ધન્ય છે આ દાદીને ફક્ત ૧ રૂપિયામાં લોકોને ખવડાવે છે ઇટલી સાંભર,કારણ જાણ્યા પછી આનંદ મહિન્દ્ર પણ આપશે આ ભેટ…….

Uncategorized

આજના સમયમાં દરેક વસ્તુઓના ભાવ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે.આવી સ્થિતિમાં ઘણા ધંધાઓ પણ મંદા થઇ ગયા છે.કારણ કે તેમનાથી સારું વરતળ પણ મળતું નથી.આવી સ્થિતિમાં તમને જણાવી દઈએ કે તમિલનાડુના એક વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલા છે જે ભૂખ્યા લોકોને ખવડાવવા માટે ફક્ત 1 રૂપિયામાં ઇડલીની થાળી આપી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ વૃદ્ધ મહિલાની ઉમર 85 વર્ષની છે જયારે તેમનું નામ કમલાથલ અમ્મા છે,પરંતુ તે ઇટાલી અમ્માના નામથી વધારે જાણતી થઇ છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે તે ઘણા વર્ષોથી લાકડાના ચૂલા પર ઇડલી બનાવી રહી છે.અને ફક્ત એક રૂપિયામાં ગ્રાહકોને વેચી પણ રહી છે.તેમનો હેતુ ખાલી ભૂખ્યા લોકોને સંતોષ આપવાનો છે.

પરંતુ જયારે દેશના કોરોનાને કારણે લોકડાઉન થયું ત્યારે ગરીબ લોકોની પરિસ્થિતિ ખૂબ જ નાજુક થઇ ગઈ હતી.જયારે કેટલાક લોકો પાસે તો પોતાનું કામ પણ ન હતું.આવી સ્થિતિમાં ખાવા માટે પૈસા પણ મળી રહેતા ન હતા.જયારે આવી સંકટની સ્થિતિમાં આ વૃદ્ધ મહિલાએ ઇડલી ભાવ એક જ રાખ્યો હતો.આટલું જ નહિ પરંતુ ઘણા ગરીબો તે એક સહારો બન્યા હોય તેવું સામે આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર કમલાથલ અમ્માના કામની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી હતી.અને તે ઘણા લોકપ્રિય પણ બન્યા હતા.જ્યારે દિવસે દિવસે તેમના આ કામની પ્રસંસા થવા લાગી ત્યારે રસોઇયા વિકાસ ખન્નાએ તેમની નમ્રતાને જોઈને તેમને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.તેમના માટે દરેક પ્રકારનું રાશન પણ મોકલાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે હાલમાં તેમની મદદ માટે મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા સામે આવ્યા છે.તેમને એવું જણાવ્યું છે કે તે તેમના માટે નવું ઘર બનાવી આપશે.આ પહેલા આનંદ મહિન્દ્રાએ કમલાથલ અમ્માના કામની પ્રશંસા કરતા કહ્યું હતું કે તે પણ તેમના બિઝનેસમાં રોકાણ કરવા માંગે છે.

જયારે તેમના કામની આખી દુનિયામાં ઓળખ ઉભી થઇ ત્યારે આખા દેશની ઇડલી અમ્મા બની ગયા હતા.આનંદ મહિન્દ્રાએ કરેલી ઘોષણા મુજબ એવું સામે આવ્યું છે કે મહિન્દ્રા ગ્રુપની સ્થાવર મિલકત અને માળખાગત વિકાસ શાખા મહિન્દ્રા લાઇફ સ્પેસ ટૂંક સમયમાં કમલાથલ અમ્માના નવા મકાનનું નિર્માણ શરૂ કરવા જઈ રહી છે.એટલે લે આ મહિલાને એક નવું ઘર મળશે.

તમને જણાવી દઈએ કે જયારે વર્ષ 2019 માં અમ્માને પૂછવામાં આવ્યું કે તે આટલા ઓછા ભાવે ઇડલી શા માટે રાખે છે.આવી સ્થિતિમાં અમ્માએ એવું જણાવ્યું હતું કે આટલા ઓછા ભાવે ઇડલીની પ્લેટ પીરસે છે,જેથી ગરીબ મજૂરને પણ ભોજન મળી રહે.એવું કહેવામાં આવે છે કે આનંદ મહિન્દ્રાએ આ અમ્માને 1 રૂપિયામાં એલપીજી ગેસ કનેક્શન પણ અપાવ્યું હતું.

પરંતુ તાજેતરમાં જ આનંદ મહિન્દ્રાએ ટિ્‌વટ કર્યું હતું કે અને તેમાં જણાવ્યું હતું કે મહિન્દ્રા ગ્રુપ દ્વારા કમલાથલ અમ્માના બિઝનેસમાં રોકાણ માટે અમ્માના નામેની જમીનની નોંધણી કરવામાં પણ તેમણે મદદ કરી છે.એટલે કે તેમને ઘણા ટૂંક સમયમાં એક સારું નવું મકાન મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *