દુખદાયક ઘટના: પડોસીયોએ અર્થીને કાંધો ન આપ્યો તો પત્નીને સાયકલ પર લઈને નીકળી પડ્યો યુવક,પછી પોલીસે કર્યું એવું કે…….

India

કોરોનાની મહામારી દિવસે દિવસે વધારે ભયાનક રૂપ ધારણ કરી રહી છે.સમગ્ર માનવ જીવન હવે કોરોનાની જપેટમાં આવી ગયું છે.ચારેબાજુ કોરોનાની ગંભીર સ્થિતિ જ જોવા મળી રહી છે. સામાન્ય રીતે જોવામાં આવે કોરોનાની આ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઇ છે.જેમાં હોસ્ટપિટલ ફૂલ થઇ ગયા છે જયારે એમ્બ્યુલન્સ સેવા પ્રાપ્ત થતી નથી.

આટલુ જ નહિ પરંતુ સ્મશાનમાં લોકો પોતાના પરિવારના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે.જેમાં આશરે 4-5 કલાક રાહ જોઇને ઉભા રહેવું પડી રહ્યું છે.આ દરેક ગંભીર સ્થિતિમાં આજે ઘણા એવા પણ લોકો છે જે હમેશા મદદ માટે આગળ આવતા હોય છે,જયારે અમુક સમયે પોતાના પાડોશી પણ હાથ લાંબો કરતા અચકાય છે.

આ કોરોનાની મહામારીમાં હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તેમના મૃતદેહને લઇ જવા માટે કોઈ ઉભું રહેતું નથી.પરંતુ આવી સ્થિતિમાં પોલીસે માનવતા બતાવી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.મળતા અહેવાલ મુજબ મૃત પત્નીની અંતિમ વિધિમાં મદદ કરવા માટે ગામના ચાર લોકો પણ મદદ માટે આવ્યા ન હતા.

આવી સ્થિતિમાં પતિ સાયકલ પર મૃતદેહ રાખીને નદી કિનારે ચાલતો થઇ ગયો હતો.જયારે પોતે આખરે સ્મશાને ગયો અને પોતાની પત્નીના શવ બરાબર આગ પણ આપી ન હતી,અને ગામના કેટલાક લોકો ત્યાં આવીને અંતિમ સંસ્કાર માટે રોગ લગાવી દીધી હતી.આવી સ્થિતિની જયારે પોલીસને જાણ થઇ ત્યારે તે ત્યાં આવી હતી.

આટલું નહિ પરંતુ મૃતદેહને ઘાટ પર લઈ જવા માટેનું વાહન પણ પૂરું પાડ્યું હતું.મળતા અહેવાલ મુજબ ગામના રહેવાસી આ વ્યક્તિની પત્ની જે આશરે 56 વર્ષી હતી.જેમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.એમ્બ્યુલન્સમાંથી મૃતદેહને લઈ પોતે ગામમાં પહોંચ્યો.

અંતિમ સંસ્કાર માટે મૃતદેહને ઘાટ પર લઈ જવા માટે પડોશીઓનો સહકાર માંગ્યો હતો,પરંતુ કોરોનાથી મોત થયું હોવાથી તેમની મદદ માટે કોઈ આગળ આવ્યું ન હતું.આ પરિસ્થિતિનો સામનો કરતાં અન્ય કોઈ ઉપાય ન મળતા પત્નીના મૃતદેહને સાયકલ પર રાખીને એકલો અંતિમ સંસ્કાર માટે નીકળી ગયો હતો.

પરંતુ ગામના લોકોએ મૃતદેહને બાળી નાખવાની પણ ના પાડી હતી.જયારે પોલીસને આ માહિતી મળી ત્યારે તે સ્થળ પર મદદ માટે આવી હતી.અને પોલીસે તેનો કાંધો આપ્યો હતો અને વાહનની વ્યવસ્થા પણ કરી હતી.અંતિમ સંસ્કાર માટે પૈસા પણ પૂરા પાડ્યા હતા.આ સમગ્ર પોલીસકર્મીઓનો પ્રયત્ન પ્રશંસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *