ધર્મેન્દ્રનો દીકરો બોલીવૂડના અભિનેતાઓથી પણ વધારે લાગે છે ખુબસુરત,ફોટા જોઇને તમેં પણ કહેશો વાહ…….

Boliwood

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એક એવું સ્થાન છે જ્યાં સુંદર અભિનેત્રીઓ અને ઘણા હેન્ડસમ અભિનેતા જોડાયેલા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો એક કરતા પણ ચડિયાતા હેન્ડસમ અભિનેતા રહેલા છે.જયારે હેન્ડસમ અભિનેતાઓની વાત કરવામાં આવે તો ઘણા એવા પણ અભિનેતાઓ છે જે ખાલી પોતે નામથી જ જાણીતા રહ્યા છે,અને કરોડો લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.

આવી સ્થિતિમાં જો જાણીતા અભિનેતા ધર્મેન્દ્રની વાત કરવામાં આવે તો તે એક સમયના બોલીવૂડના સૌથી વધારે હેન્ડસમ અભિનેતાઓમાંથી એક હતા.અભિનેતા ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી કેરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.જયારે તેમના કેટલાક ચાહકો આજે પણ તેમને મોટા પડદે જોવા માંગે છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા ધર્મેન્દ્રએ જેવી રીતે પોતાનું નામ ઉભું કર્યું છે તેવી જ રીતે તેમના પુત્રોએ પણ બોલીવૂડમાં ધમાલ મચાવી દીધી છે.આટલું જ નહિ પરંતુ હવે તો ધર્મેન્દ્રની ત્રીજી પેઢી એટલે કે તેમના પૌત્ર આર્યમાન દેઓલ પણ દાદાના પગલે ચાલવા માંગે છે.તમને જણાવી દઈએ કે આર્યમાન દેઓલ બોબી દેઓલનો મોટો પુત્ર છે.

એવું કહેવામાં આવે છે કે આર્યમન દેઓલ વધારે જાહેર સ્થળે જોવા મળતો નથી,પરંતુ આ વર્ષે બેંગકોકમાં આયોજિત આઈફા સમારોહમાં આર્યમાન દેઓલની પહેલી ઝલક જોવા મળી હતી.આ સમારોહમાં આર્યમાન દેઓલ બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો.તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ખુબજ વાયરલ પણ થઇ રહી છે.તેમના પણ ઘણા ચાહકો વધવા લાગ્યા છે.

તમે પણ આમાંથી કેટલીક તેની તસવીરો જોઈ શકો છો,જયારે તાજેરતમાં પણ પોતાના પરિવાર સાથે મુંબઇ એરપોર્ટમાં જોવા મળ્યો હતો.જેમાં તે તેના પિતા બોબી દેઓલ સાથે તેની માતા તાન્યા અને નાના ભાઈ સાથે જોવા મળી રહ્યો છે.આર્યમાન દેઓલ નારંગી શર્ટ અને વાદળી જીન્સમાં જોવા મળ્યો છે.તેનો આ લુકને જોતા એવું લાગી રહ્યું છે કે આ પણ એક મોટા સુપરસ્ટાર્સથી ઓછો નથી.

બોબી દેઓલ અને તેનો પરિવાર બહાર સમય પસાર કરવા માટે જઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું છે.રેસ 3,હાઉસફૂલ 4 જેવી હીટ ફિલ્મો પછી ફરી એકવાર બોબી દેઓલનો આત્મવિશ્વાસ વધ્યો છે.જે તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.બોબી દેઓલે એરપોર્ટ પર પણ તેના ચાહકો સાથે તસવીરો લીધી હતી.

જયારે અભિનેતા ધર્મેન્દ્રના પુત્ર સનીનો પુત્ર કરણ દેઓલ ફિલ્મ પાલ દિલ કે પાસ થી ડેબ્યૂ કરી ચુક્યો છે.જયારે એવું લાગી રહ્યું છે કે હવે અભિનેતા ધર્મેન્દ્રની ત્રીજી પેઢી હવે બોલીવૂડમાં ધમાલ કરી શકે છે.જે આવતો સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *