https://gujarati.thebetterindia.com/

ધન્ય છે આ દીકરીને,કેનેડામાં હોવા છતાં કોરોનાગ્રસ્ત લોકો માટે કરે છે એવું કામ કે જાણીએ તમે પણ થઇ જશો ખુશ…..

Uncategorized

દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ઉભી થયેલી જોવા મળી રહી છે.કોરોનાને કારણે સમગ્ર માનવ જીવન ઘણું મુશ્કેલીમાં આવી ગયું છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.જયારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં પણ વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.એટલે કે આજે પણ કોરોના મહામારીની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા પણ પરિવાર છે જેમને બધાને કોરોના થયો છે.આવી સ્થિતિમાં આવા દર્દીઓને મોટેભાગે ભોજનની સમસ્યા વધારે ઉભી થતી જોવા મળી હતી.પરંતુ તમને જણાવી દઈએ કે આવી સંકટની સ્થિતિમાં ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા હતા.અને લોકોને જરૂરી સેવાઓ પણ આપી હતી.આવી જ સેવા વડોદરામાં રહેતાં નારાયણ નામના વ્યક્તિએ આપી હતી.

એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ અને વિદેશમાં રહેતી તેમની દીકરીએ આ સેવાનું કામ હાથમાં લીધું હતું.કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતી તેમની પુત્રીએ તેના બચતમાં કરેલાં 3 લાખ રૂપિયા તેના પિતાને મોકલાવી 20 હજાર કરતાં વધુ કોરોનાગ્રસ્ત લોકોને ટિફિન સેવા આપી હતી.જેમાં ઘણા લોકોને આ સેવાનો લાભ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ દીકરી અને તેના પિતા નારાયણએ કોરોના સંક્રમણ જ્યાં સુધી રહે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવાનો નિર્ણય પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.આવી અનોખી સેવામાં આ પરિવાર વ્યસ્ત જોવા મળી રહ્યો છે.નારાયણ એવું જણાવ્યું હતું કે કોરોનાકાળમાં લોકોની સેવા કરવા માટે મારી દીકરીએ કેનેડાથી 3 લાખ રૂપિયા મોકલાવ્યા હતાં.

image credit :https://gujarati.thebetterindia.com/

જયારે તેમના બીજા મિત્રો આપેલાં રૂપિયાની મદદથી દરરોજ વડોદરામાં કોરોનાગ્રસ્ત લોકોના 800 થી વધારે પરિવારોને ટિફીન સેવા પૂરી પાડી રહ્યા છે.હાલમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે જેથી રોજ 300 થી 400 પરિવારને ટિફિન સેવા આપી રહ્યા છે.દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજ્યમાં ઉભરી આવી હતી.

જેમાં વડોદરામાં પણ વધારે કેસ જોવા મળ્યા હતા.જયારે આવી સ્થિતિની જાણ તેમની પુત્રીને થઇ ત્યારે પોતે બચત કરેલા રૂપિયા સેવા માટે પિતાને મોકલી આપ્યા હતા.તમને જણાવી દઈએ કે તેમની દીકરી નીરાલીએ વડોદરામાં બીઈ ઈલેક્ટ્રીકલ પુરું કર્યાં પછી વધારે અભ્યાસ માટે તેને કેનેડા મોકલવામાં આવી હતી.

એવું પણ કહેવામાં આવે છે કે આ અભ્યાસની સાથે સાથે તેમની પુત્રી એક મોલમાં કેશિયર તરીકેની નોકરી પણ કરતી હતી.પરંતુ પોતાની કરેલી વધી બચત સેવામાં ઉપયોગ કરવાનું વિચાર્યું હતું.નારાયણભાઈ એવું જણાવી રહ્યા છે કે પહેલા શરૂઆતમાં 400 થી વધુ કોરોનાગ્રસ્ત પરિવારના લોકોને ટિફિન આપવામાં આવ્યા હતા.

જયારે તેમની પાસે આશરે 500 યુવકોનું ગ્રુપ પણ બની ગયું હતું.જે પછી 800 પરિવારના લોકોને ટિફીન સેવા આપવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું.જોકે કોરોના કેસમાં ઘટાડો થયો હોવા છતાં હજુ પણ આ ટિફીન સેવા ચાલુ છે.ટીફિન બનાવવા માટે ચારથી પાંચ લોકો સતત જોડાયેલા રહે છે.આટલું જ નહિ પરંતુ કોરોનાગ્રસ્ત પરિવારના લોકો માટે ગુજરાતી થાળી ઉપરાંત તેમની ઈચ્છા પ્રમાણે જૈન થાળી પણ બનાવી આપે છે.

તમને જણાવી દઈએ કે નારાયણભાઈ અને તેમની ટીમ દ્વારા પોતાના ખરચે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના અસ્થિનું વિર્સજન હિન્દુ રીતિ રિવાજ મુજબ પણ કરાવી આપે છે.જયારે ફ્રીમાં સેનેટાઇઝ પણ ઘણા વિસ્તારોમાં કરી આપ્યું હતું.આવી જ રીતે તે સતત સેવાઓ આપીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.અને આગળ પણ આવી સેવા આપવા માટે તે તૈયાર ઉભા છે.આ દરેક કામ માટે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *