પતિએ મોબાઈલ વાપરવાની ના પાડી તો પત્ની થઇ ગઈ ગુસ્સે અને પતિ સાથે કર્યું એવું કૃત્ય કે ……….

Uncategorized

આજનો યુગ આધુનિક યુગ માનવામાં આવે છે,જેમાં ખાસ કરીને મોબાઈલની વાત કરવામાં આવે તો આ એક એવી વસ્તુ છે જે લોકોના જીવન સાથે ગાઢ રીતે જોડાઈ ગઈ છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાનો વધારાનો સમય મોબાઇલ-ફોનમાં પસાર કરે છે.મોબાઈલ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.

દિવસે દિવસે લોકો મોબાઈલનો ઉપયોગ વધારે કરતા જોવા મળી રહ્યા છે.જયારે મોબાઈલ નાના બાળકોથી લઈને મોટી ઉમર સુધીના દરેક વ્યક્તિનો શોખ બની ગયો છે.જયારે ઘણીવાર આ મોબાઈલના કારણે કેટલાક ઝગડાઓ પણ ઉભા થતા હોય છે.ખાસ કરીને પતિપત્નીના સુખદ જીવનમાં દુઃખનું કારણ મોબાઈલ જ હોય છે.તમે પણ ઘણીવાર આવા કેટલાક કિસ્સાઓ જોયા હશે.

આજે આવો જ એક કિસ્સો અમેરિકાના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે મોબાઇલનો વધારે ઉપયોગ કરવા માટે પતિએ પત્નીને ના પાડી હતી.આવી સ્થિતિમાં તેમના વચ્ચે એક વિવાદ ઉભો થઇ ગયો હતો.આ પછી આ મહિલાએ તેના પતિ પર અચાનક રીતે પેટ્રોલ રેડ્યું હતું.આટલું જ નહિ પરંતુ ગુસ્સામાં આવીને તેને સળગાવી પણ દીધો હતો.

હવે એક સામાન્ય બાબત પર આવો મોટો કિસ્સો બની ગયો છે.જયારે આ 36 વર્ષીય મહીલને ધરપકડ કરવામાં આવી હતી.કારણ કે તેને 62 વર્ષીય પતિ પર ખરાબ હુમલો કર્યો હતો.જેમાં પતિ વધારે દાઝી ગયો હતો.તમને જણાવી દઈએ કે જયારે આ સમગ્ર ઘટના તે વિસ્તારમાં લોકોને ખબર પડી ત્યારે લોકો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા.

જયારે પીડિત પતિ એવું જણાવી રહ્યો છે કે તેની પત્ની ફોનના ઉપયોગ અંગે એક નાનો વિવાદ થયો હતો.જેમાં પત્ની ગુસ્સે થઈને ઉપર પેટ્રોલ ફેંકી અને આગ લગાવી દીધી હતી.જયારે આગ લાગી ત્યારે પડોશી તેમની મદદ માટે આવ્યા હતા.તમને જણાવી દઈએ કે હાલમાં તબીબી ટીમ તેમની સારવાર કરી રહી છે.

હાલમાં તેમની હાલત સારી હોવાનું સામે આવ્યું છે.જયારે પોલીસે પત્નીની ધરપકડ કરી છે.તમને જણાવી દઈએ કે આ ઘટનાએ પતિ-પત્નીના પવિત્ર સંબંધોને તાર તાર કરી નાખ્યા છે.જયારે એક મોબાઈલ પણ કેવી ઘટનાઓ ઉભી કરી શકે છે તે જીવંત ઉદાહરણ સામે આવી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *