નોકરી છોડીને કાકા સાહેબે શરુ કરી કેરીની ખેતી હવે દર વર્ષે આવી રીતે કમાય છે આટલા લાખ રૂપિયા…….

India

આજના સમયમાં સારી આવક પ્રાપ્ત કરવી ખુબ જરૂરી છે તે દરેક વ્યક્તિ જાણે છે.આવી સ્થિતિમાં ઘણા લોકો સારો એવો અભ્યાસ કરીને સારી નોકરી કરવાના સપના જોતા હોય છે.તો ઘણા લોકો મોટા શહેરોમાં સારી નોકરી પણ કરતા હોય છે.પરંતુ ઘણીવાર કેટલાક લોકો આ નોકરીથી વધારે સંતોષ પ્રાપ્ત કરી શકતા નથી.તે હમેશા કઈક નવું કરવાનો વિચાર ધરાવતા હોય છે.

તમને જણાવી દઈએ કે આવો જ વિચાર પણ 43 વર્ષીય કાકાસાહેબ સાવંતને આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ એક સમયે ઓટો મોબાઇલ કંપનીઓમાં સારા પગારે કામ કરીને જીવન પસાર કરતા હતા,પરંતુ તે નોકરીમાં વધારે ખુશ જોવા મળતા ન હતા.પરંતુ તે હમેશા એવું કામ કરવા માંગતા હતા,જેમાં લાખો રૂપિયાની કમાણી તો થઇ શકે પરંતુ સાથે સાથે પોતે સારું એવું નામ પણ કમાઈ શકે.

એવું કહેવામાં આવે છે કે આજે આ વ્યક્તિ નર્સરીની એક કંપની ચલાવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આજે દર વર્ષે લગભગ 50 લાખ રૂપિયાથી પણ વધારે આવક ઉભી કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ પોતાની સારી એવી નોકરી છોડી પોતે કેરીની ખેતી કરવા માટે મન બનાવી લીધું હતું.અને પોતે આ કામ કરવા માટે જોડાઈ ગયા હતા.

આવી સ્થિતિમાં ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવી હતી.પરંતુ આજે લોકો તેમના આ કામની પ્રશંસા કરવા લાગ્યા છે.એવું કહેવામાં આવે છે કે કાકાસાહેબ સાવંત જે સ્થળે રહે છે ત્યાના વિસ્તારોમાં સારી કેરી ઉત્પન્ન થતું જોવા મળતું નથી.ત્યાંના લોકો કહેતા હતા કે કોંકણમાં માત્ર સારી ગુણવત્તાવાળી હાપસ કેરી ઉગાડવામાં આવે છે.

પરંતુ કાકાસાહેબે તેમની મહેનતથી આ બધાની આ માન્યતા ખોટી સાબિત કરી નાખી હતી.તમને જણાવી દઈએ કે કાકાસાહેબે અને તેમના બે ભાઈઓએ સાથે મળીને મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકામાં સ્થિત અંતર ગામમાં લગભગ 20 એકર જમીન ખરીદી હતી.જયારે આ એવી પણ જમીન હતી,જ્યાં પછીની પણ કોઈ સગવડ ન હતી.

તમને જણાવી દઈએ કે 280 પરિવારોની વસ્તી ધરાવતું આ ગામ શહેરથી 15 કિમી દૂર આવેલું છે. આ ગામમાં ખેડૂત ભાઈઓ મોટેભાગે દ્રાક્ષ અને દાડમની ખેતી કરે છે.આ ઉપરાંત અહીં બાજરી, જુવાર અને ઘઉં અને કઠોળની પણ વાવેતર કરવામાં આવે છે.અગાઉ કાકાસાહેબ તકનીકી સંસ્થામાં ફેકલ્ટી સભ્ય તરીકે કામ કરતા પછી ગામમાં પાછા જઇને ખેતમજૂરી કરવાનું નક્કી કર્યું હતું.

આ વ્યક્તિ એવું જણાવી રહ્યા છે કે વર્ષ 2010 માં તેણે આ જમીનમાં કેરીનો બગીચો બનાવ્યો હતો.અને 5 વર્ષ પછી તેણે તેમાં ધંધાનું નવું રૂપ આપી દીધી હતું.આ પછી કાકાસાહેબે સરકારની મદદથી તળાવ અને પાણીની સમસ્યાને લગતા અન્ય ઘણા કાર્યક્રમો કર્યા.જેના કારણે તે ગામમાં પાણીની સ્થિતિ સુધરી હતી.પછી તેણે તે જમીનોને બે ભાગમાં વહેંચી એક ભાગમાં કેરીના ઝાડ વાવ્યા અને બીજા ભાગમાં ખેતી કરવાનું ચાલુ કર્યું હતું.

હાલમાં તેમની પાસે 10 એકર જમીનમાં કેરીના ઝાડ અને 10 એકર જમીનમાં ચીકુ,દાડમ,સેવા અને ગુઆવા જેવા ફળના ઝાડ રોપ્યા છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે હાલમાં કાકાસાહેબને માત્ર 1 એકર જમીનમાંથી દર વર્ષે 2 ટન કેરીનું ઉત્પાદન પ્રાપ્ત થાય છે.આટલું જ નહિ પરંતુ આજે તેમની પાસે બીજા 25 વ્યક્તિઓ કામ કરી રહ્યા છે,જેમને આ વ્યક્તિ રોજગાર પૂરી પડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં કાકાસાહેબ ઘણા ખેડૂતો માટે એક પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે.તેઓ દર વર્ષે વિવિધ જાતોના અંદાજે 2 લાખ કેરીના છોડ વેચે છે.તેના કેરીના બગીચામાં 22 પ્રકારના કેરીના છોડ રોપાયા છે.જેમાંથી તે લાખોની કમાણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *