દેવાની સમસ્યાથી છો પરેશાન તો કરો લાલ કિતાબનો આ ઉપાય,દુર થઇ જશે પૈસાની બધી સમસ્યાઓ……..

Astrology

દરેક વ્યક્તિ હમેશા સારું જીવન જીવનના માંગે છે.તે હમેશા સુખ સુવિધાઓ સાથે પોતાનું જીવન પસાર કરવા માંગે છે.જેના માટે ઘણી મહેનત પણ કરતા રહે છે.પરંતુ દરેક વ્યક્તિ હમેશા સુખદ જીવન પસાર નથી કરતો.અમુક સમયે દુઃખનો પણ સામનો કરવો પડતો હોય છે.એવું કહેવામાં આવે છે કે દરેકના જીવનમાં ચોક્કસ રીતે કોઈને કોઈ સમસ્યા જરૂર આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો સુખ દુઃખનું ચક્ર જીવન સાથે જોડાયેલું છે.જયારે અમુક સમયે કેટલાક લોકો ઉપાયો કરવા લાગે છે.તમને જણાવી દઈએ કે જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવા માટે લાલ કિતાબમાં પણ ઘણા પ્રકારના ઉપાયો વર્ણવવામાં આવ્યા છે.જે રોજિંદા જીવનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ઘણા ઉપયોગી પણ સાબિત થઇ શકે છે.

એવું કહેવામાં આવે છે કે લાલ કિતાબના કેટલાક ઉપાયો કરવાથી જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે.તમને જણાવી દઈએ કે લાલ કિતાબમાં પૈસાથી સંબંધિત સમસ્યાઓના સમાધાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જે લોકો જીવનમાં પૈસાને લઈને વધારે પરેશાન રહે છે અથવા આર્થિક સ્થિતિ વધારે નબળી છે તો કેટલાક ઉપાયો કરવાથી પૈસાની તંગી હમેશા માટે દૂર કરી શકાય છે.

આ ઉપાયો કરવાથી વ્યવસાયમાં વધારે નફો પ્રાપ્ત થવા લાગે છે.ખાસ કરીને જે લોકો વધારે દેવામાં ડૂબી ગયા છે તે લોકોએ અમુક ઉપાયો ચોક્કસ રીતે કરવા જોઈએ.કારણ કે તે દેવાથી મુક્ત પણ કરે છે.આજે તમને લાલ કિતાબના આવા જ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ….

– જે લોકો દેવામાં વધારે ડૂબી ગયા છે અને તે પોતાની આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માંગે છે તો આ ઉપાય તેમના માટે ખાસ સાબિત થઇ શકે છે.તમારે આવી સ્થિતિમાં દરરોજ કાગડાને રોટલી ખવડાવવી અથવા તો તેમને અનાજ આપવું.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વધતા દેવાથી છૂટકારો મેળવી શકાય છે.આ માટે રાત્રે સુતા પહેલા પલંગની નીચે એક વાસણમાં જવ ભરીને મુકવા.પછી બીજા દિવસે સવારે જવ પ્રાણીઓને ખવડાવો અથવા જરૂરિયાતમંદોને દાન કરો.આ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને દેવાથી મુક્તિ મળશે.

– જે લોકોની આવક ઘણી ઓછી થવા લાગે છે અથવા આવક અચાનક બંધ થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં લાલ કિતાબનો આ ઉપાય ચોક્કસ રીતે તમારે કરવો જોઈએ.આ ઉપાયમાં તમારે શુક્રવારે માતા લક્ષ્મીની સામે બેસીને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો.આ પછી તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારા કપાળ પર કેસરનો તિલક લગાવો.આ ઉપાય કરવાથી તમારું નસીબ વધારે તેજ બનશે અને તમને પૈસા કમાવવાની ઘણી નવી તકો પણ મળશે.દિવસે દિવસે તમારી આવકમાં વધારો થતો જોવા મળશે.

– જે લોકોના ધંધામાં વધારે લાભ થવાને બદલે ઘણું નુકશાન થતું રહે છે.અથવા ધંધામાં વધારે લાભ મેળવવા માંગો છો તો આ લાલ કિતાબનો ઉપાય તમને ઘણા લાભ આપશે.આ ઉપાય કરવા માટે તમારે શનિવારે વહેતા પાણીમાં અખરોટ અથવા નાળિયેર વહેતું કરવું.આ સિવાય ઘરના બધા સભ્યોએ જમીન પર બેસીને સાથે ખોરાક લેવો.એવું કહેવામાં આવે છે કે આ સરળ ઉપાય કરવાથી પરિવારના બધા સભ્યોને પ્રગતિ મળે છે.આ સાથે તેમના કાર્યક્ષેત્રની બધી સમસ્યાઓ પણ સમાપ્ત થવા લાગે છે.એટલું જ નહીં પરંતુ ધંધામાં થતું નુકસાન પણ અટકે છે લાભ ઉભો થવા લાગે છે.ઘરમાં પૈસા જ પૈસા આવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *