પતિએ પત્નીને પ્લાસ્ટીકમાં વેટીને તેની સાથે કર્યું એવું કે જાણીને તમે પણ ચોકી જશો…..

India

આપણી દુનિયામાં એવા અનેક કલાકાર છે કે, જે પોતાની કુશળતાને કારણએ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે છે. આ પ્રકારના લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થઈ જાય છે. તમે અનેક વર્લ્ડ રેકોર્ડ બનતા જોયા હશે, પરંતુ અમેરિકાના ઈડાહોમાં રહેતા ડેવીડ રશએ પોતાની જ પત્નીને પ્લાસ્ટિકમાં લપેટીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

દુનિયામાં દરરોજ નવા વર્લ્ડ રેકોર્ડ બને છે. પરંતુ શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે, પોતાની જ પત્નીને પ્લાસ્ટિકમાં લપેટીને કોઈએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય. ઈડાહોના ડેવીડ રશે એ કરીને બતાવ્યું છે. અને પોતાનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી દીધું છે.
ડેવીડે માત્ર 1 મિનિટ 2.44 સેકન્ડમાં જ પોતાની પત્નની પ્લાસ્ટિકમં લપેટી નાંખી હતી.

એવું પણ નથી કે, ડેવીડ રશનું નામ પ્રથમ વખત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હોય, એસટીઈએમ શિક્ષાને આગળ વધારવા ડેવીડ રશે 150થી વધુ વર્લ્ડ રેકોર્ડને તોડ્યા છે. 2019માં પણ પોતાની પત્નીને 1 મિનિટ 57 સેકન્ડમાં પ્લાસ્ટિકમાં વિંટાળી નાંખઈ હતી. અને આ વખતે પોતાના જ જૂનો રેકોર્ડ ડેવીડે તોડી બતાવ્યો છે.

ડેવીડ રશે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ કહ્યું હતું કે, પોતાની પત્ની સાથે પ્રેક્ટિસ કરતા સમયે તેને 9 રોલ્સની જરૂર પડતી હતી. સાથે જ એ ધ્યાન પણ રાખવું પડતું હતું કે, કોઈ અંગનો ભાગ છૂટી ન જાય અને એટલે જ તેમણે રેકોર્ડ બનાવવા ખુબજ મહેનત કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર રેકોર્ડનો વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગિનીઝ વર્લ્ડ બુકમાં પોતાનું નામ નોંધાવવા લોકો અવનવી ચેલેન્જમાં ભાગ લે છે. જ્યારે પણ કોઈ જૂનો રેકોર્ડ તુટી જાય અને નવો રેકોર્ડ બને ત્યારે તેની ચર્ચા થવી સ્વાભાવિક છે. પરંતુ કેટલાક લોકો એવા રેકોર્ડ બનાવી નાંખતા હોય છે કે, જેની ચર્ચા આખી દુનિયા કરવા લાગે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *