દુઃખદાયક ઘટના,જીવથી વહાલી દીકરીને બચાવવા જતા માતા અને પિતાએ આવી રીતે ગુમાવ્યો જીવ……….

Gujarat

માતાપિતા માટે તેમનું સંતાન સર્વસ્વ હોય છે.દરેક માતાપિતા પોતાના સંતાનોને ખુશ જોવા માંગતા હોય છે.જેમાં તે ઘણી મહેનત પણ કરે છે અને પોતાના સંતાનોને મોટા કરે છે.તમને જણાવી દઈએ કે માતાપિતા ઘણીવાર સંતાનને જરૂર પડતા પોતે પોતાનો જીવ આપતા અચકાતા પણ નથી.આજે આવો જ એક દુખદ કિસ્સો ખેડાના એક વિસ્તારમાંથી સામે આવતો જોવા મળ્યો છે.

આ સમગ્ર કિસ્સામાં એવું સામે આવ્યું છે કે માતા-પિતાએ પોતાની આહુતિ આપીને પોતાની દીકરીનો જીવ બચાવી લીધો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારની સીમમાં કપડા સુકવવા જતી દીકરીને કરંટ લાગ્યો હતો.આવી સ્થિતિમાં માતા-પિતા ત્યાં હતા અને આ જોઇ ગયા હતા.પોતાની દીકરીનો જીવ જોખમમાં જોઇને તે દીકરીનો જીવ બચાવવા માટે માતા-પિતા દોડી ગયા હતા.

આવી સ્થિતિમાં દીકરી તો મોતના મુખમાંથી બચી ગઈ હતી,પરંતુ આ દરમિયાન દીકરીને બચાવવા માટે દોડી આવેલા માતાપિતા કરંટની જપેટમાં આવી ગયા હતા.આ સમગ્ર કિસ્સા સમયે ત્યાના બીજા કેટલાક લોકો દોડી આવ્યા હતા અને બેભાન માતા-પિતાને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.

મળતી માહિતી મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે 19 વર્ષીય યુવતી પોતે કપડા સુકવી રહી હતી,પરંતુ તેને ત્યાં અચાનક કરંટ લાગતા તે જોરથી બુમો પાડવા લાગી હતી.આવી સ્થિતિમાં તેના માતા-પિતા તેને બચાવવા દોડી ગયા હતા,જ્યાં માતા-પિતાએ દિકરીને તો કરંટમાંથી બચાવી લીધી હતી,પરંતુ પોતે પોતાની જીવ ગુમાવી ચુક્યા હતા.

તમને જણાવી દઈએ કે વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે ઘર બહાર કપડા સૂકવવાના તાર પર કરંટ આવ્યો હતો.જેમાં દીકરી બચી ,પરંતુ માતાપિતા બચી શક્યા ન હતા.આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.અને હાલમાં તો આ એક અકસ્માત હોવાનું જણાવી કેસ દાખલ કર્યો છે.એક જ ઘરમાંથી માતાપિતાની છાયા ગુમાંનવાર દીકરી આજે એકલી થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *