્ધાર્થ દીપિકા સાથે એવા ડાયરેક્ટર બન્યો કે તેણે તેને ઘર પણ ગિફ્ટ કર્યું.પરંતુ અચનાક તેમના સંબંધો બગડવા લાગ્યા હતા.

ઉપેન પટેલ –

અભિનેતા ઉપન પટેલ પણ એક સમયે દીપિકા પાદુકોણને પ્રેમ કરવા લાગ્યા હતા.એવું કહેવામાં આવે છે કે પહેલા તો આ બંને વચ્ચે મિત્રતા હતી,પરંતુ ઘણા ઓછા સમયમાં તે પ્રેમમાં પાગલ બની ગયા હતા.પરંતુ આજ સુધી બંનેએ એકબીજા વિશે ખુલ્લેઆમ પ્રેમની વાતને લઈને કઈ પણ જણાવ્યું નથી.પરંતુ કેટલાક મહિલાઓ સુધી સાથે ડેટ કરી છે તે દરેક વ્યક્તિ જાણે છે.પરંતુ તેમનો પ્રેમ પણ વધારે સમય ચાલ્યો ન હતો.

રણબીર કપૂર –

અભિનેતા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની વાત કરવામાં આવે તો તેમની જોડી ફિલ્મોમાં જ નહિ પરંતુ વાસ્તવિક રીતે પણ પસંદ કરવામાં આવી હતી.જયારે તેમના પ્રેમ અંગે દરેક વ્યક્તિ જાણે છે.એવું માનવામાં આવે છે કે દીપિકા રણબીરના પ્રેમમાં એટલી પાગલ હતી કે તે તેના માટે કંઇ પણ કરવા તૈયાર હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે દીપિકા પાદુકોણે રણબીર કપૂર સાથે લગ્ન કરવાનું પણ સપનું જોયું હતું,પરંતુ આ બંનેનું અચનાક બ્રેકઅપ થઇ ગયું હતું.જયારે એવું કહેવામાં આવે છે કે રણબીર કપૂરએ તેમની સાથે છેતરપીંડી કરી હતી.

રણવીર સિંહ –

તમને જણાવી દઈએ કે રણવીરસિંહે આખરે એક એવા અભિનેતા રહ્યા છે જે પોતે પ્રેમમાં સફળ સાબિત થઇ ગયા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતાએ ઘણા વર્ષો સુધી તેમની સાથે ડેટિંગ કરીને અંતે દીપિકા પાદુકોણ સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જયારે આજે દીપિકા અને રણવીર સિંહની જોડી પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *