દુખદ ઘટના: 5 મહિનાના બાળકને બેગમાં ભરીને એક ચિઠ્ઠી મુકી,જેમાં લખ્યું હતું એવું કે જાણીને આંખોમાં પાણી આવી જાય

Uncategorized

દરેક માતાપિતા માટે તેમનું સંતાન સર્વસ્વ હોય છે.પોતાના આ સંતના માટે માતાપિતા અનેક દુખ વેઠવા પણ તૈયાર હોય છે.તે હમેશા બાળકને ખુશ જોવા માંગતા હોય છે,જેના માટે તે કઈ પણ કરવા માટે રાજી થઇ જતા હોય છે.પરંતું ઘણા એવા પણ માતાપિતા હોય છે જે પોતાના બાળકને ત્યજી દેવા માટે પણ તૈયાર થઇ જતા હોય છે.

આજે આવા એક બાળક સાથે અનોખું કામ કરવાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.જેમાં એવું સામે આવ્યું છે કે એક વ્યક્તિએ પોતાના 5 મહિનાના પુત્રને એક બેગમાં ભરીને એક રસ્તા પર મૂકી આવ્યો હતો.આટલું જ નહિ પરંતુ તેની સાથે એક ચિઠ્ઠી પણ લખીને મૂકી હતી.અહેવાલો મુજબ આ સમગ્ર ઘટનના યુપીના એક જીલ્લામાંથી સામે આવી છે.

આ વિસ્તારમાં એક બાળક બેગની અંદરથી રડતું હોય તેવો આવાજ રસ્તા પર આવતા જતા લોકોને સાંભળવા મળ્યો હતો.આવી સ્થિતિમાં કેટલાક લોકોએ પોલીસને જાણ કરી હતી.જયારે આ સમગ્ર બાબતની જાણ થઇ ત્યારે પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી.પહેલા તો પોલીસ પણ આ બેગ ખોલતા અચકાતી હતી.પરંતુ હિમત કરીને પોલીસએ આ બેગ ખોલી તો તેમાં એક 5 મહિનાનું બાળક જોવા મળ્યું હતું.

આટલું જ નહિ પરંતુ આ બાળક પાસે એક પત્ર પણ મળી આવ્યો હતો.જયારે આ બાળકની સાથે સાથે બાળકના કેટલાક કપડાં 5000 રોકડ રકમ અને અન્ય ચીજો પણ મળી આવી હતી.આવી સ્થિતિમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર બાળકના પિતાએ લખ્યો હશે.તમને જણાવી દઈએ કે આ પત્રમાં એવું લખ્યું હતું કે આ મારો પુત્ર છે.જયારે હું 6થી 7 મહિના માટે તમારી સાથે છોડી રહ્યો છું.

હું તમને દર મહિને 5 હજાર રૂપિયામાં પૈસા મોકલતો રહીશ.તમારે આ બાળકને સુરક્ષિત રાખવા માટે હું વિનંતી કરી રહ્યો છે.કારણ કે આ બાળકની માતા નથી.હાલમાં પરિવારની સ્થિતિ સારી નથી,પરંતુ બધું બરાબર થઇ ગયા પછી પોતે આ બાળકને ચોક્કસ રીતે લઇ જશે એવું પણ જણાવ્યું છે.આટલું જ નહિ પરંતુ વધારે પૈસાની જરૂર હોય તો તે પણ આપશે.

તમને જણાવી દઈએ કે હાલમાં તો પોલીસે બાળકને તે વ્યક્તિને આપ્યું છે જેણે પોલીસને જાણ કરી હતી,જયારે પોલીસ પણ હવે આની વધારે તપાસ કરી રહી છે.પોલીસ પણ આવા કિસ્સાથી ચકિત થઇ ગઈ છે.કોઈ ભાગ્ય જ વ્યક્તિ હક્સે જે બાળક સાથે આવું કરવા માટે તૈયાર હશે.જયારે કેટલાક લોકો પિતાની તકલીફ જાણવા માંગે છે.પરંતુ હાલમાં બાળકના પરિવારની જાણ થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *