પતિએ પરણીતાને કહ્યું જો તારે મારા સાથે રહેવું હોય તો ૧૦ લાખ રૂપિયા આપ નહિ તો હું તને…

Uncategorized

દરેક યુવતી અને યુવક પોતાની પસંદગી અને પોતાના પરિવારની સંમતિથી લગ્ન જીવનમાં જોડાતા હોય છે.એવું કહેવામાં આવે છે કે લગ્ન જીવનમાં જોડાયા પછી પતિપત્ની હમેશા એકબીજાને સાથ આપવાના વચનો આપતા હોય છે.પરંતુ આજના સમયમાં ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પતિ હમેશા પત્ની પર કોઈને કોઈ બાબતે ત્રાસ આપતો હોય છે.

આજે આવો જ એક પતિપત્ની સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે,જેમાં પતિ હમેશા પત્ની સાથે ઝગડો કરતો હતો અને તેમના માતાપિતા પાસેથી પૈસા લઈને આવવાનું જણાવતો હતો.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર બાબત સુરતના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં આશરે એક વર્ષ પહેલા તે વિસ્તારના યુવકે ત્યાની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

એવું કહેવામાં આવે છે કે લગ્નના છ મહિના સુધી બધું બરાબર ચાલતું હતું.આ પછી યુવતીને સાસરિયા દ્વારા નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરુ કરવા લાગ્યા હતા.જયારે તેમના ત્રાસમાં દિવસે દિવસે વધારો થવા લાગ્યો હતો.એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે આ મહિલા પ્રગનેન્ટ પણ તી હતી.

આવી સ્થિતિમાં મહિલા પર પતિ અને ઘરના અન્ય સભ્યો અત્યાચાર ગુજારતા હતા.એવું પણ કહેવામાં આવે છે કે પ્રેગનેન્સી દરમિયાન દીકરી છે કે દીકરો તે ચેક કરાવવા માટે દબાણ કરીને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું.તમને જણાવી દઈએ કે આ મહિલા આશરે 33 વર્ષની ઉઅર ધરાવે છે.જે હાલમાં પતિના ત્રાસથી પિયર આવી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે નોંધાવેલી ફરિયાદમાં આ મહિલાએ એવું પણ જણાવ્યું છે કે પતિ અનર અન્ય ઘરના સભ્યો શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.જયારે ઘરમાં રહેલી નણંદ પણ હમેશા કોઈને કોઈ બાબતે તેમની સાથે ઝઘડો કરતી હતી.સાસુને સંતાનમાં પહેલા 6 દીકરીઓ હોવાથી મહિલાને પ્રગનેન્સી દરમિયાન સાસુ અને નણંદ કહેતા કે અમારા સંતાનમાં દીકરી નથી જોઈતી.

જયારે કેટલાક સમયથી તે રુપિયાની માગણી પણ કરવા લાગ્યા હતા,જેમાં આશરે યુવતીના પિતાએ 50 હજાર રુપિયા આપ્યા પણ હતા.આ પછી પણ વારંવાર પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું.જયારે પતિ હમેશા તેન ઘરમાં રહેવું હોય તો પૈસા લઈને આવ તેવું જણાવતો હતો.જયારે થોડા સમય પહેલા આ મહિલાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે પતિ વધારે ગુસ્સે થવા લાગ્યો હતો.

જયારે સાસુ એવું જણાવતી હતી કે તું અને તારી દીકરી બન્ને નીચ છો,તારો બાપ ચોર છે એટલે તને લગ્નમાં દાગીના પહેરવા માટે આપ્યા નથી.તને લાવવાની નહોતી એટલે જ અમે શીમંત નહોતું કર્યું.આવી તો અનેક બાબતે મહિલા સાથે પતિ અને અન્ય સભ્યો ગળુ દબાવીને મારી નાખવાની કોશિશ પણ કરી હતી.

આખરે ગત દિવસોમાં પતિએ ઝઘડો કરતા એવું પણ જણાવ્યું હતું કે તારે મારી સાથે રહેવું હોય તો તારા બાપના ઘરેથી રૂપિયા 10 લાખ લઈને આવ જે નહિ દીકરીને અનાથ આશ્રમમાં મૂકી દેજે.આવું કહીને એક નાની બાળકી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.જેથી આખરે મહિલાએ પતિ અને ઘરના અન્ય સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે.હાલમાં તેમની તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *