ધર્મેન્દ્રથી લઈને શાહરૂખ ખાન સુધી આ 7 એકટરોને છે સૌથી વધુ બાળકો,એકને તો છે ૬ બાળકોનો………..

Boliwood

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ છે જે પોતાના કામથી ઘણી સફળતા મેળવી ચુક્યા છે.આટલું જ નહિ પરંતુ સાથે સાથે અંગત જીવન અને વૈભવી જીવનશૈલીને કારણે ઘણીવાર ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.આજે તમને આવા જ કેટલાક જાણીતા કલાકારો વિષે જણાવવા જી રહ્યા છીએ,જેમણે વધુ વખત લગ્ન કર્યા હતા.

વધારે વખત લગ્ન જીવનમાં જોડાવાથી છે,તે આજે એક કે બે નહિ પરંતુ તેનાથી પણ વધારે બાળકોના પિતા છે.તે હમેશા આવી બાબતોને લઈને પણ ચર્ચામાં આવી ચુક્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડ જીવન સમય જીવન કરતા ઘણું અલગ છે.તો જાણો આ અભિનેતાઓ વિશે…

સંજય દત્ત –

તમને જણાવી દઈએ કે અભિનેતા સંજય દત્ત હમેશા પોતાની ફિલ્મો કરતા પોતાના જીવનને લઈને વધારે ચર્ચામાં રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ કુલ ત્રણ લગ્ન કર્યા હતા.જેમાં આ ત્રણેયને બાળકો છે.એવું કહેવામાં આવે છે કે સંજુના નામથી જાણીતા સંજય દત્તે અભિનેત્રી રિચા શર્મા સાથે લગ્ન કર્યા હતા.બંનેની ત્રિશલા દત્ત નામની પુત્રી છે.જયારે તે હાલમાં અમેરિકામાં રહે છે.આ પછી સંજયે રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા,પરંતુ તેમના લગ્ન જીવન વધારે ટક્યા ન હતા.આ પછી સંજય દત્તે વર્ષ 2008 માં માન્યતા દત્ત સાથે ત્રીજી લગ્ન કર્યા.માન્યતા અને સંજયને બે જોડિયા બાળકો છે.જેમાં એક પુત્રી ઇકરા અને એક પુત્ર શહરન છે.

શત્રુઘ્ન સિંહા –

બોલીવૂડના જાણીતા એવા અભિનેતા શત્રુઘ્ન સિંહાના પણ કુલ ત્રણ બાળકોના પિતા છે.જેમાં એક પુત્રી સોનાક્ષી અને બે પુત્રો લુવ અને કુશ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ અભિનેતા પોતાના સમયમાં ઘણી ફીટ ફિલ્મો આપી છે.આટલું જ નહિ પરંતુ પોતાની એક અલગ ઓળખ પણ બનાવી છે.શત્રુઘ્ન સિંહાએ ફિલ્મ ‘સાજન’થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.શોટગન તરીકે જાણીતા શત્રુઘ્ન સિંહાએ આશરે 1980 માં પૂનમ સિંહા સાથે લગ્ન કર્યાં હતાં.

અનિલ કપૂર –

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં જો કોઈ વધારે યુવાન દેખાવ ધરાવતા હોય તો તે જાણીતા અભિનેતા અનિલ કપૂર છે.જયારે આ અભિનેતા પણ કુલ ત્રણ બાળકોના પિતા છે.અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અભિનેત્રી છે.જે આજે ફિલ્મોમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી રહી છે.જયારે તેમની બીજી પુત્રી જેનું નામ રિયા કપૂર છે,જ્યારે એક પુત્ર હર્ષવર્ધન કપૂર છે.80 અને 90 ના દાયકામાં પોતાના અભિનયથી દરેકનું દિલ જીતનાર અનિલ કપૂરે વર્ષ 1984 માં સુનિતા સાથે લગ્ન કર્યા.જયારે આ સુનિતા તેમના સમયની એક મોડેલ પણ રહી હતી.

ધર્મેન્દ્ર –

બોલીવૂડમાં અભિનેતા ધર્મેન્દ્ર એક અલગ જ ઓળખ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તેમણે ઘણી સફળ ફિલ્મો પણ આપી છે.પરન્રું આ એક એવા અભિનેતા છે એ સૌથી વધુ બાળકોના પિતા પણ છે. તમને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્રએ કુલ બે લગ્ન કર્યા હતા.જેમાં તેમને કુલ 6 બાળકો છે. ધર્મેન્દ્રએ 1954 માં પ્રથમ વખત પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા.આ સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી.ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને કુલ 4 બાળકો હતા.સની દેઓલ,બોબી દેઓલ,અજિતા દેઓલ અને વિજેતા દેઓલ.આ પછી 26 વર્ષ બીજા લગ્ન અભિનેત્રી હેમા માલિની સાથે થયા હતા.બંનેના લગ્ન વર્ષ 1980 માં થયા હતા.ધર્મેન્દ્ર અને હેમાને બે પુત્રી ઇશા અને અહના દેઓલ છે.

શાહરૂખ ખાન –

આજના સમયમાં બોલિવૂડમાં જો કોઈ અભિનેતા કિંગ ખાનના નામે પોતાની ઓળખ ધરાવતો હોય તો તે શાહરૂખ ખાન છે.તમને જણાવી દઈએ કે અભિનેતા શાહરૂખ ખાન ત્રણ બાળકોના પિતા છે.બે પુત્ર અબરામ અને આર્યન અને એક પુત્રી સુહાના છે.એવું કહેવામાં આવે છે કે શાહરૂખ ખાને હિન્દી સિનેમામાં પગ મૂકતા પહેલા જ લગ્ન કરી લીધા હતા.શાહરૂખ ખાનની ફિલ્મ કારકીર્દિની શરૂઆત વર્ષ 1992 માં ફિલ્મ ‘દીવાના’ થી થઈ હતી.તે જ સમયે તેણે વર્ષ 1991 માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યા.

સૈફ અલી ખાન –

બોલીવૂડના અભિનેતા સૈફ અલી ખાન ઘનીઅર ચર્ચામાં જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે આ જાણીતા અભિનેતા સૈફ અલી ખાનના પણ કુલ 4 બાળકોના પિતા છે.તાજેતરમાં જ તેમના ઘરમાં એક બાળકનો જન્મ થયો છે.તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને વર્ષ 1991 માં અમૃતા સિંહ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા.અમૃતા અને સૈફને બે સંતાનો હતા.જેમાં પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઇબ્રાહિમ.આ પછી સૈફના બીજા લગ્ન 2012 માં કરીના કપૂર સાથે થયા હતા.જેમાં સૈફ અને કરીના બે પુત્રોના માતા-પિતા બન્યા છે.

આમિર ખાન –

તમને જણાવી દઈએ કે આમિર ખાન હમેશા પોતાની ફિલ્મો માટે ચર્ચામાં જોવા મળતો હોય છે.જયારે તેમના લગ્ન અંગે વાત કરવામાં આવે તો વર્ષ 1986 માં રીના દત્તા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા.આમિર અને રીના દત્તાને બે બાળકો હતા,જેમાં પુત્રી આયરા અને પુત્ર જુનૈદ.આ પછી આમિરે બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા હતા.જેમાં આઝાદ રાવ ખાન નામનો એક પુત્ર છે.આ રીતે આમિર ખાન કુલ ત્રણ બાળકોનો પિતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *