ધન્ય છે આવી મહિલાઓને જે કોરોનાના દર્દીઓને આપે છે ખાખરા,દરરોજના આટલા કિલો ખાખરાનું કરે છે વિતરણ………

Gujarat

દેશમાં હાલ કોરોનાની ભયાનક બીજી લહેર ઉભી થયેલી જોવા મળી રહી છે.આ ભયાનક કોરોનાની બીજી લહેરમાં રોજ હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.જયારે લાખો લોકો રોજ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે.આવી સ્થિતિમાં હવે તમામ હોસ્પિટલ પણ ફૂલ થઇ ગયા છે.જયારે ઘણા લોકોને યોગ્ય સમયે યોગ્ય સારવાર પણ મળતી નથી.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ કોરોનાની સ્થિતિમાં દરેક લોકો મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે.દરેક વ્યક્તિ જાણે છે જે જયારે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે એક મોટી સમસ્યા તેમની ખાવા-પીવાની ઉભી થાય છે.પરંતુ તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ સેવા ભાવી લોકો અને સંથાઓ છે જે આવા લોકોની મદદ માટે સતત આગળ આવી રહ્યા છે.

ત્યારે આવી કોરોનાની ભયાનક સ્થિતિમાં અમદાવાદના એક વિસ્તારમાં રહેતા પતિ-પત્ની પણ એક સરસ સેવાનું કામ કરતા હોય તેવું સામે આવ્યું છે.જેમાં આ દંપતી સિવિલ હોસ્પિટલ અને અન્ય આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ પહોંચાડીને સેવાનું કામ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ દંપતિ જાતે જ પકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

હાલમાં જોવામાં આવે તો આવા ઘણા લોકો છે જે દેશ અને રાજ્યમાં ઉભા થયેલા આ કોરોના મહામારીમાં લોકોને સેવા પૂરી પાડી રહ્યા છે.ઘણા લોકો જમવાનું પૂરું પાડી રહ્યા છે તો કેટલાક લોકો છાસ સહિત અનેક જ્યુસનું વિતરણ કરી રહ્યા છે.પરંતુ આ દંપતી કોરોનામાં લોકોની સેવા કરવાનો વિચાર કરીને આ એક અનોખું કામ કરી રહ્યા છે.

આ દંપતી એવું પણ જણાવી રહ્યું છે કે કોરોનાની મહામારીમાં ઘણા લોકો અત્યંત દુઃખ વેથી રહ્યા છે.તો અનેક લોકો સંક્રમિત થયા છે તો ઘણા લોકોના મોત પણ થયા છે.આવી કપરી પરિસ્થિતિમાં લોકોની મદદ કરવાનો આ એક મોટો અવસર છે.એકબીજાની કોઈપણ રીતે કોઈપણ પ્રકારે મદદ કરી તેમને એક પરિવારને સાથ આપવો ખુબ જરૂર છે.

જેથી આખરે અમે પણ ખાખરા જેવા નાસ્તાનું વિતરણ કરવાનું વિચારીને આ કામ ચાલુ કર્યું છે.આટલું જ નહિ પરંતુ ખાખરાનો ઓર્ડર લઈને પેકેટ બોક્ષમાં પેક પણ જાતે પતિ-પત્ની કરી રહ્યા છે.અને હોસ્પિટલ અને આઇસોલેશન સેન્ટરમાં ખાખરાના પેકેટ પોહચાડી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે 500 કિલો જેટલા દર્દીઓને તેઓ ખાખરાના પેકેટ વહેચીં ચુક્યા છે.જયારે તે આગળ પણ આવું સેવાનું કામ કરવા માટે તૈયાર ઉભા છે.પરંતુ જલ્દીથી દેશ કોરોના મુક્ત થાય એવી તેમની પ્રાર્થના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *