નવી આવેલી દુલ્હને પતિ સાથે રહેવાની ના પાડી,કારણ જાણીને તમે પણ ચોકી જશો………..

Uncategorized

લગ્નજીવન એક એવું જીવન છે જેમાં લગ્ન પછી યુવક અને યુવતીએ હમેશા આખા જીવનકાળ દરમિયાન એકબીજાની સાથે રહેવું પડતું હોય છે.આટલું જ નહિ પરંતુ લગ્ન સમયે એકબીજાની સાથે રહેવાના વચનો પણ આપતા હોય છે.પરંતુ અમુક સમયે તે વચનોનું પાલન થતું જોવા મળતું નથી.આજે લગ્ન સાથે સંકળાયેલ એક કિસ્સો બિહારના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.

આ કિસ્સામાં એવું સામે આવ્યું હતું કે એક નવી પરિણીત યુવતીએ લગ્ન પછી તરત જ તેના પતિ સાથે રહેવાની ચોખ્ખી ના પાડી હતી.આ જાણીને પતિ પણ ઘણો ચોંકી ગયો હતો.આટલું જ નહિ પરંતુ આ નવી પરિણીત યુવતીએ એવું પણ જણાવ્યું કે તે પોતાની પ્રેમિકા સાથે રહેવા માંગે છે.આ આશ્ચર્યજનક પ્રેમ સબંધો જાણી પરિવાર પણ વિચારમાં આવી ગયો હતો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક યુવતીના લગ્ન થયા હતા.પરંતુ લગ્ન બાદ મહિલાએ એવો ખુલાસો કર્યો કે પોતે સમલેંગિક છે.પોલીસના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ યુવતી બીજી કોઈ યુવતીને પ્રેમ કરતી હતી,એટકે આ બંને યુવતીઓ પ્રેમ સબંધમાં એકબીજા સાથે જોડાઈ હતી.

જયારે પરિવારમાં આ અંગે જાણ થઇ હતી ત્યારે યુવતીના પરિવારે તેને અન્યત્ર લગ્ન કરવાની ફરજ પડી હતી.પરંતુ લગ્ન બાદ યુવતીએ તેના પતિ સાથે રહેવાની ના પાડી અને ઘર છોડવાની જીદકરી રહી હતી.જેથી આ સંગે બાબત આખરે પોલીસ સુધી આગળ વધી હતી.એવું કહેવામાં આવે છે કે આ યુવતીએ લગ્નના 10 દિવસ બાદ પતિ સાથે રહેવાની ના પાડી હતી.

જયારે આ પરણિત યુવતી પતિને એવું જણાવી રહી છે કે પોતે છેલ્લા 2 વર્ષથી અન્ય યુવતી સાથે પ્રેમ સબંધો ધરાવે છે.અને હમેશા તેની સાથે રહેવા માંગે છે.આટલું જ નહિ પરંતુ તેની સાથે લગ્ન પણ કરવા માંગે છે.પત્નીની આવથી આખા ઘરમાં હોબાળો મચી ગ્ગયો હતો,પત્ની ઘરમાં રહેવાની સાફ સાફ ના પાડી રહી હતી.

આ પછી આખરે પતિએ પોલીસની મદદ માંગી હતી.પોલીસે તે બધાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.જેમાં પોલીસને આ સમલેંગિક સબંધોની જાણ કરવામાં આવી હતી.જેમાં એવું સામે આવ્યું કે આ બંને મહિલાઓ એકસાથે એક દુકાનમાં કામ કરતી હતી,ત્યાંરથી તેમના વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.અને છેલ્લા બે વર્ષથી તે એકબીજાને પ્રેમ કરતા આવ્યા છે.

આ યુવતી પ્રેમિકા યુવતી સાથે લગ્ન કરવા માંગે છે,પરંતુ પરિવાર આવા સબંધોથી સહમત નથી.પોલીસે પણ મહીલને ઘણી સમજાવી પરંતુ તે આ પ્રેમ સબંધો તોડવા તૈયાર નથી.જયારે આખરે પતિએ પણ આવા સબંધોથી હાર માની પત્નીને તે અન્ય યુવતી પ્રેમિકા સાથે જવાનું જણાવી દીધું હતું.અને ફરી યુવક લગ્નજીવન વગરનો બની ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *