image credit : gujarati.thebetterindia.com

દેશી ગાયના છાણમાંથી બનાવેલી અને ગરમીમાં પણ AC ભૂલાવે તેવી ઠંડક આપનાર ઘર,જાણો કેટલા ઓછા ખર્ચમાં બનાવ્યું…..

Uncategorized

આજના સમયમાં જીવન જીવવા માટે પૈસા ખુબ મહત્વના બની ગયા છે,જેથી દરેક વ્યક્તિ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાતો હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો કેટલાક નાના મોટા વ્યવસાય સાથે જોડીને પણ આવક ઉભી કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં પૈસા કમાવવાની અનેક રીતે રહેલી છે,પણ તેની જાણકારી હોવી જરૂરી છે.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં ઘણા એવા પણ લોકો રહેલા છે જે પૈસા તો કમાઈ રહ્યા છે,પરંતુ સાથે સાથે પર્યાવરણ બચાવ પણ કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘર બનાવવા માટે સિમેન્ટ,ઇંટો અને પેઇન્ટ જેવી અનેક વસ્તુઓની જરૂર પડતી હોય છે.જયારે આ એક જીવન જરૂરિયાત બની ગઈ છે,પરંતુ તેમનું ઉત્પાદન પ્રકૃતિને અનેક રીતે નુકસાન પણ કરી રહ્યું છે.

પરંતુ આજે એક એવા વ્યક્તિ વિશે જણાવી રહ્યા છીએ,જે પર્યાવરણ ની ઘણી સંભાળ રાખતી જોવા મળ્યો છે.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ ગાયના છાણમાંથી ઇંટો તૈયાર કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે હરિયાણાના રોહતકના રહેવાસી શિવ દર્શન છેલ્લા 5 વર્ષથી લોકોને ગાયના છાણમાંથી સિમેન્ટ,પેઇન્ટ અને ઇંટો બનાવીને તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપી રહ્યા છે.

આટલું જ નહિ પરંતુ શહેરી લોકો પણ ઇકો ફ્રેન્ડલી ગૃહો બનાવવા માટે શિવ દર્શનની આ શોધનો ઉપયોગ કરી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે શિવ દર્શન હાલમાં 100 થી વધુ લોકોને આની તાલીમ પણ આપી ચુક્યા છે.જયારે તેઓ ઓલાઇન અને ઓફલાઇન તેના ઉત્પાદનનું માર્કેટિંગ કરીને પોતે વર્ષે 50 થી 60 લાખ રૂપિયાનું ટર્નઓવેર કરી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે આ એક ખેડૂત પરિવારમાંથી છે જે પ્રારંભિક શિક્ષણ તેમના ગામની શાળામાંથી મેળવ્યું હતું.આ પછી પોતે ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ ડીગ્રી પણ મેળવી ચુક્યા છે.એવું કહેવામાં આવે છે કે થોડા વર્ષો સુધી તેઓએ કોલેજમાં નોકરી પણ કરી હતી.પરંતુ ઘણા ઓછા સમયમાં નોકરી છોડી દીધી હતી.

image credit : gujarati.thebetterindia.com
image credit : gujarati.thebetterindia.com

નોકરી છોડ્યા પછી ગામની માટી સાથે સંકળાયેલા શિવ દર્શનએ નિર્ણય લીધો કે તે પોતે કંઈક અલગ કરી બતાવશે.જેથી ગામના લોકોને આર્થિક શક્તિ મળે અને તેઓને રોજગાર માટે બહાર ન જવું પડે.આ વિચારસરણીથી તેમણે આ વિષય પર માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું.શિવ દર્શન આઈઆઈટી દિલ્હીના એક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હતા,અને તેમની સાથે થોડા વર્ષો સુધી કામ કર્યા પછી તેમણે વર્લ્ડ બેંક સાથે 2004 માં અને ત્યારબાદ 2005 માં યુ.એન.ડી.પી. ના પ્રોજેક્ટ સાથે નવીનીકરણીય ઉર્જા સાથે કામ કરવાનું શરૂ કર્યું.

જયારે અહી કામ કરતા હતા ત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડ જવાની તેમને તક મળી હતી.આ પછી તેમની વિચારસરણી મજબૂત થવા લાગી હતી.અહી વિદેશમાં તેમને જોવા મળ્યું કે શિક્ષિત અને સમૃદ્ધ લોકો સિમેન્ટ અને કોંક્રિટથી બનેલા મકાનોમાં રહેવાને બદલે પર્યાવરણમિત્ર મકાનોમાં રહેવાનું પસંદ કરે છે.

આ ઘરોની વિશેષતા એ છે કે શિયાળામાં તે અંદરથી ગરમ રહે છે.અહીંના લોકો ચૂર્ણ સાથે શણના પાન ભેળવીને ઘરની તૈયારી કરતા હતા.શિવ દર્શનને આ પદ્ધતિ ગમી ગઈ અને ભારત પરત ફર્યા બાદ તેણે કચરો ભરી સામગ્રીનો પ્રયોગ કરવાનું વિચાર્યું.ભારત પાછા ફર્યા પછી શિવ દર્શનએ આ કાર્ય માટે સંશોધન કરવાનું શરૂ કર્યું હતું.શિવ દર્શન એવું પણ જણાવી રહ્યા છે કે બાળપણથી જ ગામડાઓના ઘરોમાં ગાયના છાણનો ઉપયોગ થતો આવ્યો છે.

આના કારણે ઉનાળામાં વધુ ગરમી લગતી નથી અને શિયાળામાં વધારે ઠંડી લગતી નથી,કારણ કે ગાયનું છાણ થર્મલી રીતે ઇન્સ્યુલેટેડ હોય છે.આ પછી ગાયના છાણમાંથી સિમેન્ટ અને પેઇન્ટ બનાવવાનો તેમનો એક વિચાર આવ્યો હતો.2015 થી 16માં તેમણે વ્યાવસાયિક સ્તરે પોતાનું કાર્ય શરૂ કર્યું હતું.

ગાયના છાણમાંથી સિમેન્ટ તૈયાર કર્યા પછી એવું કહેવામાં આવે છે કે તેમણે જાતે પહેલા તેનો ઉપયોગ કર્યો અને તે ગામના લોકોને ઉપયોગ માટે જાણકારી પણ આપી હતી.જયારે લોકોને આ આ નવી પદ્ધતિ ઘણી પસંદ આવી હતી.આ પછી તો તેમનું કામ વધવા લાગ્યું હતું.ગાયના છાણમાંથી સિમેન્ટ બનાવ્યા પછી,ગાયના છાણમાંથી પેઇન્ટ અને ઇંટો તૈયાર કરવાનું નવું શોધી કાઢ્યું હતું.

આ આ પ્રયોગ તેમનો ઘણો સફળ રહ્યો હતો.આ પછીતો લોકો પણ તેમાં જોડાવા લાગ્યા હતા.આજના સમયમાં દર વર્ષે 5 હજાર ટન સિમેન્ટની માર્કેટિંગ સાથે સાથે પેઇન્ટ અને ઇંટોની પણ વેચાણ કરી રહ્યા છે.તે ખાસ કરીને બિહાર,ઝારખંડ,મહારાષ્ટ્ર,રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં તેમનું ઉત્પાદન વેચાઈ રહ્યું છે.અને લોકો પણ વધારે પસંદ કરવા લાગ્યા છે.આજે આ જ કામથી વાર્ષિક 50 થી 60 લાખ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *